PM Modi Morbi Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુલતા પૂલ દુર્ઘટના મામલે ઝડપી તપાસના આપ્યા આદેશ, સિવિલ જઈ ઈજાગ્રસ્તોને મળ્યા પીએમ, મૃતકોના પરિજનોને મળી પાઠવી સાંત્વના
Morbi Bridge Collapsed Live Updates : મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે અને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે.

વર્ષ 1979 બાદ મોરબી માટે વધુ એક ગોઝારી ઘટના બની, મોરબીની શાન સમાન ઝુલતો પુલ તૂટતા 130 થી વધુ જિંદગી હોમાઈ ગઈ. દુર્ઘટનામાં કેટલાય પરિવારોનો માળો વિખેરાઇ ગયો છે, હાલ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ગમગીની ભર્યો માહોલ છે.આ દુર્ઘટના પર રાજકીય રોટલા ભલે શેકાતા હોય, પરંતુ હકિકત એ છે કે આ દુર્ઘટના જેટલી હ્રદય કંપાવનારી છે, તે પછીનો ચિતાર તેટલો જ હ્રદયદ્રાવક છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની SITની રચના કરી દેવામાં આવી છે. ગઈ કાલે તપાસ સમિતિની પાંચ સભ્યોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તૂટેલા કેબલ બ્રિજની તપાસ શરુ કરી હતી. તો બીજી તરફ ગોઝારી દુર્ઘટના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 9 આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષ કર્યુ હતુ. ઉપરાંત સિવિલ જઈ ઈજાગ્રસ્તોને મળ્યા હતા અને મૃતકોના પરિજનોને મળી સાંત્વના પાઠવી હતી.
LIVE NEWS & UPDATES
-
Morbi Tragedy: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝુલતો પૂલ દુર્ઘટનાની લીધી ગંભીર નોંધ, નિષ્પક્ષ અને ઝડપી તપાસના આપ્યા કડક આદેશ
વડાપ્રધાન મોદીએ ઝુલતા બ્રિજ દુર્ધટનાની ગંભીર નોંધ લઈ આ મામલે તપાસના કડક આદેશ આપ્યા છે. બ્રિજ મામલે નિષ્પક્ષ અને ઝડપી તપાસના આદેશ આપ્યા છે. બેદરકારી મામલે જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તપાસમાં કોઈની પણ દખલગીરી ન ચલાવવા સૂચના આપી છે. વડાપ્રધાને રેસક્યુ કામગીરીની સરાહના કરતા હજુ આવતીકાલે પણ રેસક્યુ ચાલુ રાખવા સૂચના આપી છે.
PM @narendramodi held a review meeting at the SP office #Morbi #TV9News pic.twitter.com/Rwn3i3Mab0
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
Morbi Bridge Collapsed: એસપી કચેરીએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રિવ્યુ બેઠક મળી
PM @narendramodi held a review meeting at the SP office #Morbi #TV9News pic.twitter.com/Rwn3i3Mab0
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
-
Morbi Cable Bridge Collapsed: વડાપ્રધાને દુર્ઘટના સ્થળની લીધી મુલાકાત
PM @narendramodi chaired a high-level meeting regarding #Morbi tragedy at the SP office#TV9News pic.twitter.com/WdLn1qH905
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
Morbi Bridge Collapsed: મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને મળ્યા પીએમ મોદી, પાઠવી સાત્વના
PM @narendramodi met families of the victims of the Morbi Tragedy#MorbiBridgeCollapse #TV9News pic.twitter.com/bJkWOvnZPi
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
Morbi Tragedy: મોરબી દુર્ઘટના પર પીએમ મોદીની સાંત્વના, જુઓ વીડિયો
PM @narendramodi chairs a high-level meeting obtaining all the latest updates regarding #Morbi tragedy#TV9News pic.twitter.com/QrbgQusV6M
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
-
Morbi Bridge Collapsed: મોરબીમાં ઈજાગ્રસ્તોને મળ્યા બાદ વડાપ્રધાને હાઈ લેવલ રિવ્યુ બેઠક બોલાવી
મોરબીમાં ઈજાગ્રસ્તોને મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય રિવ્યુ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વડાપ્રધાને પ્રશાસનને અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં રહેવા અને જરૂરી તમામ મદદ પહોંચાડવા તાકીદ કરી હતી. તંત્ર દ્વારા પીએમને રેસક્યુ ઓપરેશન અને મદદ માટેનો અહેવાલ પીએમ સમક્ષ રાખવામાં આવ્યો હતો.
