Navsari : નવસારીમાં રહેતી આ છત્તીસગઢની સોના પારખું જાતિ જે ધૂળ માંથી શોધી કાઢે છે સોનું, જાણો સોનાના શોધની કહાની

દુનિયામાં સૌથી મોંઘી કોમોડિટી એટલે શું એ જ શબ્દો સૌ કોઈના મુખે આવી જતો હોય છે પરંતુ હકીકત સોના કરતા પણ બીજું એક કોમોડિટી છે કે જેની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો એક ગ્રામની કિંમત 434.93 લાખ કરોડ છે. હા એ કોમોડિટી નું નામ છે "એન્ટીમીટર" પરંતુ આ કોમોડિટી ને ખરીદવું મધ્યમ વર્ગીય માટે શક્ય નથી ત્યારે સોનુ ખરીદીને આત્મસંતોષ માનવો પડે છે.

Navsari : નવસારીમાં રહેતી આ છત્તીસગઢની સોના પારખું જાતિ જે ધૂળ માંથી શોધી કાઢે છે સોનું, જાણો સોનાના શોધની કહાની
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 6:10 PM

સોનામાં રોકાણ કરીને લોકો સુરક્ષિત રોકાણનો અનુભવ કરતા હોય છે. ત્યારે સોનાની કીમતી વસ્તુના એક એક કણને શોધવા માટે નવસારીની એક છત્તીસગઢની આદિવાસી કોમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભ્રમણ કરે છે અને પોતાની સોના પારખું દૃષ્ટિને કારણે ધૂળમાંથી પણ સોનાના રજકણો શોધી કાઢે છે.

નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં ત્રણ પેઢીથી વસવાટ કરતા છત્તીસગઢના આદિવાસી જ્ઞાતિના 100 જેટલા પરિવારો દક્ષિણ ગુજરાતના સોની અને સોનાના ઘરેણા બનાવતા જ્વેલર્સના આજુબાજુ માં ફરીને ધૂળમાંથી સોનાના રજકણો ભેગા કરીને ભઠ્ઠીમાં નિસ્યંદનની પ્રક્રિયાથી સોનુ અને ચાંદી છૂટું પાડીને ત્રણ પેઢીઓથી ગુજરાન ચલાવે છે.

પોતાની આદિવાસી પરંપારિક વેશભૂષામાં માથે માટીની તાવડી, બ્રશ, ટબલર અને માટી ભરવા માટે સુપડી લઈને ગણતરીના જેટલા પરિવારોમાંથી 7 થી 70 લોકો રોજ ગ્રુપ બનાવીને દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરી વિસ્તારોમાં જ્યાં સોની ઘરેણા બનાવવાનું કામ કરે છે અથવા તો જ્વેલર્સની દુકાનો આવી છે એવા વિસ્તારોમાં ફરે છે અને જ્વેલર્સ તથા ઘરેણા બનાવનાર કારીગરોના વિસ્તારોમાં અથવા તો ઘરેણા બનાવતા કંપનીની આજુબાજુ માંથી ધૂળ ભેગી કરે છે અને પોતાના ઘરે લાવીને સમગ્ર જાતિના લોકો નિસ્યંદનની પ્રક્રિયામાં જોડાઈ છે.

Black Pepper Benefits : ઓશિકા નીચે કાળા મરી રાખી સુવાના ચોંકાવનારા ફાયદા જાણો
કરોડપતિ એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો ક્રિકેટર શિખર ધવન ? શું છે વાયરલ ફોટોનું સત્ય
ઇકોનોમી ક્લાસમાં કેટલો હોય છે એર હોસ્ટેસનો પગાર ?
અમિતાભ બચ્ચને ફિટ રહેવા માટે વર્ષો પહેલા છોડી દીધી હતી આ 4 વસ્તુઓ
ક્યાં અને કેવા હાલમાં છે 'ડોન'ની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ મોનિકા બેદી, જુઓ તસવીર
Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર

આ ભેગી કરેલી ધૂળ માંથી નીકળતું સોનું અને ચાંદી છૂટું પડે છે. સમગ્ર જાતિના લોકોએ એક જ જગ્યાએ ધૂળ માંથી સોનુ અને ચાંદી છૂટું પાડવા માટેની ભઠ્ઠી બનાવી છે જેમાં બધા ભેગા થઈને ભઠ્ઠીમાં ધૂળને ઓગાળે છે વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને છેલ્લે સોનાના રજકણો છૂટા પાડે છે અને બજારમાં વેચી ગુજરાન ચલાવે છે.

ત્રણ પેઢીથી નવસારીમાં રહી સોનું અને ચાંદી શોધવાનું કરે છે કામ

છત્તીસગઢ તથા આજુબાજુના વિસ્તારોમાંથી રોજગારી મેળવવા આવેલા આદિવાસી પરિવારો ત્રણ પેઢીથી નવસારીમાં રહે છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી ફરીને સોનુ અને ચાંદી ભેગું કરે છે તેમની વેશભૂષા અને પરિવેશ આજે પણ તેમણે ત્રણ પેઢીઓથી જાળવી રાખ્યો છે.

