AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: મહેસાણા પાલિકા જગ્યા અને ખર્ચ આપશે તો NGO શ્વાનને સાચવવા તૈયાર

મહેસાણા પાલિકાએ શ્વાનને પકડવા માટે હાથ ઉંચા કરી દીધા છે. પાલિકાનું કહેવું છે કે, શ્વાન તો પકડવા છે પણ કોઈ એજન્સી મળતી નથી. છેવટે એક NGO આગળ પાલિકાએ પ્રસ્તાવ મુકયો છે.

Gujarat: મહેસાણા પાલિકા જગ્યા અને ખર્ચ આપશે તો  NGO શ્વાનને સાચવવા તૈયાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 10:22 AM
Share

રાજ્યમાં સતત શ્વાનનો આતંક વધી રહ્યો છે. શ્વાનના હુમલાની ઘટનાઓ વચ્ચે મહેસાણામાં રખડતા શ્વાનનો ત્રાસ રોકવા પાલિકા અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી શ્વાન કરડવાના અનેક બનાવ બન્યા હોવા છતાં પાલિકાને શ્વાન પકડવામાં કોઈ રસ નથી.

આ પણ  વાંચો : Gujarati Video : મહેસાણા નગરપાલિકાએ બાકી મિલકતવેરો ધરાવતા લોકો પર કરી લાલ આંખ, જુઓ Video

મહેસાણા પાલિકાએ શ્વાનને પકડવા માટે હાથ ઉંચા કરી દીધા છે. પાલિકાનું કહેવું છે કે શ્વાન તો પકડવા છે પણ કોઈ એજન્સી મળતી નથી. છેવટે એક NGO આગળ પાલિકાએ પ્રસ્તાવ મુકયો છે. હવે જો પાલિકા એમને જગ્યા અને ખર્ચ આપશે તો NGO શ્વાનને પકડી સાચવશે. સાથે જ હડકાયા કે અન્ય બીમાર શ્વાનોની સારવાર પણ NGO કરશે. પરંતુ હજુ સુધી પાલિકાએ જગ્યા અને ખર્ચ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી.

શહેરમાં થોડા દિવસ અગાઉ શ્વાને એક બાળકી અને બાઈક પર જઈ રહેલા યુવક પર હુમલો કર્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા રખડતા શ્વાનમાંથી લોકોને કયારે મુક્તિ અપાવશે.

રાજ્યમાં શ્વાનનો આતંક

મહેસાણા ટી.બી રોડ પર આવેલ સ્નેહકુંજ સોસાયટીમાં બની હતી. પોતાના ઘર આગળ રમતી એક નવ વર્ષની બાળકીને કૂતરાને ટચલી આંગળીએ બચકુ ભરી લેતાં ગંભીર ઇજાથી લોહી નિકળવા લાગ્યુ હતુ. બાળકીના પિતા નોકરી અર્થે બહાર ગયા હતા. જેથી પાડોશીએ તાત્કાલી ધોરણે બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા,જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી.

આ અગાઉ પણ સુરતના ખજોદ વિસ્તારમાં એક સાથે ત્રણ શ્વાને 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ હતું. જે પછી લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 2 વર્ષની બાળકીને શ્વાને ભર્યા 40થી વધુ બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી હતી. સુરતમાં રખડતા શ્વાનના આંતકથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ શ્વાને બચકા ભર્યાની અનેક ઘટનાઓ સામે આવી હતી.

આ અગાઉ 9 જાન્યુઆરીએ સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં શ્વાને બાળકી પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા હતાં. જેમાં જોઈ શકાય છે કે એક બાળકી રમતા-રમતા ઘરની બહાર નીકળી કે તરત જ શ્વાને તેના પર હુમલો કરીને નીચે પાડી દીધી હતી. ત્યારબાદ 30 સેકન્ડથી વધુ તે બાળકી પર તૂટી પડ્યું હતું. આ શ્વાને બાળકીના ગાલને ફાડી ખાધો હતો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">