AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા, વાલીઓના ટોળાએ હેડમાસ્ટર પર હુમલો કરીને શાળામાં કરી તોડફોડ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ગઈકાલે, શાળાના ધોરણ 10ના એક વિદ્યાર્થી નયન પર તેના જ શાળાના સાથી વિદ્યાર્થીઓ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

Breaking News : ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા, વાલીઓના ટોળાએ હેડમાસ્ટર પર હુમલો કરીને શાળામાં કરી તોડફોડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2025 | 12:44 PM
Share

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ગઈકાલે, શાળાના ધોરણ 10ના એક વિદ્યાર્થી નયન પર તેના જ શાળાના સાથી વિદ્યાર્થીઓ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નયનનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ઘટના એક અઠવાડિયા પહેલા શાળામાં થયેલા એક નાના ઝઘડાની અદાવત કારણભૂત હતી. શાળા છૂટ્યા બાદ, હુમલાખોર કિશોરે પોતાની બેગમાંથી છરી કાઢીને નયન પર હુમલો કર્યો હતો. શરૂઆતમાં, પોલીસને એવું લાગ્યું હતું કે સાતથી આઠ વિદ્યાર્થીઓએ મળીને આ હુમલો કર્યો હતો. પરંતુ, પોલીસની પૂછપરછમાં હુમલાખોર કિશોરે કબૂલાત કરી છે કે તેણે એકલા હાથે આ કૃત્ય કર્યું હતું. હાલમાં પોલીસ કિશોર સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

અમદાવાદના ખોખરામાં વિદ્યાર્થીના મોતનો મુદ્દો વકર્યો છે. વિદ્યાર્થીના મોત બાદ પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પોલીસની હાજરીમાં જ સ્કૂલમાં 500 લોકોથી વધુના ટોળાએ હેડ માસ્ટર પર હુમલો કર્યો છે. તેમજ શાળામાં પણ તોડફોડ કરાઈ છે. શિક્ષકો અને સિક્યુરિટી ગાર્ડ પર પણ હુમલો કર્યો હતો. લોકોએ પોલીસની વાન રોકી ચક્કાજામ કર્યો છે. ખોખરા સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો કરાયો હતો. હુમલા બાદ ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થયું હતું.

શાળાના વિદ્યાર્થીની, વિદ્યાર્થીએ જ કરી હત્યા

ઉલ્લેખનીય છે, અમદાવાદના ખોખરામાં આવેલી આ સ્કૂલના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર ચપ્પુ માર્યું હતું. જે બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર હેઠળ મોત થયું. ઈજાગ્રસ્ત ધોરણ 10ના વિદ્યાર્થી નયનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. છરી મારનારો વિદ્યાર્થી પણ ધોરણ 10માં અભ્યાસ કરે છે. સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં કિશોરે છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કરનારો કાયદાના સંઘર્ષમાં આવેલો વિદ્યાર્થી કિશોર શાહઆલમનો રહેવાસી. મૃતક વિદ્યાર્થીને છરી મારનારા કિશોરની ખોખરા પોલીસે CCTVના આધારે અટકાયત કરી છે.

વિદ્યાર્થીઓ શાળામાં દારુની બોટલ લાવતા હોવાનો આક્ષેપ

ખોખરામાં વિદ્યાર્થીના મોતનો મુદ્દો વકરતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્થિત સેવન્થ ડે સ્કૂલમાં કેટલાંક વિદ્યાર્થી નોનવેજ લાવી અન્યને બળજબરીથી ખવડાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શાળામાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ પગલાં ન લીધાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કેટલાંક વિદ્યાર્થીઓ દારૂની બોટલો લાવતા હોવાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વાલીઓએ શાળાના સંચાલક મંડળ સામે રોષ ઠાલવ્યો છે.

(With input – Mihir soni, Narendra Rathod ) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">