AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lowest Petrol Price: ના હોય! ભારતમાં અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, ભાવ જાણી તમે પણ ચોંકી જશો

શું તમે જાણો છો કે ભારતમાં સૌથી સસ્તું અને સૌથી મોંઘું પેટ્રોલ ક્યાં મળે છે ? કે જ્યાં પેટ્રોલની કિંમત રૂપિયા 100થી નીચે છે.

Lowest Petrol Price: ના હોય! ભારતમાં અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, ભાવ જાણી તમે પણ ચોંકી જશો
Petrol Pump File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 7:50 PM
Share

Lowest Petrol Price in India: ભારતભરમાં પેટ્રોલ-ડીઝલ (Petrol Price)ના ભાવ આસમાને પહોંચ્યા છે. દેશના મોટાભાગના શહેરમાં તો પેટ્રોલ રૂપિયા 100ને પાર છે જ સાથે સાથે ડીઝલે પણ 100ના આંકડાને પાર કર્યો છે. પરંતુ ભારતમાં ઘણા એવા પણ શહેર છે કે જ્યાં પેટ્રોલની કિંમત રૂપિયા 100થી નીચે છે અથવા તો તેની એકદમ નજીક છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં સૌથી સસ્તું અને સૌથી મોંઘું પેટ્રોલ ક્યાં મળે છે?

ચાલો આજે જાણીએ તેવા શહેરો વિશે જ્યાં પેટ્રોલની કિંમત સૌથી ઓછી છે. આપણે જો બે શહેરોના પેટ્રોલના ભાવની સરખામણી કરીએ તો રૂપિયા 30થી પણ વધારેનો ફરક સામે આવી શકે છે.

ક્યાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ?

જો ભારતમાં સૌથી સસ્તા પેટ્રોલની (Lowest Petrol Price in India) વાત કરવામાં આવે તો અંદમાન-નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર(Port Blair, Andaman and Nicobar Islands)માં ભારતનું સૌથી સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ છે. અહીં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 84.52 છે. જ્યારે ડીઝલની કિંમત 83 રૂપિયા નજીક છે.

ક્યાં છે સૌથી મોંઘું પેટ્રોલ?

હવે જો ભારતમાં સૌથી મોંઘા ભાવે મળતા પેટ્રોલની વાત કરવામાં આવે તો રાજસ્થાનના ગંગાનગર (Ganganagar, Rajsthan)માં સૌથી મોંઘા ભાવે પેટ્રોલ વેચાય રહ્યું છે. આજના ભાવની જો વાત કરવામાં આવે તો, પેટ્રોલ 112.24 રૂપિયા અને ડીઝલ પણ 103.15 રૂપિયાના ભાવ પર મળી રહ્યું છે.

દરેક શહેરમાં અલગ અલગ ભાવ શા માટે?

દરેક શહેરમાં અલગ અલગ ભાવનું કારણ ટેક્સ જ હોય છે. જો કે દરેક શહેરમાં નગર પાલિકા, મહાનગર પાલિકાના પણ અલગ અલગ ટેક્સ લાગતા હોય છે. જેને લોકલ બોડી ટેક્સ (Local Body Tax) પણ કહેવાય છે. આપને જણાવી દઈએ કે દરેક નગર નિગમના આધાર પર અલગ અલગ ટેક્સ હોય છે.

જેમ કે મૂંબઈમાં કલ્યાણ અને થાણેમાં ટેક્સ અલગ જોવા મળે છે. જેને લઈને પેટ્રોલના ભાવમાં તફાવત જોવા મળે છે. અમુક જગ્યા તેવી હોય છે કે રિફાઇનરીથી ઈંધણ પહોચડવું તે જગ્યાએ ઘણું મુશ્કેલ થઈ જાય છે. તેવામાં પેટ્રોલની કિંમત ત્યાં વધુ હોય છે.

શા માટે ગંગાનગરમાં જ પેટ્રોલની કિંમત વધુ?

એક તો રાજસ્થાનમાં સૌથી વધુ ટેક્સ છે. તેના સિવાય રોડ સેસ લાગે છે, જે ડીઝલ પર પોણા બે રૂપિયા અને પેટ્રોલ પર દોઢ રૂપિયો લાગે છે. જો કે આ સમગ્ર રાજસ્થાનમાં લાગે છે. પરંતુ ગંગાનગરમાં સૌથી મોંઘા ઈંધણ પાછળ કારણ છે ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશનના ખર્ચના લીધે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે.

જો કે પહેલા હનુમાનગઢમાં ડેપો હતો, જે 2011માં બંધ થયો છે. ત્યાર પેટ્રોલ જોધપુર,જયપુર ભરતપુરથી પેટ્રોલ મંગાવું પડે છે. જેના લીધે પેટ્રોલ માટે થતાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે. આ કારણે 5 રૂપિયા સુધી ભાવ વધી જતો હોય છે. આ પૈસા કંપની નથી ભોગવતી પરંતુ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો: World Population Day 2021: આ છે દુનિયમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશો, એક દેશમાં તો માત્ર 800 લોકો જ રહે છે, તો પણ પોતાની સેના છે!

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">