ગુજરાત યુનિવર્સીટીની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, પ્રશ્નોના જવાબના ઓપ્શનમાં ભૂલો
ગુજરાત યુનિવર્સિટી(Gujarat University ) ની ઓનલાઇન પરિક્ષામાં છબરડો સામે આવ્યો છે. જેમાં આજથી શરૂ થયેલી BSC સેમેસ્ટર -1ના ફિઝિક્સના પેપરમાં છબરડો સામે આવ્યો છે. શુક્રવારે બપોરે 3થી 4 વાગ્યા દરમ્યાન યુનિવર્સિટી દ્વારા Bsc સેમેસ્ટર 1ના ફિઝિક્સનું ઓનલાઇન પેપર લેવામાં આવ્યું હતું. આ ઓનલાઇન(Online)પરીક્ષામાં પ્રશ્નના જવાબોના ઓપશનમાં ભૂલો જોવા મળી હતી

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University ) ની ઓનલાઇન પરિક્ષામાં છબરડો સામે આવ્યો છે. જેમાં આજથી શરૂ થયેલી BSC સેમેસ્ટર -1ના ફિઝિક્સના પેપરમાં છબરડો સામે આવ્યો છે. શુક્રવારે બપોરે 3થી 4 વાગ્યા દરમ્યાન યુનિવર્સિટી દ્વારા Bsc સેમેસ્ટર 1ના ફિઝિક્સનું ઓનલાઇન પેપર લેવામાં આવ્યું હતું. આ ઓનલાઇન(Online)પરીક્ષામાં પ્રશ્નના જવાબોના ઓપશનમાં ભૂલો જોવા મળી હતી.

આ ઓનલાઇન(Online) પરીક્ષામાં કેટલાક એમસીકયુ પ્રશ્નોમાં જવાબના ઓપશન એક સરખા જોવા મળ્યા હતા.અમુક પ્રશ્નોના જવાબના ચારે ચાર ઓપશન એક સરખા પુછાયા હતા.A,B,Cઅને D ચારે ચાર જવાબના ઓપશન એક સરખા હોવાથી ચારમાંથી કયો જવાબ સિલેક્ટ કરવો તેને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા.
જ્યારે (Gujarat University)દ્વારા આયોજિત પરીક્ષાના કેટલાક પ્રશ્નોમાં જવાબના ચાર ઓપશન માંથી ત્રણ ઓપશનમાં જવાબો એક સરખા જ પુછાયા હતા.તો કેટલાક પ્રશ્નોમાં જવાબના ચાર ઓપશન માંથી બે ઓપશનમાં એક સરખા જવાબો જોવા મળ્યા હતા.
આ બાબતે વિદ્યાર્થીઓની માંગ છે કે જે પ્રશ્નોના જવાબોના ઓપશન એક સરખા પૂછવામાં આવ્યા છે તેને લઈને ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)યોગ્ય નિર્ણય કરે. જે પ્રશ્નોના ચારે ચાર જવાબો એક સરખા પુછાયા છે તેવા પ્રશ્નોના માર્કસ વિદ્યાર્થીઓએ ગમે તે ઓપશન સિલેક્ટ કર્યું હોય તો પણ આપવામાં આવે.