Panchmahal: ગોધરા નગરપાલિકા દ્વારા વેરામાં 40 ટકાનો વધારો ઝીંકાયો, શહેરમાં સાફ સફાઇનો અભાવ, ઠેરઠર ગંદકીના ઢગલા
પાલિકા દ્વારા વિવિધ સોસાયટી વિસ્તારોમાં મૂકવામાં આવેલા કચરા કન્ટેઇનરો કચરાથી ઉભરાઇ ગયા હોવા છ્તાં પણ તેની સાફસફાઇ કરવામાં આવતી નથી. પાલિકા દ્વારા ગંદકીની સાફસફાઇના અભાવે શહેરમાં મચ્છરોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
Panchmahal: ગોધરા નગરપાલિકા (Godhra Municipality)દ્વારા શહેરીજનો પાસેથી વસૂલવામાં આવતા વેરામાં 40% જેટલો વેરામાં વધારો ઝીંકવામાં આવ્યો છે. તો બીજી તરફ પાલિકા દ્વારા શહેરમાં સાફસફાઈનો (cleaning) ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તો સાથે સાથે રોગચાળો પણ વધુ વકર્યો હોવાનું સામે આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગોધરા નગરપાલિકા દ્વારા વિવિધ રહેણાંક વિસ્તારોમાં ગંદકીની સાફ સફાઈ કરવામાં આવતી નથી. જેને લઈને શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
ગોધરા શહેરના મન્સૂરી સોસાયટી , ગુલશન સોસાયટી, તેમજ ભૂરાવાવ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી વિસ્તારોમાં હાલ ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, પાલિકા દ્વારા વિવિધ સોસાયટી વિસ્તારોમાં મૂકવામાં આવેલા કચરા કન્ટેઇનરો કચરાથી ઉભરાઇ ગયા હોવા છ્તાં પણ તેની સાફસફાઇ કરવામાં આવતી નથી. પાલિકા દ્વારા ગંદકીની સાફસફાઇના અભાવે શહેરમાં મચ્છરોનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
જેને લઈને રોગચાળો પણ વકર્યો છે, ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાંથી છેલ્લા 15 દિવસમાં ગુલિયન બારી સિન્ડ્રોમના 20 ઉપરાંત કેસો મળી આવ્યા છે. જેમાંથી સરકારી ચોપડે 1 નું મોત પણ નોંધાયું છે. જયારે બિન સત્તાવાર રીતે આજ રોગથી 4 વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. છતાંપણ પાલિકા દ્વારા ગંદકીની સાફ સફાઈ માટે ખાસ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે શહેરીજનો માંગ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા એક તરફ સફાઈવેરામાં 40% જેટલો વધારો કરવામાં આવ્યો છે.
છતાંપણ પાલિકા દ્વારા સાફસફાઈ કરવામાં આવતી નથી. જેથી કરી પાલિકા દ્વારા સાફસફાઈ નિયમિતપણે કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સમગ્ર બાબતે પાલિકાના પ્રમુખના મતે હાલમાં પાલિકા પાસે જેટલો સફાઈનો સ્ટાફ છે તેના આધારે સફાઈ કામગીરી કરવામાં આવી જ રહી છે. અને ખાસ કરીને આ રોગચાળો જે વિસ્તારોમાં વધારે છે તે વિસ્તારોમાં પણ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પાલિકા પ્રમુખના દાવા અને શહેરમાં જોવા મળતા ગંદકીના દ્રશ્યો કઈંક અલગ જ છે.
આ પણ વાંચો : Ahmedabad : માધુપુરામાં જાહેરમાં પ્રેમિકાની હત્યા કરનાર પાગલ પ્રેમીની ધરપકડ, જાણો હત્યાનું શું છે રહસ્ય ?
આ પણ વાંચો : Valsad: યુક્રેન યુદ્ધના કારણે આયાત-નિકાસમાં ઘટાડાના પગલે વાપીના ઉદ્યોગો પણ મુશ્કેલીમાં મુકાયા