પર્યાવરણ મંત્રાલયના રાષ્ટ્રીય સંમેલનમાં PM મોદીએ કહ્યુ- વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે એકતાનગર તીર્થ સ્થાન બન્યું, મોટા પડકારોને પહોંચી વળવા ભારત દુનિયાને ટક્કર આપી રહ્યુ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) જણાવ્યુ કે, આજનું ભારત નવા વિચારો સાથે આગળ વધી રહ્યુ છે. ભારત નિરંતર પોતાની ઇકોલોજીને મજબુત કરી રહ્યુ છે. દેશમાં જંગલ ક્ષેત્રમાં વધારો થયો છે. વેટ લેન્ડસ પણ વધી રહી છે.

પર્યાવરણ મંત્રાલયના રાષ્ટ્રીય સંમેલનમાં PM મોદીએ કહ્યુ- વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે એકતાનગર તીર્થ સ્થાન બન્યું, મોટા પડકારોને પહોંચી વળવા ભારત દુનિયાને ટક્કર આપી રહ્યુ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીImage Credit source: ફાઇલ તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 4:03 PM

નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયા (Kevadiya) માં દેશના વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાનોની બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા વર્ચ્યૂઅલી કરવામાં આવ્યુ. વીડિયો કોન્ફરન્સ (Conference) દ્વારા પ્રધાનમંત્રીએ કોન્ફરન્સને સંબોધી. આ કોન્ફરન્સ લાઈફ સ્ટાઈલ ફોર એન્વારમેન્ટ થીમ ઉપર યોજાઈ છે. પર્યાવરણ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ઉપરાંત આ કોન્ફરન્સમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહ્યાં હતા.

પર્યાવરણની રક્ષામાં ભારતનો વિકાસ ઝડપી: PM

વડાપ્રધાને જણાવ્યુ કે એકતાનગરમાં રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન એ એક મહત્વપૂર્ણ બાબત છે. વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે એકતાનગર એક તીર્થ સ્થાન બની ગયુ છે. વડાપ્રધાને પર્યાવરણ પ્રધાનોને જણાવ્યુ કે, ભારત આગામી 25 વર્ષ માટે અમૃત કાળ માટે નવા લક્ષ્ય બનાવી રહ્યુ છે. મને વિશ્વાસ છે કે તમારા પ્રયાસોથી પર્યાવરણની રક્ષામાં પણ મદદ મળશે અને ભારતનો વિકાસ પણ એટલી જ ઝડપથી થશે.

વડાપ્રધાને જણાવ્યુ કે, આજનું ભારત નવા વિચારો સાથે આગળ વધી રહ્યુ છે. ભારત નિરંતર પોતાની ઇકોલોજીને મજબુત કરી રહ્યુ છે. દેશમાં જંગલ ક્ષેત્રમાં વધારો થયો છે. વેટ લેન્ડસ પણ વધી રહી છે.આપણે દુનિયાને જણાવી દીધુ છે તે રિન્યુએબલ એનર્જીના મામલામાં અમારી સ્પીડ અને સ્કેલને ભાગ્યે જ કોઇ મેચ કરી શકે. મોટા મોટા પડકારોને પહોંચી વળવા ભારત આજે દુનિયાને ટક્કર આપી રહ્યુ છે. પોતાના કમિટમેન્ટને પુરા કરવાના ટ્રેક રેકોર્ડને કારણે જ દુનિયા આજે ભારત સાથે જોડાઇ રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

લોકોમાં જીવદયાના સંસ્કારનું સિંચન

વીતી ગયેલા વર્ષોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા અને દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં ચિત્તાના આગમનથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેનાથી લોકોમાં જીવદયાના સંસ્કાર પણ છલકાતા જોવા મળ્યા. આ સમયે એવુ લાગી રહ્યુ હતુ જાણે લોકોના ઘરોમાં તેમનું પોતાનું કોઇ પ્રિય મહેમાન આવ્યુ હોય. આ આપણા દેશની એક તાકાત છે. પ્રકૃતિ સાથે સમતોલન જાળવવાનું કામ આપણે નિરંતર ચાલુ રાખવાનું છે. આવનારી પેઢીને પણ સંસ્કારિત કરવાની છે.

