Mehsana : આસજોલ-બેચરાજીને જોડતા સ્ટેટ હાઇવે પર બ્રિજના મરામતની કામગીરીને પગલે ડાયવર્ઝન અપાયું
બેચરાજીથી મહેસાણા(Mehsana) જતા ઓછા વજનના વાહનો ધનપુરા થઇ નર્મદા મુખ્ય કેનાલના પુલ સા.308.196 થઇ આસજોલ થઇ મહેસાણા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ગુજરાતમાં મહેસાણા(Mehsana)જિલ્લાના આસજોલ-બેચરાજીને(Becharaji)જોડતા સ્ટેટ હાઇવે પર બ્રીજના સમારકામ સારૂ બ્રીજની મરામતની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી જાહેર સલામતી અને ટ્રાફિકની(Traffic)અવર-જવરમાં મુશ્કેલી પડે નહિ તે હેતુસર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)(બી)થી મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ વાહન વ્યવહાર બંધ કરવા તેમજ ડાયવર્ઝન માટે આદેશ કરેલ છે. જેમાં ભારે વાહનોને બેચરાજીથી મહેસાણા જતા કાલરી જંકશનથી નર્મદા મુખ્ય કેનાલના પુલ સાઇટ 314.620 થઇ મોઢેરા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં મહેસાણાથી બેચરાજી જતા ભારે વાહનો મોઢેરાથી નર્મદા મુખ્ય કેનાલના પુલ સા.314.620 થઇ કાલરી જંકશન થઇ બેચરાજી તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
આ ઉપરાંત ઓછા વજનના વાહનોને બેચરાજીથી મહેસાણા જતા ઓછા વજનના વાહનો ધનપુરા થઇ નર્મદા મુખ્ય કેનાલના પુલ સા.308.196 થઇ આસજોલ થઇ મહેસાણા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં મહેસાણાથી બેચરાજી જતા ઓછા વજનના વાહનો આસજોલ ત્રણ રસ્તાથી નર્મદા મુખ્ય કેનાલ પુલ સા.305.128 થઇ રાતે જ થઇ બેચરાજી તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
આ હુકમો અમલ 27 જુલાઇથી 06 માસ સુધી અમલી રહેશે .આ પ્રતિબંધિત હુકમ કોઇપણ ખંડનો ભંગ ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 તથા કલમ 135 તથા ભારતીય દંડ સંહિતાની 1860ની કલમ 188 અન્વયે શિક્ષાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેર આઇ.આર.વાળાએ જણાવ્યું છે.