BHARUCH : આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિમાયા
ધર્માંતરણના સંવેદનશીલ મામલામાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક કરવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી. જેમાં સરકાર દ્વારા ભરૂચ પોલીસની ભલામણ ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂક કરાઈ છે.
આમોદ તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે વિદેશી ફન્ડિંગથી 150 આદિવાસીઓનું કરાયેલ ધર્માંતરણની ઘટનામાં ભરૂચ જિલ્લા પોલીસની ભલામણને ધ્યાને લઇ રાજ્ય સરકારે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર(Special public prosecutor) તરીકે પરેશ પંડ્યા(Paresh Pandya)ની નિમણુંક કરી છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામેથી લોભ, લાલચ, પ્રલોભનો આપી 150 આદિવાસીઓના કરવાયેલા ધર્માંતરણનો ઘટસ્ફોટ થયો હતો. વિદેશી ફન્ડિંગના જોરે કરાયેલા ધર્મ પરિવર્તનમાં ઉત્તરપ્રદેશ અને વડોદરા સાથે જોડાયા હતા. સલાઉદ્દીન શેખ, ઉંમર ગૌતમ અને મૂળ નબીપુરના અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા અબ્દુલ્લા ફેફડાવાલાનું કનેક્શન આ સમગ્ર મામલે બહાર આવ્યું હતું.
ભરૂચ પોલીસે પણ ફેફડાવાલા સહિત 9 આરોપી સામે ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં રિમાન્ડ અને તપાસ દરમિયાન ઘણી હકીકતો બહાર આવી હતી.
ધર્માંતરણના સંવેદનશીલ મામલામાં ભરૂચ જિલ્લા પોલીસે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક કરવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી. જેમાં સરકાર દ્વારા ભરૂચ પોલીસની ભલામણ ગ્રાહ્ય રાખી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પરેશ પંડ્યાની નિમણૂક કરાઈ છે. ધર્માંતરણ મામલે હવે ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યા સરકાર તરફ કેસ લડશે. તેઓએ સરકારી વકીલ તરીકે બળાત્કાર , હત્યા અને રાજકીય હુમલાઓ સહિતના ગંભીર કેસોમાં આરોપીઓને સજા ફટકારવમાં સફળ ભૂમિકા ભજવી છે.
આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે ભરૂચના (Bharuch) બહુચર્ચીત કાંકરિયા ધર્માંતરણ કેસમાં (Religion conversion case) પોલીસે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમના 5 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. રિમાન્ડમાં લેવાયેલા આરોપીની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી છે કે, મુસ્લિમો દ્વારા અપાતી 2.5 ટકા જકાતના (Zakat) નાણાંનો ઉપયોગ ધર્મપરિવર્તન માટે કરાયો હતો. આ મામલે ધર્માંતરણની કાર્યવાહીમાં અંદાજીત 150 થી વધુ માણસોએ પોતાનું મૂળ હિન્દુ નામ બદલી મુસ્લિમ નામ ધારણ કરેલ છે. આ અંગે સોગંદનામા, આધારકાર્ડ અને ગેઝેટ બનાવી નામકરણ કરવા સુધીના આધાર પુરાવા મળી આવ્યા છે. તો મોટી સંખ્યામાં ગેઝેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને ફાંસીની સજા બાદ રાજય સરકારનો મોટો નિર્ણય, રાજ્યભરમાં થશે આ કામ