ગુજરાતમાં મોદીની ‘વિકાસ યાત્રા’ : ગુજરાત બનશે વિકાસ હબ – જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 મેના રોજ ભુજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને એક ખાસ ભેટ આપશે. વાત એમ છે કે, રૂ.52,953 કરોડના 31 વિકાસ કામોની ભેટ ગુજરાતને આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 મેના રોજ ભુજ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને એક ખાસ ભેટ આપશે. વાત એમ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ભુજ ખાતેથી રૂ.52,953 કરોડના 31 વિકાસ કામોની ભેટ ગુજરાતને આપશે. જેમાંથી રૂ.2,292 કરોડના ખર્ચે તૈયાર થયેલા 17 પ્રોજેક્ટોનું ઇ-લોકાર્પણ અને રૂ.50,661 કરોડના ખર્ચે શરૂ થનારા 14 નવા પ્રોજેક્ટોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પાવરગ્રીડ વિભાગના રૂ.186 કરોડના ખર્ચે 400 ડીસી લાઇનના આકાર પામેલા બનાસકાંઠા-સંખારી ટ્રાન્સમિશન પ્રોજેકટ ઉપરાંત દિનદયાલ પોર્ટ ઓથોરીટી (કંડલા)ના 7 કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસ કામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. રૂ.43 કરોડના ખર્ચે બનનાર પલાસવા-ભીમાસર-હમીરપુર-ફતેહગઢ રોડ તથા રૂ.40 કરોડના કોડટા-બીટ્ટા રોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
દિનદયાલ પોર્ટ ઓથોરીટીના રૂ.150 કરોડના ખર્ચે 10 મેગાવોટની ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ફેસિલિટીનું બાંધકામ, રૂ.400 કરોડના ખર્ચે હાયપરલૂપ પોડ ટેક્નોલોજી દ્વારા પોર્ટ અને સ્ટોરેજ એરિયા વચ્ચે ટ્રાન્સપોર્ટેશન સુવિધા તેમજ રૂ.453 કરોડના ખર્ચે કંડલા ખાતે રોડ નંબર 3 પર ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય 6 લેનના અપગ્રેડેશનના કામોનું પણ ખાતમુહૂર્ત કરાશે.