Morbi, Gujarat | PM @narendramodi chairs a high-level meeting with senior officials on the #MorbiBridgeCollapse incident#TV9News pic.twitter.com/Udhl8D4h7r
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
વડાપ્રધાન રાહત અને બચાવ કામગીરી કરનારાને મળ્યા
વડાપ્રધાન મોદીએ મોરબી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અહીં તેમણે સેવા આપતી સંસ્થાઓના સભ્યોની પણ મુલાકાત લીધી હતી.


-
વડાપ્રધાન મોદીએ ઇજાગ્રસ્તોના ખબર-અંતર પુછ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની મુલાકાત લીધી અને તેમના ખબર અંતર પુછ્યા.
-
PM નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાસ્થળનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ સ્થળ પર રુબરુ મુલાકાત પણ લીધી હતી. જે પછી તેઓ મોરબીમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં તેઓ ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ રહ્યા છે.
PM @narendramodi has reached Civil hospital#Morbi #TV9News pic.twitter.com/CZ3wzEpTHy
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
PM મોદી મોરબીમાં દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. જ્યાં હજુ પણ બચાવ અભિયાન ચાલુ છે. સ્થળ પર ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા વડાપ્રધાનને ઘટના અંગેની અત્યાર સુધીની તમામ માહિતી આપવામાં આવી હતી.
गुजरात: प्रधानमंत्री मोदी मोरबी में दुर्घटनास्थल पर पहुंचे जहां खोज और बचाव अभियान जारी है।
30 अक्टूबर को यहां मोरबी ब्रिज गिरने की घटना हुई थी, हादसे में मरने वालों की वर्तमान संख्या 135 है।#MorbiBridgeTragedy pic.twitter.com/PHbeWCutoM
— ANI_HindiNews (@AHindinews) November 1, 2022
-
PM મોદીએ દુર્ઘટનાગ્રસ્ત બ્રિજનું કર્યુ હવાઇ નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં પહોંચીને દુર્ઘટનાગ્રસ્ત બ્રિજનું હવાઇ નિરીક્ષણ કર્યું છે. તેમણે હેલિકોપ્ટરમાં જ સવાર થઇને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યુ હતુ.
#WATCH गुजरात: प्रधानमंत्री मोदी मोरबी में दुर्घटनास्थल पर पहुंच रहे हैं जहां खोज और बचाव अभियान जारी है।
30 अक्टूबर को यहां मोरबी ब्रिज गिरने की घटना हुई थी, हादसे में मरने वालों की वर्तमान संख्या 135 है।#MorbiBridgeTragedy pic.twitter.com/llsURPNKgb
— ANI_HindiNews (@AHindinews) November 1, 2022
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોરબીમાં આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચી ગયા છે. તેઓ થોડી વારમાં મોરબીની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે તેમજ SP ઓફિસે રિવ્યૂ બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૃતકોના 23 પરિવારોને મળીને સાંત્વના પાઠવશે. સાથે જ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરી.
PM @narendramodi to visit #Morbi civil hospital#TV9News pic.twitter.com/zO1KNR73vM
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
વિપુલ નામના યુવાને અનેક લોકોના જીવ બચાવ્યા
મોરબીમાં ગોઝારી દુર્ઘટનામાં અનેક પરિવારના માળા વિખેરાઇ ગયા છે…આ દુર્ઘટના દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર પહોંચે તે પહેલા અનેક સ્થાનિકોએ મચ્છૂ નદીમાં કૂદીને અનેક જિંદગીઓ બચાવી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં વિપુલ નામના યુવાને પણ પોતાના મિત્રો સાથે મળીને અનેક લોકોના જીવ બચાવી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
-
પાવાગઢ મંદિર ટ્રસ્ટે મોરબી દુર્ઘટના બાદ લીધો બોધપાઠ
પાવાગઢ મંદિર ટ્રસ્ટે મોરબી દુર્ઘટના બાદ બોધપાઠ લેતા ડુંગર પર શ્રદ્ધાળુઓની સંખ્યા ન વધે તેની તકેદારી રાખવા સૂચના આપી છે. પાવાગઢના ટ્રસ્ટી મંડળે મંદિર પર ભીડ ન થવા દેવા સૂચન કર્યું..,, આ ઉપરાંત મંદિર પરિસર અને રોપ-વેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા ન થાય તેની સાવચેતી રાખવા પણ જવાનોને આદેશ આપ્યો છે.
