નવસારીના દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો, વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ

નવસારીથી (Navsari) આશરે 14 કિમી દૂર ઐતિહાસિક દાંડી પંથકમાં કકરાડ વિસ્તાર આવેલો છે. અહીંનો અંદાજે 11 ચોરસ કિમીથી વધુનો ખુલ્લો વિસ્તાર શિયાળાની ઋતુમાં એક સમયે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હતો.

નવસારીના દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો, વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ
દાંડીમાં યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 1:50 PM

નવસારીના દાંડીમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો થયો છે. શિયાળામાં દાંડીના કકરાડ વિસ્તારમાં દેશ-વિદેશથી 210 પ્રજાતિના 1 લાખથી વધુ પક્ષીઓ આવતા હતા. પરંતુ આ વર્ષે પાણીના સંગ્રહ અને ગ્લોબલ વોર્મિંગની અસરથી વિદેશી પક્ષીઓ ઓછા થતા પક્ષી પ્રેમીઓ નિરાશ થયા છે. ઝૂઓલોજીસ્ટનું કહેવું છે કે, કેટલાય સમયથી કકરાડ પંથકમાં ખાસ પાણી રહેતું નથી અને ખોરાક ન મળતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

15 વર્ષથી શિયાળામાં આવે છે વિદેશી પક્ષીઓ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી વિભાગમાં હજારોની સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં 80 ટકા ઘટાડો નોંધાતા પક્ષી પ્રેમીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. નવસારીથી આશરે 14 કિમી દૂર ઐતિહાસિક દાંડી પંથકમાં કકરાડ વિસ્તાર આવેલો છે.

અહીંનો અંદાજે 11 ચોરસ કિમીથી વધુનો ખુલ્લો વિસ્તાર શિયાળાની ઋતુમાં એક સમયે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની ગયો હતો. આજથી 15 વર્ષ અગાઉ અહી શિયાળાની મોસમમાં 210 પ્રજાતિના 1 લાખથી વધુ પક્ષીઓ આવ્યાનું નોંધાયું હતું, જેમાં દેશી ઉપરાંત માઇગ્રેટેડ વિદેશી પક્ષીઓનો પણ સમાવેશ થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ફ્લેમિંગો દેખાતા ઓછા થયા

તે સમયે આ વિસ્તાર શિયાળામાં પક્ષી અભ્યારણ બની ગયો હતો અને સરકાર લેવલે તેના વિકાસની પણ વાતો શરૂ થઈ ગઈ હતી. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. પક્ષીઓની સંખ્યા ઘટતી જ ગઈ છે અને ચાલુ વર્ષે 75 પ્રજાતિના 2 હજારથી ઓછી સંખ્યામાં પક્ષીઓની ગણતરી થઈ છે. મહત્ત્વની વાત એ છે કે, ભૂતકાળમાં જેને ગુજરાતનું રાજ્ય પક્ષી કહેવાય છે એ ફ્લેમિંગો હજારોની સંખ્યામાં આવતા હતા. તે તો જવલ્લે જ જોવા મળી રહ્યાં છે.

વર્ષોથી નવસારી જિલ્લાના દરિયાકિનારે મહેમાન બનીને આવતા પક્ષીઓ નવસારી જિલ્લાના પક્ષી પ્રેમીઓ માટે નવલું નજરાણું બન્યા હતા. જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર આટ દાંડી જેવા દરિયાકિનારાના ખાંજણ વિસ્તારમાં પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હતા અને એ વિસ્તારને બોર્ડ સેન્ચ્યુરી તરીકે વિકસાવવા માટે પણ વનવિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.

પરંતુ પાણીનો સંગ્રહ અને વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારોને કારણે આ વિદેશી મહેમાનોને આવતા બંધ કર્યા છે. જે નવસારી જિલ્લા માટે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે હવે ફરીથી આ મહેમાનોને કેવી રીતે બોલાવવા એ યક્ષ પ્રશ્ન બની ગયો છે.

g clip-path="url(#clip0_868_265)">