Patan : વાતાવરણમાં પલટો આવ્યો, વારાહી પંથકમાં ઝરમર વરસાદ પડયો

પાટણ(Patan)  જિલ્લામાં પણ ચોમાસાનું આગમન થયું છે. પાટણના વારાહી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વારાહીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત કાળાડિંમાગ વાદળ સાથે ઠંડો પવન પણ ફૂંકાયો છે.

Patan : વાતાવરણમાં પલટો આવ્યો, વારાહી પંથકમાં ઝરમર વરસાદ પડયો
Gujarat Patan Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 6:50 PM

ગુજરાતમાં (Gujarat)  ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ(Rain)  વરસ્યો છે. જેમાં પાટણ(Patan)  જિલ્લામાં પણ ચોમાસાનું આગમન થયું છે. પાટણના વારાહી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વારાહીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત કાળાડિંમાગ વાદળ સાથે ઠંડો પવન પણ ફૂંકાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદર, શિહોરી, થરા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેમાં વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતીત થયા છે. તેમાં બાજરીના પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતિત થયા છે.

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન

દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ  દસ્તક આપી છે. ઘણા રાજ્યોમાં વરસાદે  તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે.  અસહ્ય ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના  કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા સહીત અમરેલી જીલ્લાના ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો. હરસુરપુર, દેવળિયા, શેખ પીપરીયા અને કેરીયા ગામમાં વરસાદ પડ્યો છે. લાઠી તાલુકામાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ પડ્યો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયુ. વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભામોદરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. સાવરકુંડલાના જુનાસાવર, સેઢાવદર, ખેરાળા, નાળ ગામમાં પણ વરસાદ જોવા મળ્યો.

ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. બપોર બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતાં ગરમીમાં લોકોને અંશત: રાહત મળી છે. તો આ તરફ ખેડુતો પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારતમાં સામાન્ય ચોમાસું રહેવાની અપેક્ષા છે

IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, ભારતમાં નજીકના ભવિષ્યમાં સામાન્ય ચોમાસું જોવા મળી શકે છે. કારણ કે સામાન્ય કરતાં ઓછા વરસાદનો દાયકો પૂરો થવા જઈ રહ્યો છે. અમે હવે સામાન્ય ચોમાસાના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆતની ઘોષણા કરવામાં IMDની “ઉતાવળ” અંગે IMDની ટીકા વિશે પૂછવામાં આવતા, મહાપાત્રાએ જણાવ્યું હતું કે હવામાન કચેરીએ ચોમાસાની શરૂઆત અને પ્રગતિની જાહેરાત કરવા માટે વૈજ્ઞાનિક પ્રક્રિયાને અનુસરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેરળના 70 ટકા હવામાન મથકોએ એકદમ વ્યાપક વરસાદની જાણ કરી હતી અને તે પ્રદેશમાં મજબૂત પશ્ચિમી પવનો અને વાદળોની રચના સંબંધિત અન્ય માપદંડોને પૂર્ણ કરે છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">