AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHARUCH : ભરૂચ પોલીસની આ કામગીરી માટે તમે પણ કહી ઉઠશો.. સલામ બોસ

ભરૂચ પોલીસે(Bharuch Police) આજે ૧૨ કલાકની અંદર બે એવા કામ કાર્ય કે લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.

BHARUCH : ભરૂચ પોલીસની આ કામગીરી માટે તમે પણ કહી ઉઠશો.. સલામ બોસ
Police Rescue 45 People Near Dahej
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:44 PM
Share

મોટેભાગે પોલીસ ટીકા કે ટિપ્પણીનો સામનો કરતી હોય છે પણ ભરૂચ પોલીસે(Bharuch Police) આજે ૧૨ કલાકની અંદર બે એવા કામ કાર્ય કે લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ(Heart Transplant)માટે સુરતથી અમદાવાદ જતી એમ્બ્યુલન્સને પોલીસે 5 કિમીના ચક્કાજામ(Traffic Jam) છતાં વિસ્તાર માંથી ગણતરીની પળોમાં પસાર કરી તો દહેજ(Dahej) નજીક બોટ ખુંપી જવાના કારણે મધદરિયે ૪૫ લોકોના જીવ પડીકે બંધાતા મરીન પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને સલામત જેટી ઉપર ખસેડયા હતા.

સમુદ્રમાં ફ્સાયેલા 45 પરિક્રમાવાસીઓને બચાવી લેવાયા  સાંજના સુમારે દહેજ મેરિન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર વિપુલ ગાગીયાને દહેજ નજીક લુવારા ગામ પાસે સમુદ્રમાં ૪૫ નર્મદા પરિક્રમાવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા મરીન પોલીસ લુવારા જેટી ઉપર પહોંચી હતી. તપાસ કરતા જાગેશ્વરથી નર્મદા પરિક્રમા પૂર્ણ કરવા ૪૫ પરિક્રમાવાસીઓ બોટમાં લુવારા તરફ રવાના થયા હતા. ભરતી ઉતરવાના કારણે સમુદ્રમાં વચ્ચે બેટ ઉપસી આવ્યો હતો જે બેટમાં બોટ ખુંપી ગઈ હતી. આ બોટમાંથી ભાર ઉતરી બોટ બહાર કાઢવી શક્ય ન હતી તો પાણીની થાપતોના કારણે બોટ પલ્ટી જવાનો ભય હતો. ૪૫ લોકોના જીવ જોખમમાં જણાતા મરીન પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ પરિક્રમાવાસીઓને સલામત મધ દરિયે બીજી બોટમાં ખસેડી જેટી સુધી પહોંચાડયા હતા. પોલીસ અધિકારી વિપુલ ગાગીયાએ જણાવ્યું હતું કે સમુદ્રમાં ભરતી ઉતરવાના કારણે બોટ ચાલકને અંદાજ ન રહેતા બોટ ખુંપી હતી. ભયભીત બોટ સવારોને સલામત કિનારે ખસેડવામાં આવ્યા છે.

દર્દીનો જીવ બચાવવા સેંકડો વાહનો વચ્ચેથી એમ્બ્યુલન્સ ગણતરીની પળમાં પસાર કરી  અન્ય એક પ્રસંશીય કામગીરીની વાત કરીએતો જીવ બચાવવાની વધુ એક પ્રસંશીય કામગીરી નબીપુર પોલીસે કરી હતી. નેશનલ હાઇવે ૪૮ ઉપર બ્રીજનું કામ ચાલતું હોવાથી ૪ દિવસથી ચક્કાજામની સ્થિતિ છે. આ સ્થિતિમાં સુરતથી અમદાવાદ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની કામગીરી માટે એમ્બ્યુલન્સ માનવ અંગ સાથે રવાના થી હતી. એક એક મિનિટ કિંમતી હતી તે સંજોગોમાં ૫ કિમીના ટ્રાફિક જામમાં ૨ થી ૩ કલાકનો સમય બગડે તો અંગ ડેન કરનારનું અંગ અને બીમાર વ્યક્તિનું સ્વાસ્થ્ય બન્ને બગડવાનો ભય હતો. નબીપુર પોલીસે પાઈલોટિંગ સાથે રોગ સાઈટ ઉપર પુરપાટ ઝડપે કાફલો દોડાવી ૫ મિનિટ કરતા ઓછા સમયમાં વિસ્તારમાંથી એમ્યુલન્સ પસાર કરાવી હતી. નબીપૂરના સબ ઇન્સ્પેકટર જે એમ જાડેજાએ જણાવ્યું હતું કે એમ્બ્યુલન્સ આગળ પાયલોટિંગ વેન દોડાવાઈ હતી. જોખમી છતાં અંત્યંત જરૂરી હોવાથી પોલીસે આ કામગીરી સાથે બીમારીનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ  ચુડાસમાએ જણાવ્યું હતું કે બન્ને મામલાઓમાં કોઈનો જીવ બચાવવો એ પોલીસની પ્રાથમિકતા હતી માટે પોલીસે શક્ય એ હદે મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો હતો. બંને મામલાઓમાં પોલીસને સફળતા પણ મળી છે તે ગર્વની બાબત ગણી શકાય તેમ છે.

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આણંદની મુલાકાતે, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પ્રી વાઇબ્રન્ટ સમીટમાં રહેશે ઉપસ્થિત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">