ઓલમ્પિક વિજેતાઓને બહુમાન ,રાજકોટની દિવાલોમાં દોરાયા રમતવીરોના ચિત્રો

રાજકોટમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત ચિત્રનગરીના કલાકારો દ્રારા આ રમતવીરોના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં 7 ખેલાડીઓના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા.

ઓલમ્પિક વિજેતાઓને બહુમાન ,રાજકોટની દિવાલોમાં દોરાયા રમતવીરોના ચિત્રો
Pictures of athletes painted on the walls of Rajkot honoring Olympic winners

ઓલમ્પિક(Olympic)માં ભારતનો ડંકો વગાડનાર રમતવીરોને રાજકોટ(Rajkot)માં અનોખી રીતે બહુમાન આપવામાં આવ્યું છે રાજકોટના કિસાનપરા ચોકમાં ઓલમ્પિક વિજેતા રમતવીરોના ચિત્ર(Picture)દોરવામાં આવ્યા છે.રાજકોટમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત ચિત્રનગરીના કલાકારો દ્રારા આ રમતવીરોના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં 7 ખેલાડીઓના ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા.

ચિત્રનગરી ના કલાકારોએ વરસતા વરસાદમાં પણ ચિત્ર દોરીને વિજેતા કલાકારોને બહુમાન આપ્યું હતુ.રાજકોટના મેયર પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ આ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેની કામગીરી બિરદાવી હતી..

અત્યાર સુધીમાં 1 હજાર કલાકારોએ 13 હજાર ચિત્ર બનાવ્યા

અલગ અલગ ઉત્સવ અને અલગ અલગ પ્રસંગ પર છેલ્લા છ વર્ષથી સ્માર્ટ સિટી અંતર્ગત ચિત્રનગરી દ્રારા ચિત્રો દોરવામાં આવે છે આ માટે ચિત્રનગરીમાં 1 હજાર જેટલા કલકારો જોડાયેલા છે જેઓ માત્ર રાજકોટ જ નહિ પરંતુ જામનગર,સુરેન્દ્રનગર,વાંકાનેર,જસદણ અને અમદાવાદ સાબરમતી જેલની બહારની દિવાલોમાં 13 હજાર જેટલા ચિત્રો દોર્યા છે આ તમામ કલાકારો વિનામૂલ્યે પોતાની સેવા આપીને શહેરની દિવાલોને સુંદર અને નયનરમ્ય બનાવે છે.

આ કામગીરીમાં ચિત્રનગરીના કલાકારો જીતુભાઇ ગોટેચાના માર્ગદર્શન હેઠળ ચિત્રકાર રૂપલબેન સોલંકી,રાજભા જાડેજા,રમેશભાઇ મુંઘવા,સુધીરભાઇ ગોહિલ,જય દવે,શિવમ અગ્રવાલ,શક્તિરાજ જાડેજા,આદિતી સાવલિયા,સમર્થ હરિયાણી અને કેશવી ઠાકર દ્રારા ચિત્ર તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : IAS ટોપર ટીના ડાબી અને અતહર ખાને લગ્નના 2 વર્ષ બાદ લીધા છૂટાછેડા, ગયા વર્ષે પરસ્પર સંમતિથી દાખલ કરી હતી અરજી

આ પણ વાંચો :  Good News : સુરતમાં હીરા-ઝવેરાતના વેપારીઓ માટે દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર, 16 ઓગસ્ટે ઉદઘાટન

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati