જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યુ, વિસાવદરમાં 12 કલાકમાં 16 ઇંચ વરસાદ, જૂઓ જળબંબાકારના Video
જૂનાગઢ શહેરમાં 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઓઝત નદીમાં પૂરના કારણે ઘેડ પંથકના 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો સાથે જ NDRFની ટીમ પણ મગાવવામાં આવી છે.
Junagadh : જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી (Rain) જળબંબાકારની સ્થિતિ છે. સૌથી વધુ વિસાવદરમાં 12 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરમાં 2 દિવસમાં 16 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઓઝત નદીમાં પૂરના કારણે ઘેડ પંથકના 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો સાથે જ NDRFની ટીમ પણ મગાવવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાની ડિઝાસ્ટરની ટીમો પણ ખડેપગે છે. વિસાવદર પંથકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. દુર્વેશનગરમાં પાણી ઘૂસવા મુદ્દે કલેકટર દ્વારા કમિશનર સાથે ચર્ચા કરાઈ છે. લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે તાકીદ કરાઈ છે.
જૂનાગઢ જિલ્લામાં ઓઝત અને ઉબેણ નદીમાં પૂર આવતા ઘેડ પંથકના ગામો પાણીથી તરબોળ થઇ ગયા છે. માણાવદરનાં મતિયાણા ગામના આકાશી દ્ર્શ્યો સામે આવ્યા છે. ઓઝત નદીના તમામ પાણી ઘેડના ગામોમાંથી પસાર થાય છે. માણાવદર, કેશોદ અને માંગરોળ ત્રણ તાલુકાના 41 જેટલા ગામો માર્ગમાં આવે છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો