Mehsana: બેચરાજીમાં રંગેચંગે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, આન, બાન, શાન સાથે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી

Mehsana: બેચરાજીમાં રંગેચંગે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જેમા આન, બાન, શાન સાથે સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી.

Mehsana: બેચરાજીમાં રંગેચંગે 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, આન, બાન, શાન સાથે સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી ઉજવણી
સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્મા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 8:08 PM

મહેસાણા (Mahesana) જિલ્લાના બેચરાજીમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી જગદિશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma)એ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. ધ્વજવંદન બાદ સહકાર મંત્રીએ પરેડ નિરીક્ષણ કરી નાગરિકોનુ અભિવાદન જીલ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાને શરૂ કરાવેલા હર ઘર તિરંગા(Har Ghar Tiranga) અભિયાનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. તેમણે જણાવ્યુ કે દેશના ગરીબ, વંચિત, નબળા વર્ગના લોકોની ચિંતા કરાઈ રહી છે. એટલુ જ નહીં પરંતુ વડાપ્રધાનની વિકાસ નીતિ અને ગરીબોની કલ્યાણકારી નીતિ એમ દરેક નીતિના મીઠા ફળ રાષ્ટ્રને મળ્યા છે.

નરેન્દ્ર મોદીના વિઝનને કારણે ગુજરાત અગ્રગણ્ય રાજ્ય બન્યુ: જગદિશ વિશ્વકર્મા

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ છે. જેના પગલે ગુજરાત સમગ્ર દેશનું અગ્રગણ્ય રાજ્ય બન્યુ છે. ગુજરાત નરેન્દ્ર મોદીએ આપેલ વિકાસની દિશાના પથ પર નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યુ છે. રાજ્ય સરકારે છેવાડાના માનવી, ગરીબ, પીડિત, વંચિત, શોષિત તમામ વર્ગના લોકોની ચિંતા કરી તેમની સમસ્યાનુ સમાધાન થાય તે દિશામાં કાર્ય કરી રહ્યા છે.

આ પ્રસંગે ઉધોગ મંત્રી જગદીશભાઇ વિશ્વકર્માએ ઉમેર્યું હતુ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, ખેતી, ગ્રામિણ વિકાસ, ઉધોગો સહિત વિવિઘ ક્ષેત્રે ગુજરાત વિકાસનો આધાર બન્યુ છે. કોરોના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના સામેના જંગમાં જીત મેળવી છે. 10 કરોડથી વધુના વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ ઉપરાંત એર એમ્બ્યુલન્સ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

સહકાર મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં વાવણીથી વેચાણ સુધી સરકાર ધરતીપુત્રોની પડખે ઉભી છે. ખેડૂતોની જમીન વધુ ફળદ્રુપ બને અને રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકસાનને અટકાવવા નક્કર કાર્ય સરકારે આરંભ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. ડાંગ જિલ્લાને 100 ટકા પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

બેચરાજીમાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ, કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, અગ્રણી જશુભાઈ પટેલ, મયંકભાઈ નાયક, ભગાજી ઠાકોર, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી, મહેસાણા

કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">