AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat ના લોકોને મળશે રાહત, સીએમ રૂપાણીએ તાપી નદી પરના પાલ- ઉમરા બ્રિજને લોકાર્પિત કર્યો

સીએમ રૂપાણીએ સુરત શહેરમાં BRTS-2 અન્વયે ઉમરા-પાલ વિસ્તારને જોડતો રૂ. ૮૯.૯૯ કરોડનો નવો બ્રિજ તાપી નદી પર નિર્માણ થયો છે તેનું લોકાર્પણ કર્યું હતું.

Surat ના લોકોને મળશે રાહત, સીએમ રૂપાણીએ  તાપી નદી પરના પાલ- ઉમરા બ્રિજને લોકાર્પિત કર્યો
CM Vijay Rupani inaugurated Umra-Pal Bridge over Tapi river At Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:59 PM
Share

ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ આજે સુરત(Surat) ને મોટી ભેટ આપી છે. જેમાં સુરત શહેરમાં તાપી નદી પરનો વધુ એક પાલ-ઉમરા બ્રિજ (Pal-umrabridge)નું રવિવારે સીએમ રૂપાણીએ (CM Rupani) લાકોર્પણ કર્યું હતું.

સીએમ રૂપાણીએ સુરત શહેરમાં BRTS-2 અન્વયે ઉમરા-પાલ વિસ્તારને જોડતો રૂ. ૮૯.૯૯ કરોડનો નવો બ્રિજ તાપી નદી પર નિર્માણ થયો છે તેનું લોકાર્પણ કર્યું હતું. સુરતના પાલથી ઉમરા જવા માટે અગાઉ છ કિલોમીટર ફરીને જવું પડતું હતું પરંતુ હવે આ બ્રિજ બનતા લોકોને રાહત થશે. આ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને બ્રિજ ખુલ્લો મુકાતાં જ પાલ અને ઉમરા વિસ્તારના લોકોને પરિવહનના સરળતા રહેશે.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું હતું કે સુવિધાયુક્ત અને માળખાકીય સવલતોથી સંગીન મહાનગરોનું નિર્માણ કરવાની આ એક આગવી દિશા છે. આજના યુગમાં શહેરી વિકાસ અને જનસુખાકારીની સુવિધાઓ જ જનતાની ખુશહાલીનું માધ્યમ છે. ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં આપણે જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે લોકોને સરળતા તરફ દોરી જવાના નક્કર હેતુ સાથે વિકાસકામો થયા છે.

બીઆરટીએસ ફેઝ-2 ના રૂટમાં પાલ-ઉમરા બ્રિજને કારણે રિંગ બની શકતી ન હતી. આ બ્રિજના નિર્માણથી ભાઠા-ઈચ્છાપોર અને હજીરા જેવા વિસ્તારોનો પણ વિકાસ ઝડપી બનશે. આ ઉપરાંત પાલ-પાલનપોર વિસ્તા૨ના લોકોને પણ પરિવહનમાં રાહત થશે.વર્ષ 2006માં સુરત શહેરના વિસ્તરણ બાદ પાલને નદી પારના ઉમરા સહિતના વિસ્તારો સાથે સાંકળી શકાય તે માટે મનપાની સામાન્ય સભામાં જુદા જુદા પાંચ સ્થળોએ બ્રિજ બનાવવા માટે ક્રમાનુસા૨ પ્રાયોરિટી નક્કી કરી હતી. આ બ્રિજ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

પાલ વિસ્તારના સુરતીઓને ડુમસ–પીપલોદ વિસ્તા૨માં અવરજવરની સુવિધા વધશે. તેમજ એરપોર્ટ પણ સરળતાથી પહોંચી શકાશે. આ બ્રિજ ટ્રાફીક 2 અપ અને 2 ડાઉન એમ કુલ 4 લેનની ક્ષમતા ધરાવે છે. જેથી તાપી નદી ૫૨ન સરદાર બ્રિજ તથા કેબલ સ્ટેઈડ બ્રિજનું ભારણ પણ ઘટશે.

સુરતના પાલ-ઉમરા બ્રિજના લોકાર્પણ પ્રસંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને  ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  ASHADHI BIJ કચ્છીઓ ઉજવે છે નવું વર્ષ, જાણો શું છે ઉજવણીનો ઇતિહાસ

આ પણ વાંચો : Lowest Petrol Price: ના હોય! ભારતમાં અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, ભાવ જાણી તમે પણ ચોંકી જશો 

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">