Mehsana : વિસનગર તાલુકામાં ત્રણ દિવસમાં 2300 લોકોએ આયુષ્યમાન કાર્ડ મેળવ્યા
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં 'આપ કે દ્વાર આયુષ્યમાન' ત્રિ-દિવસીય મહાઝૂંબેશમાં વિસનગરના 2300 જેટલા વ્યક્તિઓએ આયુષ્યમાન કાર્ડ( Ayushman Card) કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું છે. આ કાર્યક્રમમાં વિસનગરના વિકાસનું વિઝન મંત્રી ઋષિકેશ પટેલે લોકો સમક્ષ મૂક્યું હતું.

મહેસાણા(Mehsana) જિલ્લાના વિસનગર(Visnagar) તાલુકામાં ‘આપ કે દ્વાર આયુષ્યમાન’ ત્રિ-દિવસીય મહાઝૂંબેશ સંપન્ન થઈ છે. જેમાં કાંસા ખાતે પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રજાજનોનો આભાર માન્યો હતો. તેમજ ત્રિદિવસીય ઝુંબેશમાં વિસનગરના 2300 જેટલા વ્યક્તિઓએ આયુષ્યમાન કાર્ડ( Ayushman Card) કઢાવી આરોગ્ય સુરક્ષા કવચ ધારણ કર્યું છે. આ કાર્યક્રમમાં વિસનગરના વિકાસનું વિઝન મંત્રી ઋષિકેશ પટેલે લોકો સમક્ષ મૂક્યું હતું. વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ‘આપ કે દ્વાર આયુષ્માન’ ત્રિ-દિવસીય મહાઝુંબેશ આરંભી હતી. ત્રિ-દિવસીય પ્રથમ તબક્કામાં વિસનગર મળેલા પ્રતિસાદ બદલ મંત્રી જયેશભાઇ પટેલે સર્વે નાગરિકોનો આભાર માન્યો હતો.
આયુષ્માન કાર્ડની ઝુંબેશ તબક્કાવાર હાથ ધરવામાં આવશે.
ટૂંક સમયમાં જ વાલમથી આવનાર પાણીની લાઈન વિસનગર શહેર તેમજ ગ્રામ્ય જનોને સરળતાથી પાણી પહોંચતું કરશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે મહા ઝુંબેશનો અંત નહીં પરંતુ આગામી સમયમાં વધુ અસરકારક આરોગ્યલક્ષી ઝુંબેશની શરૂઆત છે તેમ જણાવીને આગામી સમયમાં પણ વિસનગર સહિત મહેસાણા જિલ્લા અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ‘આપ કે દ્વાર આયુષ્માન’ અંતર્ગત આયુષ્માન કાર્ડની ઝુંબેશ તબક્કાવાર હાથ ધરવામાં આવશે.
અતિ મોંઘી સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ
ઉલ્લેખનીય છે કે, આયુષ્યમાન કાર્ડની ઝુંબેશના પ્રારભે આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું જિલ્લાના મહત્તમ લોકો આયુષ્માન કાર્ડ નો લાભ મેળવી શકે તેના પ્રયાસરૂપે શુક્રવારથી વીસનગર થી ત્રિ-દિવસીય મહા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.તબક્કાવાર જિલ્લાના અન્ય તાલુકાઓમાં અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની જનહિત લક્ષી ઝુંબેશ હાથ ધરવામાં આવશે .આયુષ્માન કાર્ડ અંતર્ગત ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં ખર્ચાળ અને અતિ મોંઘી સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે. જેમાં કિડની, કેન્સર, હૃદયરોગ સહિતના ગંભીર રોગો અને અતિ જટીલ સર્જરી પણ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય છે.
આ પણ વાંચો : Vadodara : યુક્રેનમાં ફસાયેલા પાંચ વિદ્યાર્થીઓ હેમખેમ પરત પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા
આ પણ વાંચો : Dahod : યુક્રેન-રશિયા યુદ્ધ સંકટ વચ્ચે યુક્રેન ખાતે દાહોદના 10 વિદ્યાર્થીઓ ફસાયા