Breaking News : 400 દિવસથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહયા હતા.તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.

Breaking News : 400 દિવસથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા
Follow Us:
| Updated on: Mar 22, 2024 | 11:54 AM

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતો અને બહાર આવવા હવાતિયા મારી રહયો હતો. તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચુક્યા હતા. અંતે તેને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે.

જુદી જુદી કોર્ટમાં અનેક વાર કરી હતી જામીન અરજી

જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના MD હતા. મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે 400 દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતો. જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ભગાવવામાં આવી હતી. જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કેટલીક શરતો પર આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. ભૂતકાળમાં ઘટના બની ત્યારે 3 મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો.આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ટુંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

પીડિત પક્ષની સુરક્ષા સુનિશ્ચિત કરવા આપ્યા આદેશ

બીજી તરફ પીડિત પક્ષને પણ અનેક વાર ધમકીઓ મળી છે, તે બાબતને પણ કોર્ટે ધ્યાન પર લીધી છે. આ બાબતને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર પણ કરવામાં આવી છે. પીડિત પક્ષની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

1 ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું

મોરબીના મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 લોકોનાં મોત થયાં. આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી જયસુખ પટેલ હોવાનું સામે આવ્યુ હતુ. જયસુખ પટેલ ઘટના બાદ નાસતો ફરતો હતો. અંતે  જયસુખ પટેલે 1 ફેબ્રુઆરીએ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું.

ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.

શું હતી દુર્ઘટના?

મોરબીમાં વર્ષ 2022માં દિવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા.   આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા  હતા. ત્યારે  મચ્છુ નદીમાં પડેલા  લોકોને શોધવા માટે  30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન  4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું.  મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">