AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari: હાઇવે નજીક ચેઇન સ્નેચિંગ ઘટનામાં નવસારીની મહિલાનું 5 દિવસની સારવાર બાદ મોત

Navsari News : બ્રિજની નીચે બાઇક પર સવાર ચોર ગેંગને જેવો મોકો મળ્યો તેવામાં જ ચેઇન આચકી લઈને ફરાર થવા જતાં અચાનક બાઇક પર સવાર મહિલાને જોરદાર આંચકો લગતા પતિની પાછળ બેઠેલ રંજનબેન ગાડી પરથી કાબૂ  ગુમાવતાં નીચે પટકાયા હતા.

Navsari: હાઇવે નજીક ચેઇન સ્નેચિંગ ઘટનામાં નવસારીની મહિલાનું 5 દિવસની સારવાર બાદ મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 7:23 PM
Share

નવસારી જિલ્લાના જલાલપુરની શિવગંગા સોસાયટીમાં રહેતા 50 વર્ષીય રંજનબેન પાઘડાળ એમના પતિ સાથે બાઈક પર બેસીને 18 તારીખે શનિવારે સુરત ખાતે પોતાના ભાઈના ઘરે ગયા હતા ત્યાંથી આ દંપતી તારીખ 19ના રવિવારના રોજ પરત પોતાના ઘરે નવસારી આવવા સવારે નીકળ્યા હતા.

દંપતિ પોતાની બાઈક ઉપર નવસારી નજીક નેશનલ હાઈવે નંબર 48 સ્થિત ધોળાપીપળા બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક બાઈક પર સવાર બે અજાણ્યા ધુમ સ્ટાઇલમાં આવ્યા અને પાછળની સીટ પર બેઠેલા રંજનબેનના ગળામાંથી સોનાની ચેન આચકી લઈને બાઇક સવાર બંને આરોપી ફરાર થયા હતા. આ ચેઈન સ્નેચીંગની ઘટનામાં રસ્તા પર પટકાયેલી મહિલાને માથામાં ગંભીર ઈજા થતા કોમામાં સરી પડ્યા બાદ આજે મૌતને ભેટી. મહત્વનું છે કે આ ઘટનાની તપાસ અને આવી ઘટના ફરી નહિ બને તે માટે પોલીસ વવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી.

સુરત ઘર જોવા ગયેલી મહિલા ફરી પોતાનું મૂળ ઘર ન જોઈ શકી

નસવારીમાં રહેતા રંજનબેન અને તેમનો પરિવાર સુરતમાં સ્થાઈ થવાનું વિચારતા હતા. જે માટે તેઓ સુરતમાં ઘર જોવા પોતાના ભાઈની ઘરે ગયા હતા. જ્યાંથી તારીખ 19 ના રોજ સવારે આ દંપતી ભાઈને જમાડીને પરત નવસારી ફરી રહ્યા હતા. પરંતુ તેના સુરત રહેતા ભાઈ ચંદુભાઈને આવો વિચાર પણ નહિ આવ્યો હતો કે હવે પછી મારી બહેન મને ખાવાનું બનાવીને નહિ ખવડાવે. અચાનક રસ્તામાં બનેલી આ ઘટનાને લઈ સમગ્ર પરિવારમાં શોક વ્યાપ્યો છે.

વેન્ટિલેટર દૂર કર્યા બાદ વહેલી સવારે થયું મોત

બ્રિજની નીચે બાઇક પર સવાર ચોર ગેંગને જેવો મોકો મળ્યો તેવામાં જ ચેઇન આચકી લઈને ફરાર થવા જતાં અચાનક બાઇક પર સવાર મહિલાને જોરદાર આંચકો લગતા પતિની પાછળ બેઠેલ રંજનબેન ગાડી પરથી કાબૂ  ગુમાવતાં નીચે પટકાયા હતા. જોકે તેમને માથામાં ગંભીર ઇજાઓ થતાં તુરંત હાઇવે પર આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. જ્યાં તેમની તપાસ કરતાં ફરજ પરના ડોક્ટરે તેમને કોમામાં હોવાનું જણાવ્યું હતું તારીખ 19 થી આજ દિન સુધી એટેલેકે છેલ્લા પાંચ દિવસથી રંજનબેન ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલેજ તેમનું વેન્ટિલેટર દૂર કર્યા બાદ આજે વહેલી સવારે તેમનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

ચેઇન સ્નેચિંગની ઘટનાના રુટ પર પોલીસ તપાસ સઘન, 5 ટીમ બનાવાઇ

કોઈ પણ મોટી ઘટનાબને એટલે સામાન્ય રીતે ગુનો નોંધાય છે અનેટપાસ હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ આહી આ કેસમાં કઈક અલગ પ્રકારે શોધ કરી રહી છે. ઘટનાની તપાસ માટે હરકતમાં આવેલી નવસારી ગ્રામ્ય પોલીસ સાથે LCB, SOG, DYSP, SP સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આરોપીને સોધવા માટે સુરતથી નીકળેલા દંપતીના રૂટમાં આવતા એન્ટ્રી થી લઈ એકઝીટ સુધી તમામ લોકેશનના સીસીટીવી ફૂટેજનુ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ અજાણ્યા ચેઇન સ્નેચિંગના આરોપી વિરુદ્ધ પોલીસ અટેમ્પટ ટુ મર્ડર 308 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં બનતા વિવિધ ચોરી ધાડ, લુંટ સહિતના ગુનાઓમાં પોલીસ સતર્ક રહી કામગીરી કરી તો રહી છે સાથે રીઢા ચોરોને સબક સિખાવી જો આગળ કાર્યવાહી કરવામાં આવે તો આ ચેઇન સ્નેચિંગ જેવા બનતા અને આ બનાવમાં શહેરી જનોના જતા જીવ બચી શકે.

નવસારી જિલ્લામાં બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનામાં બે બુકાનીધારી સ્નેચરો ચેઇન ખેંચી ફરાર થયા હતા. અને આ ઘટનામાં રસ્તા પર પટકાયેલી મહિલાને માથામાં ગંભીર ઈજા થતા કોમમાં ગયા બાદ મોત નીપજ્યું પરંતુ આવી ઘટના ફરી વાર નહિ બને તે માટે પોલીસ વિભાગ પણ હાલ સતર્ક બન્યું છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">