AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં ગેરકાયદે ઘૂષણખોરી મામલે 9 ખાનગી સંસ્થાના કર્મચારીઓને પોલીસે તેડું, SOGની ટીમના ગુડગાંવમાં ધામા

અમદાવાદની (Ahmedabad) કુલ 9 ખાનગી સંસ્થાના કર્મચારીઓને પોલીસે તેડું મોકલ્યું છે. બીજીતરફ પરીક્ષાની તમામ કામગીરી ગુડગાંવ હેડ ઓફિસથી થતી હોવાનું સામે આવતાં SOGની ટીમે ગુડગાંવમાં ધામા નાખ્યા છે.

અમેરિકામાં ગેરકાયદે ઘૂષણખોરી મામલે  9 ખાનગી સંસ્થાના કર્મચારીઓને પોલીસે તેડું, SOGની ટીમના ગુડગાંવમાં ધામા
USમાં ગેરકાયદે ઘૂષણખોરી મામલે SOGની ટીમના ગુડગાંવમાં ધામા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 10:40 AM
Share

મહેસાણામાં (Mehsana) IELTS પરીક્ષામાં 8 બેન્ડ મેળવી અમેરિકામાં (America) ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા ચાર યુવકોને પોલીસે દબોચી લીધા હતા. ત્યારે આ મામલે મહેસાણા પોલીસે તપાસ તેજ કરી છે. અમદાવાદની (Ahmedabad) પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાના મેનેજર સહિત બે કર્મચારીઓની મહેસાણા SOG પોલીસે (Mehsana SOG Police) પૂછપરછ કરી છે. સંસ્થા દ્વારા માત્ર પરીક્ષા માટે સ્થળ નક્કી કરાયા હોવાનું જણાવાયું છે. અમદાવાદની કુલ 9 ખાનગી સંસ્થાના કર્મચારીઓને પોલીસે તેડું મોકલ્યું છે. બીજીતરફ પરીક્ષાની તમામ કામગીરી ગુડગાંવ હેડ ઓફિસથી થતી હોવાનું સામે આવતાં SOGની ટીમે ગુડગાંવમાં ધામા નાખ્યા છે. આતરફ નવસારીમાં પણ લેવાયેલી પરીક્ષાના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે..

બોટ ડુબતા ઝડપાઇ ગયા હતા

મહેસાણાના ચાર યુવક ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ અને સાવન પટેલે તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ મેળવી કેનેડા પહોંચી ગયા હતા. જ્યાંથી 28 એપ્રિલના રોજ બોટ મારફતે અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે નદીમાં ડૂબી રહેલા યુવકોને અમેરિકન પોલીસે બચાવી લીધા હતા અને અમેરિકન કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં કાર્યવાહી દરમિયાન યુવકો અંગ્રેજી બોલી ન શક્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો..બીજી તરફ અમેરિકાની કોર્ટે ચારેય યુવકોને ભારત પરત મોકલવાનો આદેશ કર્યો છે. નવસારીના સેન્ટરમાં IELTSની પરીક્ષા અપાવીને ચારેય યુવકોએ 8 બેન્ડ મેળવી લીધા હતા. નવસારીની હોટલ ફન સિટીના બેંકવેટ હોલમાં સપ્ટેમ્બર 2021માં ચારેય વિદ્યાર્થીઓએ IELTSની પરીક્ષા આપી હતી.

ક્યાંથી પરીક્ષા આપી ?

નીલ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277529 પરથી 7 બેન્ડ મેળવ્યા

ધ્રૂવ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277490 પરથી 6.5 બેન્ડ મેળવ્યા

ઉર્વીશ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277518 પરથી 7 બેન્ડ મેળવ્યા

સાવન પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે પરીક્ષા યોજાઈ બેઠક નંબર 277510 પરથી 7 બેન્ડ મેળવ્યા

(વીથ ઇનપુટ- મનિષ મિસ્ત્રી, મહેસાણા)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">