AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢમાં લીલી પરિક્રમાના આરંભ પહેલા આક્રોશ, વહીવટી તંત્રની કામગીરી સામે સાધુ સમાજમાં રોષ, બહિષ્કારની આપી ચીમકી

લીલી પરિક્રમા પહેલા જૂનાગઢમાં સાધુ સંતોમાં નારાજગી જોવા મળી રહી છે. પરિક્રમામાં સુવિધાઓ પર, સાધુ સંતોમાં ફૂટ પડાવવા પર અને સનાતન પર પ્રહાર કરવા જેવા તમામ મુદ્દાઓેને લીધે હાલ પરિક્રમાની શરૂઆત વિવાદમાં આવી છે

જૂનાગઢમાં લીલી પરિક્રમાના આરંભ પહેલા આક્રોશ, વહીવટી તંત્રની કામગીરી સામે સાધુ સમાજમાં રોષ, બહિષ્કારની આપી ચીમકી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2023 | 12:19 AM
Share

જુનાગઢમાં 23 નવેમ્બરને દેવદિવાળીથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે, એ પહેલા જ વિવાદ શરૂ થયો છે. લીલી પરિક્રમા પહેલા જૂનાગઢમાં સાધુ સંતોમાં નારાજગી જોવા મળી રહી છે. પરિક્રમામાં સુવિધાઓ પર, સાધુ સંતોમાં ફૂટ પડાવવા પર અને સનાતન પર પ્રહાર કરવા જેવા તમામ મુદ્દાઓેને લીધે હાલ પરિક્રમાની શરૂઆત વિવાદમાં આવી છે. જિલ્લા કલેક્ટર અને વન અધિકારીનું માનવું છે કે તમામ સુવિધા પ્રત્યે પુરતુ ધ્યાન રખાયું છે. ત્યારે સાધુ સંતો ઉદ્ઘાટનનો બહિષ્કાર કરીને લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

સાધુ સમાજે પરિક્રમાના બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

23થી 27 નવેમ્બર સુધી જૂનાગઢમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે.. જો કે, પરિક્રમા પહેલા વિવાદ શરૂ થયો છે. અધિકારીઓ અને સાધુ-સંતો વચ્ચે વિવાદ થયો છે. પરિક્રમાના ઉદઘાટનના બહિષ્કાર સુધી પહોંચી છે. પરિક્રમા પહેલા જ સાધુ સમાજમાં વહીવટી તંત્ર તેમજ અધિકારીઓ સામે આક્રોશ વધ્યો છે. સાધુ સમાજમાં અધિકારીઓ ભાગતા પાડતાં હોવાનો આક્ષેપ છે. દત્તાત્રેય શિખરના મહંત મહેશગીરી બાપુએ સાધુ-સંતો સાથે આ અંગે અવાજ ઉઠાવ્યો છે અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ગિરનારમાં વિકાસ નથી, પરિક્રમાં રૂટ પર લાઈટની સુવિધા નથી- મહેશગીરી બાપુ

હમણાં જ લીલી પરિક્રમાને લઈને વહીવટી તંત્રે બેઠક બોલાવી હતી. પરિક્રમાના પાંચ દિવસ અગાઉ બેઠક બોલાવાય તેને સાધુ સમાજે અયોગ્ય ગણાવી હતી. તે વખતે પણ મહેશગીરી બાપુએ નારાજગી સાથે રજૂઆતો કરી હતી અને સનાતન ધર્મના કાર્યક્રમમાં રાજકીય વિવાદ થતો હોવાનો દાવો કર્યો હતો. રજૂઆતો બાદ હવે વિવાદ વકર્યો છે અને શાબ્દિક પ્રહાર કર્યા છે. ગિરનારમાં વિકાસ નથી, પરિક્રમના રૂટ પર લાઈટની સુવિધા નથી. તિર્થસ્થાનમાં વિધર્મીઓને વેપાર માટે પરવાનગી આપતા સાધુ સમાજે વિરોધ કર્યો છે.

ઉદ્દઘાટન સમારોહના બહિષ્કાર સાથે સાધુ સમાજે એ પણ સ્પષ્ટતા કરી છે કે, પરિક્રમા યથાવત્ રહેશે. લોકો બહોળી સંખ્યામાં આવે પરંતુ પાસ આપવામાં પણ ભેદભાવ થાય છે તેની સામે વિરોધ છે. જો ભેદભાવ કરાશે તો અધિકારીના સગા-વહાલાઓની ગાડીઓને પણ રોકવામાં આવશે. બીજી તરફ વન વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે અમારા દ્વારા તમામ સાધુ-સંતોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જે સાધુ-સંતો હાજર રહ્યા તેમણે અમારી સાથે રહીને રૂટનું નિરીક્ષણ પણ કર્યું છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

g clip-path="url(#clip0_868_265)">