AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023 : ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈને વરસાદની આગાહી, જાણો કેટલા વિસ્તારમાં વરસશે વરસાદ

ગુજરાતમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

Monsoon 2023 : ગુજરાતમાં આગામી ત્રણ કલાકને લઈને વરસાદની આગાહી, જાણો કેટલા વિસ્તારમાં વરસશે વરસાદ
Darshal Raval
| Edited By: | Updated on: Jul 01, 2023 | 3:18 PM
Share

Monsoon 2023 : રાજ્યમાં આગામી ત્રણ કલાકને લઈને વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (Meteorological department) નાવ કાસ્ટ કરીને આગાહી જાહેર કરી છે. ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ (Thunderstorm) એક્ટિવિટી સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

આ પણ વાંચો- Monsoon 2023: અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 2.64 ઈંચ વરસાદ, 47 જગ્યા પર પાણી ભરાવાની મળી ફરિયાદો, જુઓ VIDEO

તો સાથે જ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદને લઇને હવામાન વિભાગે  એલર્ટ જાહેર કર્યુ છે. નવસારી,વલસાડ,ડાંગ, જૂનાગઢ, અમરેલી માં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ગીર સોમનાથ,ભાવનગર,ભરૂચ,સુરત, તાપી માં આજે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. અમદાવાદ, આણંદ,વડોદરા, નર્મદા,બોટાદ, રાજકોટ, પોરબંદરમાં આજે યલો એલર્ટ છે. રેડ એલર્ટના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો યલો એલર્ટ આપેલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો શું છે 24 કલાકની આગાહી

તો ચોમાસાના આરંભે જ મેઘરાજાએ ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ શરુ કરી દીધી છે. જૂનના અંતિમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતને વરસાદે ધમરોળ્યુ છે. ત્યારે હવે વરસાદ જુલાઇમાં પણ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. આજે ગુજરાતમાં 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં મેઘમહેર થશે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને આણંદમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં આગાહી અનુસાર અનેક વિસ્તારમાં મેઘરાજા મહેબાન થઇ રહ્યા છે. વહેલી સવારથી જ ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. તો જૂનાગઢમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે જૂનાગઢમાં અનેક ગામોમાં પાણી ભરાયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">