લો કરો વાત! પોલીસે ચોર તો પકડી લીધો પણ ચોરીના મુદ્દામાલ અંગે કોઈ ફરિયાદ જ દાખલ ન થઈ હોવાથી આરોપીને છોડી દેવો પડ્યો
દારૂ પીવા ઘરફોડ નહી પણ માત્ર સ્પોર્ટ્સ સાઈકલ ચોરતા યુવકને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો. જો કોઈ પણ વ્યક્તિ દ્વારા સાઈકલ ચોરીની ફરિયાદ કરવામાં આવશે તો કથિત આરોપી મધુબાલા તળપદાએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે
ખભાંત (Khabhant) પાસે આવેલ જલસણ ગામ (Jalsan village) માં રહેતો વિષ્ણુ ઉર્ફે મધુબાલા ઉર્ફે ધીધી તળપદા નાની ઉંમરે જ દારૂ પીવાના રવાડે ચડી ગયો હતો, દારૂ પીવા પહેલાં તો દરરોજ મજૂરી કરી સાંજે જે રૂપિયા મળે તેમાંથી પોતાનો દારૂ પીવાનો શોખ પૂરો કર્યો હતો પણ તેમાં આખો દિવસ મજૂરી કરવી પડતી હોવાને કારણે મધુબાલાએ નવો રસ્તો અપનાવ્યો અને ચડી ગયો ચોરીના રવાડે.
ચોરીના રવાડે ચડેલા મધુબાલા ઘરફોડ ચોરી કરતા ડરતો હતો તેથી તેને જેના પુરાવા ન હોય તેવી વસ્તુઓની ચોરી કરવાનો વિચાર કરી ચોરીની શરૂઆત કરી સાઈકલથી. સાઈકલ ચોરી (Bicycle theft) કર્યા બાદ તેને વેચી જે રૂપિયા આવે તેમાંથી થોડા દિવસ દારૂ પીવામાં નાણાં ખર્ચી નાખતો હતો અને બાદમાં ફરી કોઈ સાઇકલ ચોરી કરવા નીકળી પડતો હતો.
જોકે શહેરી વિસ્તરોમાંથી મધુબાલા ચોરી કરવાનું એટલે ટાળતો હતો કે ક્યાંક સીસીટીવીમાં દેખાઈ જાય તો પકડાઈ જવાની બીક હતી તેથી મધુબાલાએ તારાપુર અને વિરસદ વિસ્તારોમાં જ્યાં સીસીટીવી ન હોય તેવી જગ્યાએ સાઇકલ ચોરી કરવાની શરૂઆત કરી 21 સ્પોર્ટ સાઈકલોની ચોરી કરી. જોકે બધી સાઈકલો તેને ગમતી હોવાને કારણે વેચી ન હતી.
સાયકલનો આટલો મોટો જથ્થો તેના કબજામાં હોય એક સ્થાનિક બાતમીદાર દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ (police) ને બાતમી આપતા પોલીસે મધુબાલા પર નજર રાખવાનું શરૂ કર્યું હતું અને સાઈકલ ચોરીને આવતા મધુબાલાને પોલીસે રંગેહાથ ઝડપી પાડયો હતો.
પોલીસ પૂછપરછમાં મધુબાલાએ કેટલીય સાયકલો ચોરી કર્યાની કબૂલાત કરતાં પોલીસે તારાપુર અને વિરસદ પોલીસ મથકનો સંપર્ક કરતા સાઈકલ ચોરીની એક પણ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જણાઇ આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હાલ તો આરોપીને કોર્ટમાં શરતી જામીન પર મુક્ત કરી દિધો છે અને જો કોઈ પણ વ્યક્તિ દ્વારા સાઈકલ ચોરીની ફરિયાદ કરવામાં આવશે તો કથિત આરોપી મધુબાલા તળપદાએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
આ પણ વાંચોઃ સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો, જણાવી મારામારીની આખી ઘટના
આ પણ વાંચોઃ ગુજરાતના મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહિ, એસઆઇટીની રચના કરાશે