AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો, પાંચ જાન્યુઆરી સુધી કાર્યક્રમ ચાલુ રહેશે

ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમમાં સાતમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 ઓકટોબર-2021થી કર્યો હતો અને જે આગામી 5 જાન્યુઆરી-2022 સુધી ચાલશે.

ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો 16 લાખથી વધુ લોકોએ લાભ લીધો, પાંચ જાન્યુઆરી સુધી કાર્યક્રમ ચાલુ રહેશે
More than 16 lakh people benefited from Seva Setu program in Gujarat (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 4:23 PM
Share

ગુજરાતમાં(Gujarat)સરકારે શરૂ કરેલા સેવા સેતુ(Seva Setu)કાર્યક્રમનો લાભ 22 ઓકટોબરથી 14 નવેમ્બર સુધી 16 લાખથી પણ વધુ લોકોએ લીધો છે. જેમાં રાજ્યમાં આ સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે( Cm Bhupendra Patel)22 ઓકટોબર-2021થી કર્યો  હતો અને જે આગામી  5 જાન્યુઆરી-2022 સુધી ચાલશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં(Rural)2153 અને શહેરી ક્ષેત્રોમાં(Urban)354 મળી કુલ 2507 સેવા સેતુ યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

સેવા સેતુના આ સાતમા તબક્કામાં તા. 14 નવેમ્બર- 2021 સુધીમાં ગ્રામીણ વિસ્તારોના 750 અને શહેરી ક્ષેત્રોમાં 88 મળી 838 સેવા સેતુના માધ્યમથી 16, 00, 619 લોકો-નાગરિકોને ઘર આંગણે વિવિધ સેવા-યોજનાઓનો લાભ પહોચાડવાની સિદ્ધિ જિલ્લા-તાલુકા વહીવટી તંત્રોએ મેળવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને  જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ ગણ્યા છે.   તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે અને  સરળતાથી  યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે.

શહેરી વિસ્તારોમાં યોજાતા આવા સેવા સેતુમાં મફત કાનૂની સહાયની સેવા પણ અપાઈ 

મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ઉદાત ભાવથી આ સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના ઉત્પાદનના પ્રદર્શનો યોજવાની નવતર પરંપરા ઊભી કરી છે. એટલું જ નહિ, અન્ય એક નવી બાબત અંતર્ગત શહેરી વિસ્તારોમાં યોજાતા આવા સેવા સેતુમાં મફત કાનૂની સહાય માટેની સેવાઓનો લાભ પણ નાગરિકો-અરજદારોને આપીને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે.

તા. 22 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધીના સેવા સેતુમાં 6075 ગામો આવરી લેવાયા 

મુખ્યમંત્રીએ આ હેતુસર સેવા સેતુના સાતમા તબક્કાના જનહિત અભિગમમાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુના આયોજન માટે તંત્રવાહકોને સૂચના આપેલી છે. એટલું જ નહિ, આ સેવા સેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ પણ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવે છે. તદઅનુસાર, તા. 22 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધીના સેવા સેતુમાં 6075 ગામો તથા નગરપાલિકા વિસ્તારના અને મહાનગરપાલિકાના 600વોર્ડ આવરી લેવાયા છે.

ગ્રામ્ય વિસ્તારોની 99.99 ટકા અને  શહેરી વિસ્તારોની 99.97  રજૂઆતોના ઉકેલ 

રાજ્યના નાગરિકો-પ્રજાજનોની ગ્રામ્ય કક્ષાએ 14 લાખ 54 હજાર 962 રજૂઆતો તથા શહેરી વિસ્તારોની 1,45, 890 મળી સમગ્રતયા 16 લાખ 852 રજૂઆતોમાંથી સેવા સેતુ કાર્યક્રમમાં જ 16 લાખ 685 રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવી દેવાયો છે.એટલે કે, ગ્રામ્ય વિસ્તારોની 99.99 ટકા તથા શહેરી વિસ્તારોની 99.97 અને મહાનગરોની 100 ટકા રજૂઆતોના ઉકેલ સાથે સેવા સેતુના સાતમા ચરણમાં અત્યાર સુધી 99.98 ટકા સુખદ-હકારાત્મક ઉકેલ લાવવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતકારી અભિગમને નાગરિકો-પ્રજાજનોનો ઉત્તરોત્તર અપ્રતિમ પ્રતિસાદ સેવા સેતુના આ સાતમા તબક્કામાં સાંપડી રહ્યો છે.

આ  પણ વાંચો :  અમદાવાદ : મોટાભાગના વેપારીઓએ જાતે જ ઇંડા-નોનવેજની લારીઓ રાતોરાત હટાવી લીધી, AMCએ કડક કાર્યવાહીની સૂચના આપી

આ  પણ વાંચો : Ahmedabad: કોરોનાને લઈ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં, કોરોનાની ગાઈડલાઈન નહીં અનુસરો તો પડી શકે છે ભારે

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">