AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહેસાણાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત થતા તાત્કાલીક ધોરણે બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Breaking News : મહેસાણાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 12:20 PM
Share

મહેસાણાના ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત થતા તાત્કાલીક ધોરણે બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Mehsana: G-20 એનર્જી વર્કિંગ ગૃપના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 3 અને 4 એપ્રિલે મોઢેરા સૂર્યમંદિર અને સોલાર પાર્ક પ્રોજેક્ટની મુલાકાત કરશે

અમદાવાદ ખાતે સિવીલ હોસ્પિટલમાં ઠાકોર હીરાબેન અને ઠાકોર રમેશજી નામના ઇજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસને તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં બનેલી અકસ્માતની અન્ય ઘટનાઓ

આજે સવારે સુરત મનપાની કચરાગાડીના ચાલકે વધુ એકનો ભોગ લીધો છે. દાણા-ચણાની લારી ચલાવતા યુવકને કચરાગાડીની અડફેટે લેતા યુવકનું મોત થયુ છે. મનપાની કચરાની ગાડીના ચાલકે લારી સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ ઘટના સ્થળે આવી પોંહચી હતી. ઉધના પોલીસે ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી

આ અગાઉ પણ જામનગરમાં નાગનાથ ગેઈટ નજીક રીક્ષા અને મનપાની કચરાની ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. રિક્ષા અને મનપાની કચરાની ગાડી સામસામે ટકરાતા રિક્ષામાં સવાર બે બાળક સહિત ચારને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">