-
મચ્છુ પૂર હોનારત સમયે પણ નરેન્દ્ર મોદીએ કરી હતી લોકોની સેવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પુલ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછવા આવવાના છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં PM મોદી ઈજાગ્રસ્તોને મળશે. મચ્છુ પૂર હોનારત સમયે પણ નરેન્દ્ર મોદીએ લોકોની સેવા કરી હતી. 1979માં RSSના પ્રચારક તરીકે નરેન્દ્ર મોદીએ લોકોની મદદ કરી હતી. 2001માં ભૂકંપ સમયે નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરી હતી.
-
મોરબીમાં PM અને સી આર પાટીલના આગમન માટે હેલિપેડ તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લેવાના છે. ત્યારે વડાપ્રધાન મોદી અને સી આર પાટીલના આગમન માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યો છે. સામાકાંઠે આવેલા પરશુરામ પોટરી ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાના આગમન પહેલા અહીં ગૃહપ્રધાન હર્ષ સંઘવી, DGP, કૈલાશ નાથન, કલેકટર હાજર છે. તો મોદીની મુલાકાતના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
-
Morbi Bridge Collpse : ફાઇનલ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચાલતું રહેશે
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે, ત્યારે હજી પણ સર્ચ-ઓપરેશન ચાલુ છે. NDRF, SDRFની ટીમો સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની સેનાની ત્રણેય પાંખ સતત સર્ચ-ઓપરેશન કરી રહી છે. SDRFના રેસ્ક્યૂ ઇન્ચાર્જે જણાવ્યું કે નદીમાં કોઇ મૃતદેહ ન રહી જાય તે માટે સતત સર્ચ ચાલી રહ્યું છે. સાથે જ કહ્યું કે જ્યાં સુધી ફાઇનલ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચાલતું રહેશે.
-
Morbi Tragedy : દુર્ઘટનામાં અનેક પરિવારનો માળો પિંખાયો
ન જાણ્યુ જાનકી નાથે, કાલે શું થવાનું…કંઇક આવી જ આગંતૂક ઘટનાનો શિકાર બન્યું છે રાજકોટનું ઝાલાવાડિયા દંપત્તિ. હજુ તો માંડ 5 મહિના અગાઉ દંપતિએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા, સુખ-દુખમાં સાથ નિભાવવાની કસમો ખાધી હતી, બે પાંદડે થવાના અરમાનો સેવ્યા હતા, પરંતુ આ અરમાનો જોતી એ આંખે એ જરાય ખ્લાય નહોતો કે આ સપના તેમની જીંદગીના આખરી સપના બની રહેશે. લગ્ન થયા બાદ પોતાની માસીના ઘરે આ દંપતિ જમવા ગયું હતું. જ્યાં પુલ પર ફરતી વખતે દુર્ઘટના સર્જાઇ અને ઘટનાસ્થળે જ પત્નીનું પ્રાણ પંખેરૂ ઉડ્યુ. જ્યારે સારવાર દરમિયાન પતિનું મૃત્યુ થયું. આ એક ગોઝારી ઘટનાએ એક દંપતિને ઓઢીડી દીધી છે મોતની ચાદર અને પરિવાર પર દુઃખનો ડુંગર તૂટ્યો છે. એકનો એક કમાનાર દીકરાનું મોત થતા માતા-પિતા નોંધારા બની ગયા છે.
-
વ્યાપક ભ્રષ્ટાચારનું પરિણામ મોરબી બ્રિજ દુર્ઘટના : CM અરવિંદ કેજરીવાલ
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 135 પર પહોંચ્યો છે, હજુ પણ બે લોકો લાપતા છે. તો આ અંગે AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, વ્યાપક ભ્રષ્ટાચારનું પરિણામ મોરબી બ્રિજ દુર્ઘટના છે. હું પિડીત પરિવારની સાથે છું..
-
Morbi Bridge Collapse : પુલ દુર્ઘટના એક્ટ ઓફ ફ્રોડ : આલોક શર્મા
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ મોરબી દુર્ઘટનાને લઈ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. આલોક શર્માએ કહ્યું કે દુર્ઘટના એક્ટ ઓફ ફ્રોડ છે. તો સાથે નિર્દોષ લોકોના જીવ લેનારા ભ્રષ્ટાચારીઓને આકરી સજા કરવાની આલોક શર્માએ માગ કરી.
-
મોરબી દુર્ઘટનાને લઈ કોંગ્રેસ પાર્ટી બે જૂથમાં વહેંચાઈ
મોરબી દુર્ઘટનાને લઈ કૉંગ્રેસ પાર્ટી બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથે ઘટનાને લઈ કૉંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવો પ્રયાસ કર્યો, જ્યારે બીજા જૂથે ઘટના પર રાજનીતિ કરવાનું ટાળ્યું છે. દિગ્વિજયસિંહ, મલ્લિકાર્જૂન ખડગે, અશોક ગેહલોત સહિતના નેતાઓએ ઘટનામાં સરકારને જવાબદાર ઠેરવી હતી. ગઈકાલે અશોક ગેહલોત સહિત કોંગ્રેસના સિનિયર નેતાઓએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગેહલોતે સમગ્ર મામલે હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસની માગ કરી 3 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપવાની માગ કરી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે પણ સરકારની નિષ્ફળતા ગણાવી અને સરકારના રાજીનામાની માંગ કરી. જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ પણ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી હતી.
તો બીજીતરફ રાહુલ ગાંધી અને જયરામ રમેશે આ મુદ્દે રાજનીતિ કરવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધીને એક કાર્યક્રમ દરમિયાન સવાલ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે તેઓ આ દુર્ઘટના પર રાજનીતિ કરવા નથી માગતા. લોકોના મૃત્યુ થયા છે. રાજનીતિ કરવી તેમના માટે અપમાનજનક ગણાશે. તેમણે ટ્વીટર પર સંવેદના વ્યક્ત કરી હતી. પરંતુ આક્ષેપબાજી કરવાનું ટાળ્યું હતું. કૉંગ્રેસના નેતા જયરામ રમેશે પણ રાહુલ ગાંધીની જેમ દુર્ઘટના મુદ્દે રાજનીતિ કરવાનું ટાળ્યું હતું.
-
PM મોદીના આગમનને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી સિવિલ હોસ્પિટલમાં ઝુલતા પુલ દુર્ઘટનાના ઘાયલોને મળી તેમના ખબર-અંતર પુછશે. PM મોદીની મુલાકાતને પગલે મોરબી સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. મોરબીના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી રહી છે, તો ગંદકી દૂર કરવા માટે કેટલાક સ્થળે રંગરોગાન કરાઈ રહ્યું છે.
-
Morbi : પુલ દુર્ઘટનામાં મંદિરના પૂજારીની સરાહયનીય કામગીરી
મોરબીમાં મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સમયે મોરબીવાસીઓની મદદની ભાવના જોવા મળી હતી, ત્યારે ઘટના સમયે મદદગાર થનાર મચ્છુ માતા મંદિરના પૂજારી અને સ્થાનિકે TV 9 સાથે વાતચીત કરી. પૂજારીએ કહ્યું કે ઘટના બની ત્યારે ચોતરફથી બુમાબુમ અને ચીસો સંભળાઇ રહી હતી. સૌથી પહેલા અમે નદીમાં કૂદી પડ્યાં હતા અને લોકોની બચાવવાની કામગીરી શરૂ કરી હતી. 50થી 60 લોકોને નદીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. સાથે જ પૂજારીએ કહ્યું કે ઘટના સમયે ઘણા લોકો હાજર હતા પરંતુ કોઇ મદદ કરવા તૈયાર ન હતું. માત્ર લોકો મદદની જગ્યાએ વીડિયો ઉતારવામાં મસગૂલ હતા. તો એક મદદ કરનાર સ્થાનિકે કહ્યું કે લોકો પોતોના સ્વજનને બચાવવા રોકકર કરતા હતા. અમે અમારી ટીમ સાથે લોકોને બચાવ્યાં અને ખાનગી વાહનોમાં હોસ્પિટલ પહોંચાડ્યાં હતા.
-
મોરબી કરૂણાંતિકાનો વધુ એક વીડિયો સામે આવ્યો
મોરબી દુર્ઘટનામાં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક 135 પર પહોંચ્યો છે, ત્યારે આ કરૂણાંતિકાનો હદય કંપાવનારો એક વીડિયો સામે આવ્યો છે.
Heart-wrenching another video of the #MorbiBridgeCollapse surfaces #MorbiTragedy #GujaratBridgeCollapse #TV9News pic.twitter.com/hnZAys9QeX
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
Morbi Tragedy : સતત ત્રણ દિવસથી બચાવ કામગીરી યથાવત
મોરબી પુલ દુર્ઘટનામાં હજી પણ સર્ચ આપરેશન ચાલુ છે. સતત ત્રણ દિવસથી બચાવ કામગીરી ચાલી રહી છે, NDRF, આર્મી અને ફાયર વિભાગની ટીમ સર્ચ ઓપરેશનમાં જોતરાઈ છે. નદીમાં કોઇનો મૃતદેહ ન રહી જાય તે માટે સર્ચ ઓપરેશન યથાવત છે.
-
મોરબી દુર્ઘટનામાં હજુ બે વ્યક્તિ લાપતા : રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાતના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોરબી દુર્ઘટના અંગે નિવેદન આપતા કહ્યું કે, હજુ બે વ્યક્તિ લાપતા છે. હાલ સર્ચ ઓપરેશન દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે, તો 17 લોકો સારવાર હેઠળ હોવાનું તેમણે જણાવ્યુ છે.
-
Morbi Bridge Collapse : જાહેર હિતની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
મોરબી કેસની તપાસ માટે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી મુદે સુપ્રીમ કોર્ટ 14 નવેમ્બરે મહત્વની સુનાવણી કરશે. અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરીને અકસ્માતની તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી હતી. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે દેશભરના તમામ જૂના પુલ કે સ્મારકોમાં ભીડનું સંચાલન કરવા માટે નિયમો બનાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
-
PM Modi Morbi : દુર્ઘટના અંગેની તમામ માહિતી મેળવી તંત્રને જરૂરી સૂચન કરશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે. આ સાથે PM મોદી પુલ તૂટવાની ઘટના અંગેની તમામ માહિતી મેળવી તંત્રને જરૂરી સૂચન કરશે. મહત્વનું છે કે મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈ પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.
-
Morbi Tragedy : દુર્ઘટના મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોટું નિવેદન
મોરબી પુલ દુર્ઘટના મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ઓરેવા ગ્રુપને સોંપાયેલી પુલના રિનોવેશનની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે. કયા આધારે પાલિકાએ ઓરેવા કંપનીને કામ સોંપ્યું ? તો સાથે જ જણાવ્યુ કે રાજ્ય સરકારની SIT ની તપાસમાં હકિકત સામે આવશે. બ્રિજની મરામત અને સંચાલનમાં રાજ્ય સરકારની જવાબદારી નથી, તો બ્રિજ શરૂ કરવા અંગે પણ રાજ્ય સરકારની મંજૂરીની જરૂર ન હોવાનુ તેમણે જણાવ્યુ છે.
No role of #Gujarat Government: Ex. Dy CM Nitin Patel reacts over the #MorbiTragedy #MorbiBridgeCollapse #GujaratBridgeCollapse #TV9News pic.twitter.com/sW0VbCh1El
— Tv9 Gujarati (@tv9gujarati) November 1, 2022
-
Morbi Bridge : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ મોરબી જશે
મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 134 જીંદગી પાણીમાં હોમાઈ છે, આ દુર્ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે. આજે 12 વાગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ મોરબી દુર્ઘટના ઘટનાસ્થળની મુલાકાત લેશે. તેઓ સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તોને મળશે અને મૃતકોના પરિવારોની પણ મુલાકાત લઈ શકે છે.
-
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવતી કાલે મોરબી આવશે : સૂત્ર
મોરબી દુર્ઘટનાને પગલે અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતી કાલે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ મોરબી ખાતે મુલાકાત કરે તેવી શક્યતા છે.