સોનું શોધવાનું કામ કરતા પરિવારો આજે પણ ભણતરથી વંચિત

21 મી સદીના આધુનિક યુગમાં તમામ લોકોને શિક્ષણ મળે તેવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ આ પરિવારો પાસે પૂરતા પુરાવા ન હોવાના કારણે આજે પણ શિક્ષણ મેળવી શકતા નથી અથવા તો મળવાપાત્ર લાભો મેળવી શકતા નથી. 100 પરિવારોમાં 10 જેટલા બાળકો ભણતા હતા એ પણ વચ્ચેથી ભણતર છોડીને પોતાના પારંપરિક સોનુ શોધવાના ધંધામાં જોડાઈ ગયા છે.

છત્તીસગઢ રાજ્યમાંથી આવીને નવસારીમાં વસેલા પરિવારો વિકાસ ઝંખી રહ્યા છે

ત્રણ પેઢીઓ થી નવસારી શહેરના સિંધી કેમ્પ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારો એક અલગ જ પરિવેશ માં વસવાટ કરી રહ્યા છે નવસારી શહેરના વિકસતા જતા આધુનિક જમાનામાં પણ તેઓ આજે પણ શિક્ષણ રોજગારી અને સરકાર તરફથી મળવાપાત્ર સુવિધાઓ ના અભાવથી પીડાય રહ્યા છે સોનુ શોધવાનું કામ કરતા પરિવારોના અગ્રણી એવા શ્યામભાઈ અને મધુભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા પરિવારોમાંથી કોઈ ભણતું નથી અને ભણે છે એ પણ વચ્ચેથી ભણતર છોડવા માટે મજબૂર બની જાય છે પહેલા સારી એવી માત્રામાં સોનુ અને ચાંદી મળી રહેતું હતું પરંતુ હવે માત્ર ગુજરાત ચલાવવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે..

છત્તીસગઢના આ પરિવારો એ દક્ષિણ ગુજરાત ની તમામ સોનીની દુકાનો, વિસ્તારો તથા ગટરો પણ મોઢે યાદ છે

ત્રણ પેઢી થી ધુળ માંથી સોનુ ચાંદી શોધવાના પારંપરિક વ્યવસાય સાથે સંકળાયેલા આદિવાસી પરિવારોએ સુરત બારડોલી નવસારી બીલીમોરા વલસાડ જેવા મહત્વના જ્વેલર્સના દુકાનોથી માંડીને એ દુકાનોનું પાણી કઈ ગટરમાં જાય છે એની પણ સચોટ માહિતી તેમની પાસે મૌજુદ છે જેના વડે તેઓ સોનાના કણો શોધવામાં સફળ થાય છે. નવસારી શહેરના સો વર્ષ જુના જ્વેલર્સના હિમાંશુભાઈ ચોકસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી આ પરિવાર સોનુ શોધવા માટે અમારા મોટા બજાર વિસ્તારમાં કાયમ આવે છે અને પોતાની રીતે સોનુ શોધવાની કામગીરી કરે છે.

3 પેઢી થી નવસારી માં રહેતા પરિવારો આજે પણ સંગઠિત આદિવાસી વર્ગ તરીકે વસવાટ કરે છે

ત્રણ પેઢીથી નવસારીમાં વસવાટ કરતા છત્તીસગઢના આ આદિવાસી પરિવારો પોતાની પારંપારિક વેશભૂષા ને આજે પણ ટકાવી રાખી છે વર્ષો પહેલા પાંચ જેટલા પરિવારો નવસારીમાં વસવાટ કરવા માટે આવ્યા હતા અને રોજગારી મેળવી રહ્યા હતા પરંતુ હવે આ પરિવારનો વંશવેલો આગળ વધીને 100 પરિવારો થઈ ગયા છે કોઈપણ સુખ દુઃખના પ્રસંગોમાં સાથે મળીને રહે છે અને એકબીજાને મદદરૂપ થઈને પારિવારિક ભાવનાથી જીવવાનું આજે પણ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Navsari : સમાજ સુધારાના જનક, બરોડા સ્ટેટના રાજા સયાજીરાવ ગાયકવાડની કરોડોની અલભ્ય મૂર્તિઓની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટમાં કરોડોની કિંમત !

જ્વેલરી બનાવતી કંપનીઓ કારીગરોને વેક્યુમ દ્વારા ક્લીન કરતા હોવાથી હવે ગટરો તથા રસ્તાઓ પર સોનું ચાંદી મળવું મુશ્કેલ બન્યું

જ્વેલરી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરો ને જ્વેલરી બનાવતી કંપનીઓ વેક્યુમ દ્વારા તેમના સમગ્ર શરીર પરથી સોનાના કણો ખેંચી લેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી જ્વેલર્સ અને ઘરેણા બનાવતા ઉત્પાદકોને વિકસાવેલી ટેકનોલોજીના કારણે સોનુ અને ચાંદી શોધવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારોને કીમતી ધાતુઓ મળવી મુશ્કેલ બની રહી છે. ત્યારે આ પરિવારો નવસારી નગરપાલિકા પાસે અને વહીવટી તંત્ર પાસે અન્ય કોઈ ધંધા રોજગાર મળી રહે તેમ જ બાળકોને શિક્ષણની સુવિધાઓ મળી રહે સરકારની મળવાપાત્ર યોજનાઓના લાભ મળે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
રાષ્ટ્રીય કક્ષાના સમુદ્ધત્સવનું આયોજન, 11 રાજ્યોના સ્પર્ધકોએ લીધો ભાગ
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
ક્ચ્છ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલા સહિત 3 લોકોના મોત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
આ 4 રાશિના જાતકોને પ્રવાસ પર જવાના સંકેત
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">