Morbi Tragedy : મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકારી મોટી વાત, કહ્યું પુલના ઉપયોગ માટેની કોઇ પરવાનગી આપી નહોતી 

Morbi Tragedy : મોરબી નગર પાલિકાએ હાઇકોર્ટ સમક્ષ મોટી વાત સ્વીકારી છે. જેમાં નગર પાલિકાએ કહ્યું કે  જે દિવસે પુલ તૂટયો તે દિવસે  ઉપયોગ માટેની કોઇ પરવાનગી આપી નહોતી. 

Morbi Tragedy : મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકારી મોટી વાત, કહ્યું પુલના ઉપયોગ માટેની કોઇ પરવાનગી આપી નહોતી 
Morbi BridgeImage Credit source: File Image
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Nov 16, 2022 | 5:42 PM

Morbi Tragedy :  ગુજરાતના મોરબી ઝુલતો પુલ તુટવાની દુર્ઘટનાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તપટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજુરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરી છે. તેમજ કહ્યું છે કે, જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ MOU કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છુટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા પણ આદેશ આપ્યો છે. આ કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે વધુ હાથ ધરાશે.

મોરબી નગરપાલિકા દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી

મોરબી ઝૂલતો બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં ફરી એક વખત સુનાવણી હાથ ધરાઇ હતી. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે મોરબી દુર્ઘટના મામલે ગૃહ વિભાગ, ચીફ સેક્રેટરી, મોરબી નગરપાલિકા, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી અને માનવ અધિકાર પંચને હાઇકોર્ટે નોટિસ ઇસ્યુ કરી હતી અને 10 દિવસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો. જો કે મોરબી નગરપાલિકા દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ લાલઘુમ થઇ છે.

જવાબ રજૂ ન કરે તો રૂ.1 લાખનો દંડ ભરવા તૈયાર રહેવા સૂચના

ગુજરાત હાઇકોર્ટે મ્યુનિસિપાલિટીને નોટિસ અંગે જવાબ ન આપતા ગંભીર નોંધ લીધી છે. મોરબી મ્યુનિસિપાલિટીને સાંજે સાડા ચાર વાગ્યા સુધી જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. જવાબ રજૂ ન કરે તો રૂ.1 લાખનો દંડ ભરવા તૈયાર રહેવા સૂચના આપી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મોરબી દુર્ઘટના કેસ મામલે ગઇકાલે 15 નવેમ્બરના રોજ પણ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને સુપર સીડ શા માટે નથી કરી તેનો ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં જવાબદાર કોણ તેનો પણ સરકાર સ્પષ્ટ જવાબ આપે તેવો હુકમ કર્યો. આ સાથે જ ચીફ ઓફિસર સામે સરકારે શું પગલા લીધા તે મામલે પણ સવાલો કર્યા હતા. આ સાથે ગુજરાત હાઇકોર્ટે સરકાર અને જવાબદારોને સવાલ કરતા કહ્યું કે, કોઈપણ જવાબદારી નક્કી ન થાય એવું એગ્રીમેન્ટ શા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">