-
VIDEO : દુર્ઘટનામાં ‘મોત’ને હાથ તાળી આપેલા વ્યક્તિએ વર્ણવી પોતાની આપવીતી
46 વર્ષ બાદ ફરી મોરબીમાં મોતનો માતમ. મોરબી પુલ દુર્ઘટનામાં સેંકડો જીદંગીનો દીપ બુઝાઇ ગયો. અનેક પરિવારો પિંખાયા,અનેક બાળકો નિરાધાર બન્યા ત્યારે ગોઝારી ઘટનાની આંખો દેખી શું હતી વાસ્તવિકતા. ઝુલતા પુલ પર સાંજે 6.30 કલાકે શું બન્યું. કેવો હતો માહોલ, દુર્ઘટના બાદ શું સર્જાઇ હતી સ્થિતિ. ટીવીનાઇને વાત કરી એક એવા વ્યક્તિ સાથે જેણે આપી છે મોતને હાથતાળી…આવો જાણીએ..
-
મોરબી દુર્ઘટના : AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહાર કર્યા
મોરબીની દુર્ઘટનાને લઈ AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ સરકાર પર પ્રહાર કર્યા હતા. અને કહ્યુ હતું કે, “સરકાર નાના લોકોને પકડી રહી છે. મોટી માછલીઓને હજૂ પકડવામાં નથી આવી. જવાબદાર મોટા વ્યક્તિઓના FIRમાં નામ પણ નથી. સરકાર મોટા લોકોને બચાવવાની કોશિશ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.”
-
Morbi Tragedy : દુર્ઘટના બાદ દ્વારકા તંત્ર સજાગ થયુ
મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ દ્વારકામાં તંત્ર સજાગ જોવા મળી રહ્યું છે. ગોમતીઘાટ પાસે આવેલા સુદામા સેતુને તાત્કાલિક કલેક્ટરના આદેશથી બંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દ્વારકામાં મંદિરે દર્શને આવતા ભક્તો સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા હોય છે, ત્યારે સુદામા સેતુ ખાતે પણ યાત્રિકોની ભારે ભીડ જોવા મળે છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇને તંત્ર દ્વારા સુદામા સેતુને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
મોરબીમાં ‘માતમ’ : દુર્ઘટનાએ અનેક લોકોના જીવનમાં અંધારૂ કરી દીધુ
મોરબીમાં બનેલી દુર્ઘટના પર રાજકીય રોટલા ભલે શેકાતા હોય, પરંતુ હકિકત એ છે કે આ દુર્ઘટના જેટલી હ્રદય કંપાવનારી છે, તે પછીનો ચિતાર તેટલો જ હ્રદયદ્રાવક છે. આ ઘટનામાં એવા કેટલાય પરિવારો છે, જે એક જ ક્ષણમાં હતા ન હતા થઈ ગયા. દુર્ઘટનાની આ એક ક્ષણે અનેક લોકોના જીવનમાં અંધારૂં કરી દીધું છે. આ ઘટનામાં કેટલાય લોકો નોધારા થઈ ગયા છે. અમદાવાદના એક પરિવાર સાથે આવું જ કંઈક થયું છે. આ ગોજારી ઘટનામાં 7 વર્ષની હર્ષિનીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
-
Morbi Bridge Collapse : ગોઝારી દુર્ઘટનામાં રાજૂલાના એક પરિવારનો ચમત્કારીક બચાવ
રામ રાખે તેને કોણ ચાખે.. આ કહેવત મોરબી દુર્ઘટનામાં પણ સાબીત થઈ છે. મોરબીમાં ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં ચમત્કારીક રીતે અમરેલીના રાજૂલાના એક પરિવારનો બચાવ થયો હતો. દુર્ઘટનાના 15 મિનિટ પહેલા રાજુલાનો પરિવાર પુલ પર સેલ્ફી લેતો હતો અને પરિવારનો 9 વર્ષનો બાળક રડી પડતા પરિવાર પુલ પરથી બહાર નિકળી ગયો હતો. અને કાળમુખી દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયો હતો, પરંતુ આ પરિવાર હજુ પણ સ્તબ્ધ છે.
-
Morbi Bridge Collapsed Live : દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની કરુણાંતિકા બાદ દેશભરમાં પડઘા પડ્યા છે, ત્યારે દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક SITની ટીમ બનાવવામાં આવે. SITની ટીમની રચના કરી તપાસ કરવામાં આવે. સાથે સાથે અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે બીજીવાર આવી ઘટના ન બને તે માટે દેશભરમાં આવેલા જૂના પુલ પર વધુ ભીડ એકત્રિત ન થાય તે માટે કડક નિયમો બનાવવા જોઇએ.
Published On - Nov 01,2022 6:52 AM