AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના, પીએમ મોદીએ રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના આપી

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો 

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના, પીએમ મોદીએ રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના આપી
Image Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2022 | 8:23 PM
Share

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા દુર્ઘટના બની છે. જેમાં ઝૂલતો પૂલ તૂટતા અનેક લોકો પાણીમાં પડ્યા છે. જેમાં 10 થી વધુ લોકોના મોત થયા છે. ત્રણ દિવસ પહેલા ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજ મચ્છુ નદી પર બાંધવામાં આવ્યો હતો.. આ દરમ્યાન પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પી એમ મોદીએ મોરબી દુર્ઘટના અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમજ મોરબીની દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક ટીમો મોકલવા તાકીદ કરી હતી. તેમજ પીએમ મોદીએ પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

જ્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કરીને કહ્યું છે કે,  મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

મોરબીમાં તૂટેલો ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારે જૂનો છે. આ પુલનું વર્ષ 1879માં ખાતમુહૂર્ત કરાયું હતું. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ ખાતમુહૂર્ત થયું હતું. મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે પુલનુ ખાતમુહૂર્ત થયું હતું. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. જ્યારે હાલ 6 મહિના પહેલા સમારકામ માટે બ્રિજ બંધ કરાયો હતો.

જ્યારે સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો. ઓરેવા ગ્રુપના MDએ ઝૂલતા પુલને ખુલ્લો મુક્યો હતો. જેમાં ઝુલતા પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">