ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા 28 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે આ આઠ મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 6 વાગે સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજય સરકારે આ અગાઉ 17 ઓગષ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતોગુજરાતના આઠ મહાનગરો અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાંમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ રહેશે. તેમજ હાલ કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે 28 જુલાઇ 2021ના રોજ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપી હતી. જેમાં રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવ્યા હતા. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં હતો તેની સમય મર્યાદા 1 કલાક ઘટાડવામાં આવી હતી. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો હતો તે 31 જૂલાઈ થી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રસ્તાથી લઇ વર્કપ્લેસ સુધી મહિલાઓને સલામતી અને આદરનો એહસાસ કરાવો સામૂહિક જવાબદારી : પીએમ મોદી
આ પણ વાંચો : Dhanbad Judge Death: હત્યારાઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને 5 લાખ રૂપિયાનું ઈનામ મળશે, સીબીઆઈએ કરી જાહેરાત