ગુજરાતના મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારીઓની હવે ખેર નહિ, એસઆઇટીની રચના કરાશે
ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં ગેરરીતિના મુદ્દે એસઆઇટીની રચના કરવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ હશે.
ગુજરાતના(Gujarat)મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi)એ જણાવ્યું છે કે રાજ્યમાં સામે આવી રહેલા મહેસૂલ વિભાગમાં ગેરરીતિના મુદ્દે એસઆઇટીની(SIT)રચના કરવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ હશે. જે તમામ કેસોની ઝડપથી તપાસ કરીને મહેસૂલ વિભાગને અહેવાલ આપશે. જેમાં નવસારી જિલ્લામાં મહેસૂલ કૌભાંડનો(Revenue Scam) પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યુ કે, બનાવટી ડોક્યુમેન્ટ બનાવી જમીન સંપાદનના રૂપિયા સગેવગે કરવામાં આવ્યા છે. જે અંગેની ફરિયાદ નવસારીમાં નોંધવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. જમીન સંપાદનમાં અન્ય આરોપી સહિત એક વકીલ પણ આરોપી છે. કૌભાંડમાં દોઢ કરોડ રૂપિયા સગેવગે કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગના અધિકારીની સંડોવણી હશે તો તેની સામે પણ તપાસ કરવામાં આવશે.
રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યુ કે આ મુદ્દે FIR થયા બાદ 12 ફરિયાદ આવી છે. વડોદરા અને મુંબઈ વચ્ચે જમીન સંપાદનની જમીન સંપાદન થતા મોટી રકમ બારોબાર ઉચાપત કરવામાં આવી. નવસારીના ખુદ ગામમાં નકલી પાવર ઓફ એટર્ની કરીને કૌભાંડ આચરવામાં આવ્યુ છે. રાજેન્દ્ર ત્રિવેદીએ ચીમકી આપતા જણાવ્યુ કે, કૌભાંડમાં મહેસૂલ વિભાગના અધિકારીઓની ક્ષતિ હશે તો તેઓ મુશ્કેલીમાં મુકાશે.
આ પણ વાંચો : નર્મદે સર્વદે : ગુજરાત સરકારના નિર્ણયથી કચ્છના આટલા ગામમાં મળશે સિંચાઇ માટે નર્મદાના નીર
આ પણ વાંચો : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય પર તાલીમનો શુભારંભ થયો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
