રસ્તાથી લઇ વર્કપ્લેસ સુધી મહિલાઓને સલામતી અને આદરનો એહસાસ કરાવો સામૂહિક જવાબદારી : પીએમ મોદી

TV9 GUJARATI

|

Updated on: Aug 15, 2021 | 5:25 PM

બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાનને મજબૂત કરવા માટે દેશની દીકરીઓ હવે સૈનિક શાળાઓમાં પણ અભ્યાસ કરી શકશે.  તેમણે કહ્યું કે, આજે હું દેશવાસીઓ સાથે ખુશી વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓના સંદેશા મળતા કે તેઓ પણ સૈનિક શાળામાં ભણવા માંગે છે.

રસ્તાથી લઇ વર્કપ્લેસ સુધી મહિલાઓને સલામતી અને આદરનો એહસાસ કરાવો સામૂહિક જવાબદારી : પીએમ મોદી
PM Modi

Follow us on

પ્રધાનમંત્રી મોદીએ રવિવારે કહ્યુ કે રસ્તાથી લઇ વર્કપ્લેસ સુધી મહિલાઓમાં સલામતી અને આદરનો એહસાસ સુનિશ્ચિત કરાવવા માટે પ્રશાસન, પોલિસ,ન્યાયિક વ્યાવસ્થા સાથે દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવવી પડશે. આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાને જાહેરાત કરી કે હવે દેશની તમામ સૈનિક શાળાઓના દરવાજા છોકરીઓ માટે પણ ખોલવામાં આવશે.

“આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ (સ્ત્રીઓ) ને સમાન તકો મળે અને રસ્તાથી કાર્યસ્થળ સુધી સલામત અને સન્માન અનુભવે  આ માટે દેશના વહીવટીતંત્ર, પોલીસ, ન્યાયતંત્ર અને દરેક નાગરિકે પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવી પડશે.   તેમણે કહ્યું કે તે દેશ માટે ગૌરવની વાત છે પછી ભલે તે શિક્ષણ હોય કે રમતગમત, બોર્ડ પરીક્ષાઓના પરિણામો અથવા ઓલિમ્પિક મેડલ દેશની દીકરીઓ અભૂતપૂર્વ પ્રદર્શન કરી રહી છે.

દેશની દીકરીઓ સૈનિક શાળામાં અભ્યાસ કરશે

તેમણે કહ્યું કે, “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનને મજબૂત કરવા માટે દેશની દીકરીઓ હવે સૈનિક શાળાઓમાં પણ અભ્યાસ કરી શકશે.  તેમણે કહ્યું કે, આજે હું દેશવાસીઓ સાથે ખુશી વહેંચી રહ્યો છું. મને લાખો દીકરીઓના સંદેશા મળતા કે તેઓ પણ સૈનિક શાળામાં ભણવા માંગે છે.

સૈનિક શાળાઓના દરવાજા તેમના માટે પણ ખોલવામાં આવે  બે-અઢી વર્ષ પહેલા દીકરીઓને પ્રવેશ આપવાનો પ્રયોગ મિઝોરમની સૈનિક શાળામાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. હવે સરકારે નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક શાળાઓ પણ દેશની દીકરીઓ માટે ખોલવામાં આવશે.

આપને જણાવી દઇએ કે હાલમાં દેશમાં 33 સૈનિક શાળાઓ કાર્યરત છે. સૈનિક શાળાઓનું સંચાલન સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે. જે સંરક્ષણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે. સૈનિક શાળાઓની સ્થાપનાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને નાનપણથી જ ભારતીય સશસ્ત્ર દળોમાં પ્રવેશ માટે તૈયાર કરવાનો હતો.

આ પણ વાંચોIndependence Day 2021: જાણો સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

આ પણ વાંચો :Independence Day : આજે માત્ર ભારત જ નહિ, આ દેશોનો પણ છે સ્વતંત્રતા દિવસ, જુઓ Photos

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati