AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod : યુક્રેન-રશિયા યુદ્ધ સંકટ વચ્ચે યુક્રેન ખાતે દાહોદના 10 વિદ્યાર્થીઓ ફસાયા

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય કક્ષાના હેલ્પ સેન્ટર સાથે પણ આ માટે સતત સંપર્કમાં છે. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહીને તેમને માહિતી આપવામાં આવી રહી છે.જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય કક્ષાના હેલ્પ સેન્ટર સાથે પણ આ માટે સતત સંપર્કમાં છે.

Dahod : યુક્રેન-રશિયા યુદ્ધ સંકટ વચ્ચે યુક્રેન ખાતે દાહોદના 10 વિદ્યાર્થીઓ ફસાયા
Dahod Jilla Panchyat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 6:53 PM

યુક્રેન-રશિયા યુદ્ધ (Russia Ukraine War) સંકટ વચ્ચે યુક્રેન ખાતે દાહોદનાં(Dahod)  10 જેટલા વિદ્યાર્થીઓ (Student)  ફસાયા છે.. યુક્રેન ખાતે ફસાયેલા દાહોદનાં વિદ્યાર્થીઓમાં અક્ષય જયસ્વાલ, હર્ષિલ જોષી, સહર્ષ પટેલ, મુર્તઝા મોહમ્મદ, શિવાંગી કલાલ, જયકિશન વૈરાગી, કુમૈલ હાતિમભાઇ, લોકેશ પાટીલ, સ્નેહલ પટેલ, પ્રથમેશ મોદીના નામ તંત્ર દ્વારા રાજ્ય કક્ષાએ મોકલવામાં આવ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે જિલ્લા કક્ષાની હેલ્પલાઇન 02673-239277 શરૂ કરવામાં આવી છે.. ઉપરાંત 1077 ઉપર પણ સંપર્ક કરી શકાશે.જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય કક્ષાના હેલ્પ સેન્ટર સાથે પણ આ માટે સતત સંપર્કમાં છે. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહીને તેમને માહિતી આપવામાં આવી રહી છે.

જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય કક્ષાના હેલ્પ સેન્ટર સાથે પણ આ માટે સતત સંપર્કમાં છે. તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ સતત સંપર્કમાં રહીને તેમને માહિતી આપવામાં આવી રહી છે.

ગુજરાતના 584 જેટલા લોકો યુક્રેનમાં ફસાયેલા

જેમાં ગુજરાતમાંથી (Gujarat) યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની(Russia Ukraine War) પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયેલા છે.આ યુવાઓને તેમના વતન ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ(Jitu Vaghani) જણાવ્યું હતું. શિક્ષણમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વિદેશ મંત્રી જયશંકરજી અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે.

શું પીરિયડ્સ દરમિયાન તુલસીની માળા પહેરાય ?
અમદાવાદ : ભગવાન જગન્નાથના અલૌકિક મામેરાની તસવીરો
સામુદ્રિક શાસ્ત્ર : તમારા કાન આવા છે તો બનશો ધનવાન, જાણો કેવી રીતે
કાંતારાના અભિનેતા ઋષભ શેટ્ટીના પરિવાર વિશે જાણો
રવિવારે સૂર્ય દેવને પાણી ચઢાવવાથી શું થાય છે?
શનિ દેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય!

પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00 થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરુ કરી છે. હેલ્પલાઈન નંબર – 079- 232- 38278. Email – nrgfoundation@yahoo.co.in રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad : વડોદરામાં બહેનપણીના ઘરે જ ચોરી કરનાર માતા, દીકરી, દીકરો અને મિત્રને પોલીસે ઝડપ્યા

આ પણ વાંચો : રાજકોટ : જેતપુરમાં બનેલ પક્ષી ઘરને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો, ખેડૂતે શિવલિંગ આકારનું પક્ષી ઘર બનાવ્યું

g clip-path="url(#clip0_868_265)">