પર્યાવરણ મંત્રાલયનું કામ રેગ્યુલેટરથી પણ વધારે પર્યાવરણને પ્રોત્સાહિત કરવાનું: PM

2070 સુધીમાં આપણે નેટ ઝીરોનો ટાર્ગેટ રાખ્યો છે. ગ્રીન ગ્રો પણ હાલ ગ્રોથ પણ છે. ત્યારે દરેક લક્ષ્યોની પ્રાપ્તિ માટે દરેક રાજ્યોના પર્યાવરણ મંત્રાલય ભૂમિકા ખૂબ મોટી છે. સમય સાથે લોકોમાં એવી માનસિકતા આવી કે પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા રેગ્યુલેટર તરીકે વધુ છે. પણ હું સમજુ છુ કે પર્યાવરણ મંત્રાલયનું કામ રેગ્યુલેટરથી પણ વધારે પર્યાવરણને પ્રોત્સાહિત કરવાનું છે. દરેક કામ જેનાથી પર્યાવરણની રક્ષા થાય તેમાં પર્યાવરણ મંત્રાલયની ભૂમિકા મોટી છે. બીજી તરફ ભારતીય સંસ્કૃતિ હંમેશા પ્રકૃતિની પોષક રહી છે શોષક નહીં.

વડાપ્રધાને અમદાવાદમાં જ્યારે સાબરમતી નદી પાણીથી ભરપૂર રહેતી હતી અને ગાંધીજી સાબરમતી આશ્રમમમાં રહેતા હતા તે સમયનું ઉદાહરણ આપતા જણાવ્યુ કે, સાબરમતી નદીમાં ભરપૂર પાણી હોવા છતા ગાંધીજી જો કોઇને પાણી બરબાદ કરતા જોતા, તો તેને ટોક્યા વિના રહેતા નહીં. આ સાથે જ વડાપ્રધાને પર્યાવરણ મંત્રાલયોને સરક્યુલર ઇકોનોમીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા જણાવ્યુ હતુ. પર્યાવરણ મંત્રાલયોને દેશની બાયો ફ્યુઅલ પોલીસીમાં પણ આગળ વધવા જણાવ્યુ.

પર્યાવરણ મંત્રાલય અન્ય મંત્રાલયોને પણ દિશા આપી શકે છે. જેમ કે કૃષિ મંત્રાલય સાથે મળીને ટપક સિંચાઇ પદ્ધતિનું મહત્વ વધારે. શિક્ષા મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલયે પણ સાથે મળીને કામ કરવુ જોઇએ. જેમ કે, વિદ્યાર્થીઓને શાળામાં વૃક્ષો વિશે શિક્ષણ આપવાનું હોય તો, બગીચામાં લઇ જવા, ગામની બહાર જે વૃક્ષો છે ત્યાં લઇ જવા વૃક્ષો અને ફુલ છોડની ઓળખાણ અપાવવી. જેનાથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યો જાગૃતતા આવશે.

વિરોધીઓ પર કર્યા પ્રહાર

અર્બન નક્સલવાદને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ પીએમ મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું. નર્મદાના કેવડિયામાં પર્યાવરણપ્રધાનોની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પીએમ મોદીએ અર્બન નક્સલવાદનો ઉલ્લેખ કરીને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા. દિલ્લીથી વર્ચ્યુઅલ સંબોધન કરતા તેમણે કહ્યું કે- અમે જોયું છે કે પર્યાવરણની મંજૂરીના નામ પર દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામને કેવી રીતે ગૂંચમાં મૂકી દેવાતું હતું. એકતાનગર આંખો ઉઘાડનારું ઉદાહરણ છે.  અર્બન નક્સલોએ, વિકાસ વિરોધીઓએ સરદાર સરોવર યોજનાને રોકીને રાખી હતી.

વડાપ્રધાને કહ્યુ કે, સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ દેશ આઝાદ થયો ત્યારે કરાયું હતું. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વની ભૂમિકા નીભાવી હતી અને પંડિત નેહરુએ તેનો શિલાન્યાસ કર્યો હતો.પરંતુ તમામ અર્બન નક્સલીઓ મેદાનમાં આવી ગયા અને એવો અપપ્રચાર કર્યો. જેના કારણે જે કામ નેહરૂજીએ ચાલું કર્યું હતું તે કામ મારા આવ્યા બાદ પૂરું થયું અને આજે એ જ એકતાનગર પર્યાવરણનું તીર્થ ક્ષેત્ર બની ગયું છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">