સોખડા હરિધામમાં સંતોના હાથે માર ખાનાર અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર થયો, જણાવી મારામારીની આખી ઘટના

પ્રબોધ સ્વામી કે જેના લાખો અનુયાયીઓ હોય તેઓને મારી નાંખવાની ધમકી મળતી હોય તો અમારા જેવાની શુ સલામતી, અમે કાયદાકીય રીતે જ સમાધાન કરવા માનગીએ છીએ. હરિપ્રસાદ સ્વામીના ગયા બાદ 5 મહિનાથી ગાદીનો વિવાદ ચાલે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 6:00 PM

સોખડા હરિધામ (Sokhada Haridham)માં સંતોના હાથે માર ખાનાર યુવક પોલીસની ત્રીજી નોટિસ બાદ સમક્ષ હાજર થયો હતો. પોલીસે તેનું નિવેદન લેવામાં આવ્યું છે. સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા અનુજ ચૌહાણ (Anuj Chauhan) મક્કમ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ અનુજે કહ્યું કે અમે સુરક્ષિત મહેસુસ કરીએ છે, અમારી સાથે રાક્ષસી કૃત્ય થયું હતું તે અંગે કાયદાકીય જવાબ આપવા અજ્ઞાત વાસમાં હતા. પોલીસ જેમ કહેશે એમ કાયદાકીય રીતે આગળ વધીશું. વૈભવી ગાડીઓમાં આવતા શખ્સો દ્વારા જે દબાણ કરવામાં આવતું હતું તેને ફેસ કરવા નહોતા માંગતો તેથી અજ્ઞાતવાસમાં ગયા હતા. અમે કાયદાકીય રીતે જ સમાધાન કરવા માનગીએ છીએ. પોલીસની કાર્યવાહી થઈ સંતુષ્ટ છું.

માને મારવામાં આવ્યો એ જાહેર છે. મંદિરની અંદર શું ચાલી રહ્યું છે મને બિલકુલ ખબર નથી કારણ કે હું મંદિરની બહાર છું. મંદિરમાં બે જૂથ છે. પ્રબોધ સ્વામી કે જેના લાખો અનુયાયીઓ હોય તેઓને મારી નાંખવાની ધમકી મળતી હોય તો અમારા જેવાની શુ સલામતી

મને કોઈ હાથો નથી બનાવતું. મને મારી માર્યો છે એટલે મારી ઈચ્છાથી હું કાર્યવાહી કરું છું. હું કોઈના દબાણમાં કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો. મને જે રીતે માર મારવામાં આવ્યો છે તેને લઈને હું કાર્યવાહી કરવા માગું છું. પ્રબોધ સ્વામી (Prabodh Swami) સાથે સંકળાયેલો છું પ્રબોધ સ્વામી પ્રત્યે હેત છે. મને માર મારનાર પ્રેમસ્વરૂપ સ્વામી (Premaswarup Swami) જૂથના સંતો અને માણસો છે.

5 મહીનથી ગાદીનો આ વિવાદ ચાલે છે, મંદિર પ્રશાસન દ્વારા જે પગલાં લેવાવા જોઈએ તે લેવાયા નથી. હું જે જૂથ સાથે સંકળાયેલો છું તેની સામેના જૂથથી મને જોખમ છે. સત્સંગ સમાજ નિર્ણય લેશે અથવા બધા હરિભક્તો નક્કી કરશે કે ગાદી પતિ કોણ થાય. મંદિરનો વહીવટ
કોણ સાંભળશે એ હરિપ્રસાદ સ્વામીએ કહ્યુ હતું ગાદી માટે નહીં.

6 તારીખે બનેલી આખી ઘટના અનુજે વર્ણવી

પોલીસ સમક્ષ નિવેદન નોધાવ્યા બાદ અનુજે  જણાવ્યું હતું કે તે કોઈ વિવદ ઊભો કરવા માગતો નથી તે માત્ર ન્યાય ઇચ્છે છે. તેમણે એમ પણ કહ્યું કે આ સમગ્ર ઘટનામાં હું નિર્દોષ છું. મારા પર ખોટા આક્ષેપો કરાઇ રહ્યા છે. અનુજે મારામારીની ઘટના વિશે જણાવ્યું કે તે દિવસે અમે એકાઉન્ટ વિભાગમાં કામ કરી રહ્યા હતા ત્યારે બહાર હોબાળો થતો હોવાનો અવાજ સંભળાતાં હું મારા મિત્ર સાથે બહાર આવ્યો હતો. અમે જોયું કે ત્યાં કેટલાક લોકો વચ્ચે ઉંચેથી બોલાચાલી થઈ રહી હતી, તેમાં મહિલાઓ પણ હતી. અમે હજુ ત્યાં પહોંચ્યા ત્યાં જ મનહરભાઈ સોખડાવાળા અને બીજા લોકો અમને ધમકાવવા લાગ્યા કે તમે અહીં કેમ જોવા માટે આવ્યા છો. અમે પાછા વળતા જ હતા ત્યારે મે ફરિયાદમાં નામ આવ્યા છે તે આરોપીઓએ અમને અટકાવ્યા અને પ્રભુપ્રિય સ્વામીએ બ્લેમ કર્યો કે તમે કેમ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. મે કહ્યું કે મે કોઈ વીડિયો ઉતાર્યો નથી. તેમણે મારો મોબાઈલ ઝુંટવવાનો પ્રયાસ કર્યો અને તેમાં મને પ્રભુપ્રિય સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી, હરિસ્મરણ સ્વામી અને સ્વરૂપ સ્વામીએ માર માર્યો હતો અને વીરલ સ્વામી તેઓને ઉશ્કેરતા હતા. મનહરભાઈ સોખડાવાળાએ પણ માર માર્યો હતો.

આ પણ વાંચોઃ CORONA: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર મુલાકાતીઓ માટે થઈ શકે છે બંધ, આજે સાંજે 4:00 વાગ્યે યોજાશે બેઠક

આ પણ વાંચોઃ ‘આપ’ના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, અમે જનતા માટે લડવા નીકળ્યા છીએ, જ્યારે મતદાન કરવા જાવ ત્યારે આ યાદ રાખજો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">