AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: ગેરકાયદે અમેરિકામાં ઘૂષણખોરીના કેસની તપાસ મુંબઇ એમ્બેસીએ મહેસાણા SPને સોંપી, બે એજન્ટના નામ ખુલ્યા

મહેસાણા જિલ્લાના 4 યુવકોને અમેરિકા  (America) જવું મોંઘું પડી ગયું છે. IELTS પરીક્ષામાં સેટિંગ કરી 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને દબોચી લીધા. આ મામલે મુંબઇ એમ્બેસીએ (Mumbai Embassy) મહેસાણા SPને તપાસ સોંપી છે

Mehsana: ગેરકાયદે અમેરિકામાં ઘૂષણખોરીના કેસની તપાસ મુંબઇ એમ્બેસીએ મહેસાણા SPને સોંપી, બે એજન્ટના નામ ખુલ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 9:38 AM
Share

ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે, હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવુ હવે સપનુ નહીં પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયુ છે અને લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર હોય છે. આવી જ એક ઘટના મહેસાણા  (Mehsana) બની છે. જ્યાં મહેસાણા જિલ્લાના 4 યુવકોને અમેરિકા  (America) જવું મોંઘું પડી ગયું છે. IELTS પરીક્ષામાં સેટિંગ કરી 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને દબોચી લીધા. આ મામલે મુંબઇ એમ્બેસીએ (Mumbai Embassy) મહેસાણા SPને તપાસ માટે જાણ કરતા IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની GIDCમાં આ 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો.

મહેસાણા પોલીસની તપાસમાં બે એજન્ટ ચેતન પટેલ અને જીગર પટેલનું નામ સામે આવ્યું છે. એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂ. 21 લાખ રૂપિયા ફાઇલ રજીસ્ટ્રેશન કરાવવાના લેતા. જેમાં કોલેજ ફી, ટીકીટ ફી બધું આવી જતું. આ કેસમાં મહેસાણાના બે એજન્ટ સાથે ગાંધીનગરના અમિત ચૌધરી નામના વ્યક્તિનું પણ નામ સામે આવ્યું છે.

મહેસાણાના ચાર યુવક ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ અને સાવન પટેલે તિકડમ કરીને IELTSમાં 8 બેન્ડ મેળવી કેનેડા પહોંચી ગયા હતા. જ્યાંથી 28 એપ્રિલના રોજ બોટ મારફતે અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે નદીમાં ડૂબી રહેલા યુવકોને અમેરિકન પોલીસે બચાવી લીધા હતા. કોર્ટમાં કાર્યવાહી દરમિયાન યુવકો અંગ્રેજી બોલી ન શક્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો..બીજી તરફ અમેરિકાની કોર્ટે ચારેય યુવકોને ભારત પરત મોકલવાનો આદેશ કર્યો છે. નવસારીના સેન્ટરમાં IELTSની પરીક્ષા અપાવીને ચારેય યુવકોએ 8 બેન્ડ મેળવી લીધા હતા. નવસારીની હોટલ ફન સિટીના બેંકવેટ હોલમાં સપ્ટેમ્બર 2021માં ચારેય વિદ્યાર્થીઓએ IELTSની પરીક્ષા આપી હતી.

ક્યાંથી પરીક્ષા આપી ?

નીલ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277529 પરથી 7 બેન્ડ મેળવ્યા

ધ્રૂવ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277490 પરથી 6.5 બેન્ડ મેળવ્યા

ઉર્વીશ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277518 પરથી 7 બેન્ડ મેળવ્યા

સાવન પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે પરીક્ષા યોજાઈ બેઠક નંબર 277510 પરથી 7 બેન્ડ મેળવ્યા

29 એપ્રિલે કેનેડા ગયા હતા

આ ચારેય યુવકો 29 એપ્રિલના રોજ કેનેડા ગયા હતા અને ત્યાંથી અમેરિકા નદીમાં બોટ મારફતે જતા હતા. આ સમયે બોટ ડૂબી જતા અમેરિકાની સુરક્ષા એજન્સીઓએ યુવકોને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. જે બાદ તમામને કોર્ટમાં રજૂ કર્યા હતા. અમેરિકાની કોર્ટમાં રજૂ કરતા ચાર યુવકો IELTSમાં 7 બેન્ડ હોવા છતાં અંગ્રેજી બોલી શક્યા ન હતા. આથી આ અંગે અમેરિકાની એમ્બેસીએ મુંબઈ એમ્બેસીને જાણ કરી. જેના આધારે મહેસાણા SPએ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપી છે.

g clip-path="url(#clip0_868_265)">