Heavy Rain : નવસારી જિલ્લાના સતત વરસાદ વચ્ચે નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો, તંત્ર બન્યું સતર્ક, જુઓ Video

|

Jul 24, 2024 | 3:57 PM

સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે.

Heavy Rain : નવસારી જિલ્લાના સતત વરસાદ વચ્ચે નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો, તંત્ર બન્યું સતર્ક, જુઓ Video

Follow us on

નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડતાં વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. કલાકે-કલાકે જળસ્તરમાં વધ-ઘટ થઈ રહી છે.

નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજરોજ તા.24-07-2024 સવારના 10 વાગ્યા સુધી કાવેરી નદી 18 ફુટ પાણીની સપાટી સાથે તેના ભયજનક સપાટી 19 ફુટથી ફક્ત એક ફુટની દુરી ઉપર હતી. પરંતું બપોરે 12 વાગ્યા સુધીમાં ઉપરવાસ અને જિલ્લામાં વરસાદ ઓછો થતા હાલ કાવેરી નદી 14.50 ફુટ ઉપર નદી વહી રહી છે. જ્યારે પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે.

અંબિકા નદી હાલ 23.61 ફુટ જળ સપાટી સાથે તેની ભયજનક સપાટી 28 ફુટથી 04.39 ફુટ દુર છે. આ સાથે પૂર્ણા નદી 22 ફુટની સપાટી સાથે તેની ભય જનક સપાટી કુલ-23 ફુટ પર પહોંચી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

નવસારી જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. નદીઓના જળસ્તર વધતા અમુક અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જલાલપોર તાલુકાના વાડા ગામમાં કરોડીવાસ ફળીયામાં 12 જેટલા ઘરોમાં અડધાથી એક ફુટ સુધીનું પાણી ભરાતા 40 જેટલા લોકોને ઉંચાણવાળી જગ્યાએ પ્રાથમિક શાળા વાડા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે.

નવસારી શહેરમાં રેલ રાહત કોલોની ખાતે ખાડીના પાણી 25 જેટલા ઘરોમાં ભરાય જવાથી રેલરાહત કોલોની ખાતે આવેલ આંગણવાડીમાં તમામ 20 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અન્ય 30 જેટલા લોકો આજુબાજુના ઊંચા મકાનોમાં હાલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતર કરેલા લોકોની આરોગ્ય તપાસ કરી જરૂરી દવા વિતરિત કરવામાં આવી હતી.

(input : Information Dep. Navsari)

Published On - 3:11 pm, Wed, 24 July 24

Next Article