કાંકરિયા ધર્માંતરણ કેસ દરમ્યાન ચર્ચામાં આવેલા Paresh Pandyaને જિલ્લા સરકારી વકીલ તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક અપાઈ
17 જાન્યુઆરી 1971 ના રોજ ભાવનગરના તળાજામાં સામાજિક કાર્યકર ભાસ્કર પંડ્યાના પરિવારમાં જન્મેલા પરેશ પંડ્યાએ વર્ષ 2000 માં B.Com બાદ LLB નો અભ્યાસ પૂર્ણ કરી વકીલાત શરૂ કરી હતી.
આમોદ તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે વિદેશી ફન્ડિંગથી 150 આદિવાસીઓનું કરાયેલ ધર્માંતરણની ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસ(Bharuch Police)ની ભલામણને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર(Special public prosecutor) તરીકે નિમણુંક સાથે ચર્ચામાં આવેલા એડવોકેટ પરેશ પંડ્યા(Paresh Pandya)ને સરકારે વધુ એક મહત્વની જવાબદારી સોંપી છે. પરેશ પંડ્યાને ભરૂચ જિલ્લાના સરકારી વકીલ(District Government Pleader ) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા સરકારી વકીલ પી એન પરમાર(P N Parmar)ની તાત્કાલિક અસરથી સેવા સમાપ્તિના આદેશ સાથે પંડ્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે. પરેશ પંડ્યા 10 વર્ષ જેટલા લાંબા સમય સુધી મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
વર્ષ 2012 થી મદદનીશ સરકારી વકીલ તરીકે કાર્યરત
17 જાન્યુઆરી 1971 ના રોજ ભાવનગરના તળાજામાં સામાજિક કાર્યકર ભાસ્કર પંડ્યાના પરિવારમાં જન્મેલા પરેશ પંડ્યાએ વર્ષ 2000 માં B.Com બાદ LLB નો અભ્યાસ પૂર્ણ કરી વકીલાત શરૂ કરી હતી. 10 વર્ષ ખાનગી વકીલાત કર્યા બાદ તેઓ વર્ષ 2012 માં ભરૂચ જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમાયા હતા. જેઓ ૧૦ વર્ષથી જિલ્લામાં સરકાર તરફે વિવિધ કેસ લડી રહ્યા છે. સરકારી વકીલ ઉપરાંત પરેશ પંડ્યા સેટ બેન્ક ઓડ ઇન્ડિયા (SBI) અને બેન્ક ઓફ બરોડા (BOB) જેવી ઘણી બેંકોમાં તેમજ નર્મદા નિગમના લિગલ એડવાઈઝર તરીકે કાર્યરત છે.પરેશ પંડ્યાએ બળાત્કાર અને હત્યના ઘણા ગુનાઓમાં આરોપીઓને આજીવન કેદની સજા કરાવવા સહીત જેલના સળિયા ગણાવ્યા છે.
જિલ્લાના MP – MLA વિરુદ્ધ કેસ માટે વિશેષ નિમણુંક
સરકારી વકીલ તરીકેની ફરજ ઉપરાંત પરેશ પંડ્યાની ભરૂચ જિલ્લામાં MP – MLA વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં કાર્યદકીય કાર્યવાહી માટે વિશેષ નિમણુંક કરવામાં આવી છે.
ધારાસભ્ય મહેશ વસાવા અને તેમના બે ભાઈને સજા અપાવી હતી
વર્ષ ૨૦૦૯ માં કોંગ્રેસના અગ્રણી બાલુભાઈ વસાવા ઉપર હુમલાની ઘટના બની હતી. આ મામલામાં ધારાસભ્ય મહેશ વસાવા અને તેમના ભાઈઓ સામે કેસ ચાલ્યો હતો. આરોપીઓ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્રો હતા. સરકાર તરફે સરકારી વકીલ પરેશ પંડ્યાએ દલીલો કરી હતી જે મામલામાં ત્રણેય આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.
વર્ષ 2020 માં પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું
સપ્ટેમ્બર 2020 માં પરેશ પંડ્યાએ કોઈક કારણોસર પદ ઉપરથી રાજીનામુ ધરી દીધું હતું જોકે સરકારે તેનો અસ્વીકાર કરી કામગીરી ચાલુ રાખવા સૂચના આપી હતી. આ ઘટના બાદ તેઓ વિશેષ ચર્ચામાં રહેવા લાગ્યા હતા જેમણે કાંકરિયા ધર્માંતરણ કેસમાં એકપણ આરોપીને જમીન ઉપર ન છૂટે તેવા પ્રયાસો કરતા સરકાર અને સ્થાનિકોમાં તેમની અલગ છાપ ઉભી થઇ હતી જે બાદ તેમને જિલ્લા સરકારી વકીલની વિશેષ કામગીરી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.