બનાવટી પાસપોર્ટના આધારે લંડનથી અમદાવાદ આવેલી મહિલાની કરાઈ ધરપકડ, પકડાઈ જવાના ડરથી અજમાવ્યો આ કિમિયો- વાંચો

અમદાવાદ: બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે લંડનથી અમદાવાદ આવેલી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા બનાવટી પાસપોર્ટ લઈને ભારતમાં મેડિકલ સારવાર લઈને લંડન ગઈ અને ફરી અમદાવાદ આવતા પોલીસે ઝડપી લીધી છે. ઍરપોર્ટ પોલીસે મહિલા સામે ગુનો નોંધી SOGને સોંપી છે.

બનાવટી પાસપોર્ટના આધારે લંડનથી અમદાવાદ આવેલી મહિલાની કરાઈ ધરપકડ, પકડાઈ જવાના ડરથી અજમાવ્યો આ કિમિયો- વાંચો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 04, 2023 | 6:51 PM

અમદાવાદ: બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટના આધારે અમદાવાદ ઍૅરપોર્ટ પરથી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. જે મહિલાની ધરપકડ કરાઈ તે ગીતાબેન પટેલ છે અને બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ લઈને અમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. 2જી ડિસેમ્બરના રોજ મહિલા લંડનથી અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચી હતી. ઈમિગ્રેશન વિભાગે તપાસ કરતા મહિલા પાસેથી ભારતીય પાસપોર્ટ અને પોર્ટુગીઝ પાસપોર્ટ મળી આવ્યો હતો.

આ બંને પાસપોર્ટને સિસ્ટમમાં ચેક કરતા પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવટી હોવાનુ ખૂલ્યુ હતુ. મહિલા નક્લી પાસપોર્ટના આધારે 17 નવેમ્બર 2021ના રોજ લંડનથી દિલ્હી આવ્યા અને 13 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હીથી લંડન પરત જતા રહ્યા હોવાનુ ખૂલ્યુ હતુ. જેથી ઍરપોર્ટ પોલીસે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી છે.

9 વર્ષ પહેલા પતિ સાથે ભારતીય પાસપોર્ટ પર ગઈ હતી લંડન

નક્લી પાસપોર્ટ કેસમાં SOGની ટીમે તપાસ કરતા મૂળ કડીની રહેવાસી મહિલા આરોપી 9 વર્ષ પહેલા તેમના પતિ મહેશ પટેલ સાથે ભારતીય પાસપોર્ટ પર એજન્ટ મારફતે લંડન ગયા હતા. પરંતુ 2021માં તેમની તબિયત બગડી હતી. મહિલાને ઢીંચણનો દુ:ખાવો અને શારીરિક બીમારી થતા ભારતમાં ઈલાજ માટે આવવુ હતું. પરંતુ ભારતથી લંડન ગયા ત્યારે તેમનો વિઝા માત્ર બે વર્ષના હતો અને વિઝા પૂર્ણ થયા બાદ, તેઓ સાત વર્ષ સુધી ગેરકાયદેસર રીતે લંડનમાં રહેતા હતા.લંડનમાં વિઝા પૂર્ણ થયા બાદ જો તેઓ ભારત આવે તો પકડાઈ જવાનો ડર હતો.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

જેથી તેમને ભારતમાં પ્રવેશવા માટે નવો કિમિયો અજમાવીને રૂ 50 હજાર પાઉન્ડથી રીટા મેનેઝેસ નામથી નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હતો. જેની પ્રક્રિયા પણ લંડનમાં કરવામાં આવી અને આ નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ પર ભારતમાં ઈલાજ માટે આવ્યા હતા પરંતુ ફરી અમદાવાદ આવતા તેમનો ભાંડો ફૂટી ગયો હતો.

આ પણ વાંચો: રાજસ્થાનમાં ચૂંટણી જીતતા જ એક્શનમાં આવ્યા ભાજપના આ ધારાસભ્ય, ખુલ્લામાં ચાલતી નોનવેજની દુકાનો બંધ કરાવવા છોડ્યા આદેશ- વીડિયો

નક્લી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરી મહિલાને SOG ક્રાઈમને સોંપાઈ

નકલી પાસપોર્ટ કેસમાં ઍરપોર્ટ પોલીસે ગીતાબેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી, ધરપકડ કરીને SOG ક્રાઇમને સોંપી હતી. SOG ક્રાઇમે મહિલાના એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આ મહિલા સિવાય પરિવારના અન્ય કોણ લંડનમાં છે અને તેઓની પાસે નકલી પાસપોર્ટ છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત નકલી પાસપોર્ટને લઈને લંડન એમ્બેસીને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">