ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 બોર્ડની 14 માર્ચથી 30માર્ચ સુધી પરીક્ષા યોજાનાર છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાને લઇને માનસિક ડર અને અનેક પ્રકારની ચિંતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલા માનસિક ડરને દૂર કરવા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ આવકારદાયક પ્રયાસ હાથ ધર્યો છે. નવસારીમાં તંત્ર દ્વારા પરીક્ષા સાથી હેલ્પલાઇનની શરૂઆત કરાઈ છે.
આ પણ વાંચો : Navasari: નગરપાલિકાએ વધારેલા વેરા સામે વેપારીઓમાં રોષ, વેરામાંથી મુક્તિ આપવાની માગ
વિદ્યાર્થીઓ તથા વાલીઓની બોર્ડની પરીક્ષાને લઇને તમામ સમસ્યાનું સમાધાન આ હેલ્પલાઈન પર મળી રહેશે. અલગ અલગ વિષયોના નિષ્ણાંતો અને મનોચિકિત્સકની ટીમ આગામી 30 માર્ચ સુધી આ હેલ્પલાઇન પર કાર્યરત રહેશે. તેમજ આ નિષ્ણાંતોના નંબરની યાદી દરેક શાળાના નોટિસ બોર્ડ પર પણ લગાવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગની વેબસાઈટ તથા ટ્વીટર એકાઉન્ટ પર પણ આ તમામ માહિતી મુકવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જિલ્લા શિક્ષણ વિભાગની આ પહેલથી વિદ્યાર્થીઓને તેમને મૂંઝવતા પ્રશ્નોમાંથી મુક્તિ મળશે.
પરીક્ષામાં ફરજ બજાવતા કર્મચારીઓને આઇ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને તેના સિવાયના કોઇ વ્યક્તિ શાળામાં પ્રવેશ ન કરે તેની પણ તકેદારી શાળા સંચાલકો અને આચાર્યએ રાખવાની રહેશે. પરીક્ષાર્થીઓનું સ્વાગત ગોળ-ધાણાથી કરવામાં આવશે અને ગરમીના સમયમાં વર્ગ ખંડમાં જ વિદ્યાર્થીઓને પીવાનું પાણી આપવામાં આવશે.