AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણમાં અનુસૂચિત જાતિના પુત્રએ ક્રિકેટનો બોલ ના આપતા તલવારથી હુમલો કરીને પિતાનો અંગૂઠો કાપી નાંખ્યો!

Patan: ભત્રીજાનો જન્મદિવસ હોઈ આ અંગે તેને લઈને ક્રિકેટ મેચ જોવા માટે ગયા હતા. આ દરમિયાન તેણે બોલ આપવા વિવાદ સર્જાયો હતો. બોલ આપવાને બોલાચાલી સર્જાઈ હતી અને બાદમાં બેથી ત્રણ કારમાં આવેલા શખ્શોએ હુમલો કર્યો હતો.

પાટણમાં અનુસૂચિત જાતિના પુત્રએ ક્રિકેટનો બોલ ના આપતા તલવારથી હુમલો કરીને પિતાનો અંગૂઠો કાપી નાંખ્યો!
ક્રિકેટનો બોલ આપવાને લઈ હુમલો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:55 AM
Share

પાટણ જિલ્લાના કાકોશીમાં ક્રિકેટ જોવા માટે ગયેલા યુવકને સાત જેટલા શખ્શોએ હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. ક્રિકેટ મેચ દરમિયાન અનુસૂચિત જાતિના યુવકે ક્રિકેટનો બોલ આપતા જેની પર રોષે ભરાઈને આરોપી શખ્શોએ ટોળુ રચીને હુમલો કર્યો હતો. 8 વર્ષના બાળકે બોલ નહીં આપવાની બાબતમાં તેના પિતા પર તલવાર વડે હુમલો કરીને અંગૂઠો કાપી નાંખ્યો હતો. આ મામલે કાકોશી પોલીસે ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

કાકોશીની સેલીયા સ્કૂલમાં આવેલા મેદાનમાં આસપાસના ગામના યુવકોની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જ્યાં કાકોશી ગામના જ વણકર વાસમાં રહેતા ધીરજ ભાઈ પરમારે આ અંગે ફરીયાદ નોંધાવી હતી. તેઓ પોતાના ભત્રીજાનો જન્મદિવસ હોઈ આ અંગે તેને લઈને ક્રિકેટ મેચ જોવા માટે ગયા હતા. આ દરમિયાન તેણે બોલ આપવાની બાબતમાં વિવાદ સર્જાયો હતો. બોલ આપવાને બોલાચાલી સર્જાઈ હતી અને બાદમાં બેથી ત્રણ કારમાં આવેલા શખ્શોએ હુમલો કર્યો હતો.

બોલ આપવાને લઈ હુમલો કર્યો

ક્રિકેટ મેચ દરમિયાન ધીરજભાઈના ભત્રીજા રુદ્રએ ટેનિસ બોલ ગ્રાઉન્ડ પર આપ્યો નહોતો. જેને લઈ કુલદીપસિંહ રાજપુત નામનો યુવક રુદ્ર પર ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેણે તકરાર કરી હતી. આ બાબતે ધીરજભાઈએ યુવક કુલદીપસિંહને કેમ જેમ તેમ બોલો છો કહીને અટકાવ્યા હતા. ત્યાર બાદ મેચ પૂરી થતા બધા ત્યાંથી નિકળી ગયા હતા. પરંતુ એક વ્યક્તિએ ફોન કરીને ગરમી બહુ કરો છો કહીને મારવા માટે મેદાનમાં આવીએ છીએ એમ ધમકીઓ આપી હતી. આ દરમિયાન અમે નજીકમાં સ્કૂલ પાસે પાણીના ટાંકા પાસે બેઠેલા હતા. જ્યાં કેટલાક યુવકો આવ્યા હતા અને વાતનુ સમાધાન કર્યુ હતુ.

ફરીયાદી ધીરજભાઈએ TV9 સાથેની વાતચિતમાં બતાવ્યુ હતુ કે, આરોપી શખ્શોએ આવીને બોલ નહીં આપનાર બાળકના પિતા કિર્તીભાઈને કેટલાક શખ્શોએ આવીને હુમોલ કરીને ઈજાઓ કરી હતી. તલવાર વડે પેટ પર ઘા કરવા જતા તેમનો અંગૂઠો કપાઈ ગયો હતો. જેમની હાલમાં અમદાવાદ ખાતે સારવાર કરવામાં આવી છે. અંગુઠો કપાઈ જવાને લઈ સર્જરી કરવા માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યા પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.

આરોપી શખ્શો

  1. કુલદીપસિંહ રાજપૂત રહે. ધનપુરા તા. સિદ્ધપુર. જિ. પાટણ
  2. સિધ્ધરાજસિંહ રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ
  3. રાજુ ઉર્ફે રાજદીપ દરબાર રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ
  4. જસવંતસિંહ રાજપૂત રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ
  5. ચકુભા લક્ષ્મણજી રહે. ધનપુરા તા. સિદ્ધપુર. જિ. પાટણ
  6. મહેન્દ્રસિંહ રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ

આ પણ વાંચોઃ પ્રેમિકાને ફરીથી પામવા માટે પ્રેમીએ યુવતીને કારથી કચડીને હત્યા કરી દીધી, પોલીસે શરુ કરી તપાસ

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">