PM Modi 75th Birthday : નરેન્દ્ર મોદીના મિત્ર અને શિક્ષકોએ પણ જૂના દિવસો યાદ કર્યા , જુઓ વીડિયો
નરેન્દ્ર મોદીના મિત્ર અને શિક્ષકોએ પણ જૂના દિવસો યાદ કર્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક એચ સી મોદી ભાવુક થયા,ધોરણ 10 અને 11માં અભ્યાસ કરાવનાર એચ સી મોદીએ જૂના દિવસો યાદ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણ અને સંઘર્ષના દિવસો યાદ કરતા આજે તેમના સહપાઠી હોય કે તેમના શિક્ષકો સૌ ભાવુક બની જાય છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણ અને સંઘર્ષના દિવસો આજે પણ વડનગરવાસીઓ ભૂલ્યા નથી. જે વ્યક્તિએ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે, તેમના શરૂઆતના દિવસો કેવા હતા? ચાલો જાણીએ તેમના કુટુંબીજનો, મિત્રો અને શિક્ષકો પાસેથી..
હું સુદામા અને એ કૃષ્ણ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૌટુંબિક ભાઈ શ્યામળદાસ મોદીએ જૂના દિવસોને યાદ કરતા કહ્યું, “હું સુદામા રહી ગયો અને એ કૃષ્ણ બની ગયો.” શ્યામળદાસ મોદી હીરાબાની નિશ્રામાં જ મોટા થયા છે અને તેમણે નરેન્દ્ર મોદી સાથે વિતાવેલા સમયને વાગોળ્યો. તેમના શબ્દોમાં, નરેન્દ્ર મોદીનું બાળપણ અત્યંત સાદું હતું અને તેઓ એક સામાન્ય પરિવારના સંતાન તરીકે મોટા થયા. હીરા બા પાસેથી તેમણે નરેન્દ્ર મોદી એટલે કે તેમના સગા દીકરા જેવો જ પ્રેમ મળ્યો. શ્યામળદાસ મોદીની માતા તેમની દોઢ વર્ષની ઉંમરમાં અવસાન પામ્યા હતા એટલે હીરા બા જ હવે તેમની માતા હતા. નરેન્દ્ર મોદી સાથે સાથે હીરા બા એ શ્યામળદાસ મોદીને પણ ખૂબ લાડ પ્રેમથી મોટા કરેલા છે.
જૂના દિવસોને યાદ કરીને ભાવુક થયા
દશરથભાઈ કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર અને સહપાઠી હતા જેઓ નરેન્દ્ર મોદીના મગર પકડવાની કહાની અને નાટકોના દિવસો યાદ કરે છે. નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર દશરથભાઈ આજે પણ તેમના જૂના દિવસોને યાદ કરીને ભાવુક થઈ જાય છે. તેમણે કહ્યું કે તેઓ સાથે ભણતા અને નાટકોમાં પણ ભાગ લેતા. દશરથભાઈને ખાસ તો નરેન્દ્ર મોદી સાથેની મગર પકડવાની કહાની હજુ પણ યાદ છે, જે દર્શાવે છે કે નરેન્દ્ર મોદી બાળપણથી જ કેટલા સાહસિક હતા.
શિક્ષક ભાવુક થયા
હવે જણાવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક એચ. સી. મોદી વિશે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભાવુક થયેલા શિક્ષક પણ ઇતિહાસ વાગોળતા પોતાના વિધાર્થીને યાદ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષક એચ. સી. પટેલ પણ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીને યાદ કરીને ભાવુક થઈ ગયા. ધોરણ 10 અને 11માં નરેન્દ્ર મોદીને ભણાવનાર એચ. સી. પટેલે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી અત્યંત તેજસ્વી અને શિસ્તબદ્ધ વિદ્યાર્થી હતા. તેમના મતે, મોદીજી નાનપણથી જ નેતૃત્વના ગુણો ધરાવતા હતા. એચ સી પટેલે નરેન્દ્ર મોદીને ધોરણ 10 અને 11 માં.ગણિત વિજ્ઞાન નો અભ્યાસ કરાવેલો.

