લો બોલો! મોરબીમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ધમધમતુ હતુ અને તંત્રને જાણ સુદ્ધા ન હતી, મીડિયાએ ભાંડો ફોડતા તંત્રએ પાંચ લોકો સામે નોંધી ફરિયાદ- વીડિયો

મોરબીના વાંકાનેરમાં વઘાસિયા નક્લી ટોલનાકામાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ તંત્ર જાગ્યુ છે અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. સરકારે તપાસ માટે પાંચ અધિકારીઓની ટીમ બનાવી છે.

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 04, 2023 | 8:35 PM

મોરબીના વાંકાનેરમાં વઘાસિયામાં નક્લી ટોલનાકા મુદ્દે આખરે પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર વ્હાઈટ હાઉસ સીરામીક કંપનીના માલિક અમરશી પટેલ, વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પાંચેય શખ્સો વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી બોગસ ટોલનાકુ ચલાવી રહ્યા હતા અને વાહનચાલકો પાસેથી ઉઘરાણા વસુલતા હતા. આ મામલે મીડિયામાં અહેવાલ પ્રકાશીત થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. જો કે સૌથી મોટો સવાલ એ પણ છે કે દોઢ વર્ષથી ચાલતા આ ટોલનાકા બાબતે શું પોલીસને જાણકારી જ ન હતી?

બોગસ ટોલનાકા વિશે પોલીસને જાણ જ ન હતી, બોલો !

મીડિયામાં ભાંડો ફુટ્યા બાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. જેમા SDMની એક ટીમ, DYSP અને સ્થાનિક પોલીસની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. જ્યારે ટોલનાકા પર રકમ વસૂલતા કૌભાંડીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

IPL 2024 માટે Jioના પ્લાનમાં મળશે Unlimited Data, જાણી લો કિંમત
દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પહોંચી સ્વિત્ઝરલેન્ડ, શેર કરી તસવીરો
IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ

વઘાસિયા ટોલનાકા પાસે બે ટોલનાકા બનાવી દેવાયા, જેનાથી તંત્ર અજાણ હતુ

નક્લી ટોલનાકુ ચલાવનારા આ શખ્સોની ખુરાફાત તો જુઓ. વઘાસિયા ટોલપ્લાઝા પાસે બે નક્લી ટોલનાકા બનાવી દેવાયા અને જ્યા અસલી ટોલપ્લાઝા કરતા 50 ટકા કરતા ઓછી રકમ વસુલવામાં આવતી હતી. જેથી વાહનચાલકો રૂપિયા બચાવવા માટે નકલી ટોલનાકાનો સહારો લેતા હતા. બોગસ ટોલનાકા પર ફોરવ્હીલના 50, મેટાડોરના 100 અને ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જ્યારે મુખ્ય રોડને જોડતા બીજા ટોલનાકા પર 20 રૂપિયા અલગથી વસૂલવામાં આવતા હતા.

સરકારી તંત્રની બેદરકારીની હદ ગણો કે આંખ આડા કાન છેલ્લા છેલ્લા દોઢ વર્ષથી નક્લી ટોલનાકુ ધમધમતુ હતુ અને સરકારી તંત્રને જાણ સુદ્ધા ન હતી. આ વાત ગળે ઉતરે તેવી તો લાગતી નથી. જ્યારે આ અંગે tv9 સંવાદદાતાએ મામલતદારને સવાલ કર્યો તો તેમણે ફક્ત કલેક્ટરને રિપોર્ટ કરવાનો જવાબ આપ્યો. બીજા તમામ સવાલોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું

આ પણ વાંચો: બનાવટી પાસપોર્ટના આધારે લંડનથી અમદાવાદ આવેલી મહિલાની કરાઈ ધરપકડ, પકડાઈ જવાના ડરથી અજમાવ્યો આ કિમિયો- વાંચો

સરકારી તિજોરીને નુક્સાન કરનારા કૌભાંડીઓએ ફક્ત નકલી ટોલનાકું જ નહીં બે-બે ગેરકાયદે રસ્તા પણ બનાવી દીધા હતા. મુખ્ય રોડથી દોઢ કિલોમીટર દૂર ગેરકાયદે રસ્તો બનાવ્યો હતો. જ્યાંથી વાહનચાલકો પસાર થતાં હતા. ગેરકાયદે રસ્તા અને નકલી ટોલનાકું બનાવીને કૌભાંડીઓ સરકારી તિજોરીને નુક્સાન પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા. તેમ છતાં સરકારી તંત્રને ધ્યાને કેમ ન આવ્યુ ? આંખો છે કે બટન? તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
'સુરતના ઉમેદવારના ટેકેદારની સહીનો મુદ્દો સામ દામ દંડ ભેદથી ઊભો કરાયો'
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">