AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા: 1 જાન્યુઆરી 2024 એ 18 વર્ષ પૂર્ણ થાય છે? વહેલી તકે નિપટાવશો આ કામ તો લોકશાહીના મહાપર્વમાં જોડાવાની તક મળશે

નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા મતવિભાગોમાં તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજથી શરૂ થયેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૨૬/૧૧/૨૦૨૩(રવિવાર) , તા.૦૩/૧૨/૨૦૨૩(રવિવાર) અને તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

નર્મદા: 1 જાન્યુઆરી 2024 એ 18 વર્ષ પૂર્ણ થાય છે? વહેલી તકે નિપટાવશો આ કામ તો લોકશાહીના મહાપર્વમાં જોડાવાની તક મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2023 | 1:05 PM
Share

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. અંતર્ગત નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા મતવિભાગોમાં તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજથી શરૂ થયેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૨૬/૧૧/૨૦૨૩(રવિવાર) , તા.૦૩/૧૨/૨૦૨૩(રવિવાર) અને તા.૦૯/૧૨/૨૦૨૩ (શનિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

તારીખ ૦૧/૦૧/૨૦૨૪નાં રોજ 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવા લાયકાત ધરાવતા તમામ મતદારો તથા ખાસ કરીને ૧૮-૧૯ વયજુથનાં તેમજ ૨૦-૨૯ વયજુથનાં અને ૧૮ વર્ષથી ઉપરના પણ કોઇપણ મતદારનું મતદારયાદીમાં નામ ન હોય તેવા લાયકાત ધરાવતા મતદારો પોતાના વિસ્તારમાં આવેલા મતદાન મથકોએ જઈને BLO પાસે ખાસ ઝુંબેશનાં દિવસો દરમ્યાન સવારે ૧૦-૦૦ ક્લાકથી સાંજે ૫-૦૦ કલાક સુધીમાં મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.  મતદારયાદીમાં પોતાની કોઇ વિગતોમાં  જરૂરી કાયદેસતના ફેરફાર કરાવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે ચૂંટણી પંચના Voter Helpline App અને http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે.

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ ગતરોજ બહોળી સંખ્યામાં ખેડૂતોને  કૃષિ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.

ખેડૂતો માટે કૃષિ પ્રદર્શ યોજાયું

નાંદોદના સરદાર ટાઉન હોલ રાજપીપળાને સમાંતર જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધામધ્રા, તિલકવાડા તાલુકાના કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કુલ, દેડિયાપાડાના પ્રાથમિક શાળા રેલવાના મેદાન, સાગબારા તાલુકાના નાના ડોરઆંબા ખાતે સ્ટોલ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ તાલુકાના લાછરસ ગામે  દીપેન ભાઈ કાંતિભાઈ દેસાઈ, ગરુડેશ્વર તાલુકાના દેકાઈ ગામે શ્રી નામસરણભાઈ દયાલભાઈ તડવી, તિલકવાડા તાલુકાના ગોપાલભાઈ ગંભીર ભાઈ બારીયા, દેડિયાપાડા તાલુકાના રેલવા ભરાડા ગામે તુલસીભાઈ ગુલિયાભાઈ વસાવા, સાગાબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામે શંકરભાઈ વેચિયાભાઈ વસાવા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત બહોળી સંખ્યામાં ખેડૂતોએ કરી જેમાં સ્થળ પર પ્રત્યક્ષ તાલુકાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી જોઈને સ્થળ પર જ પ્રાકૃતિક ખેતી અંગેના ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

ઊપસ્થિત ખેડૂતોએ પ્રતિજ્ઞા લીધી કે અમે પણ પ્રાકૃતિક ખેતી અપનાવશું. સાથે જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પાંચે તાલુકાઓના ૭ ગામોમાં રસીકરણ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ કૃષિ પ્રદર્શન સ્ટોલ અને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાતમાં સંબંધિત અધિકારીશ્રી- કર્મચારીઓ સહિત લોકો-ખેડૂતમિત્રો ઊપસ્થિત રહ્યા હતા.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">