Mehsana: G-20 એનર્જી વર્કિંગ ગૃપના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 3 અને 4 એપ્રિલે મોઢેરા સૂર્યમંદિર અને સોલાર પાર્ક પ્રોજેક્ટની મુલાકાત કરશે

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 9:36 AM

Mehsana: G-20 એનર્જી વર્કિંગ ગૃપના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 3 અને 4 એપ્રિલે મોઢેરા સૂર્યમંદિર અને સોલાર પાર્ક પ્રોજેક્ટ સુજાણપુરની મુલાકાત કરશે. જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ, ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે આયોજન કરાયુ છે. વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના આદર્શ સાથે ભારતમાં 29 સ્થળોએ G-20 સમિટનું આયોજન થઈ રહ્યુ છે.

Mehsana: G-20 એનર્જી વર્કિંગ ગૃપના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 3 અને 4 એપ્રિલે મોઢેરા સૂર્યમંદિર અને સોલાર પાર્ક પ્રોજેક્ટની મુલાકાત કરશે

G-20 વસુધૈવ કુટુંબકમ. વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર. આ આદર્શ સાથે G-20ની અધ્યક્ષતા હેઠળ ભારતમાં કુલ 29 જગ્યા પર G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. 1- ડિસેમ્બર 2022 થી 30 -નવેમ્બર 2023 ભારત G-20 ની અધ્યક્ષતા કરી રહ્યુ છે.  G-20 એટલે કે ગૃપ-20. આ વખતે ભારતની અધ્યક્ષતામાં આ સમિટ આયોજિત થઈ રહી છે.

જેમા ગુજરાતના કચ્છનું રણ ,ગાંધીનગર, સુરત આ ત્રણ શહેરોમાં G20 ની બેઠક યોજાઈ છે. જ્યારે પંજાબમાં જોઈએ તો અમૃતસર, ચંદીગઢ, દિલ્હી, હરિયાણાના ગુરુગ્રામ, રાજસ્થાનના જોધપુર તેમજ ઉદયપુર, ઉત્તરપ્રદેશના લખનઉ તેમજ વારાણસીમાં જ્યારે મધ્યપ્રદેશના ખજુરાહો અને ઈન્દોરમાં બેઠક યોજાશે.

પશ્ચિમ બંગાળમાં જોઈએ તો સીલીગુડી ખાતે અસમમાં જોઈએ તો ગુવાહાટી ખાતે અને મેઘાલયમાં સિલોંગ ખાતે, પશ્ચિમ બંગાળના કોલકત્તામાં જ્યારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં, આંધ્ર પ્રદેશમાં વિશાખાપટનમ, તેલંગાણામાં હૈદરાબાદ, મહારાષ્ટ્રમાં પુણે, મુંબઈ અને ગોવામાં, કર્ણાટકમાં બેંગલોર, તમિલનાડુમાં ચેન્નઈ અને મહાબલીપુરમ ખાતે તેમજ કેરળમાં કોચી અને કુમારકોમ ખાતે અને તિરુવનન્તપુરમ ખાતે આ બેઠક યોજાશે.

ભારતમાં તેમજ ગુજરાતના ત્રણ શહેરોમાં આ સમિટ ચાલી રહી છે .આગામી 02 એપ્રિલથી 04 એપ્રિલ દરમિયાન G-20ની બીજી એનર્જી વર્કીંગ ગૃપની બેઠક ગાંધીનગરમાં યોજાવાની છે. જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેનારા  120 જેટલા પ્રતિનિધિઓ આગામી 03 અથવા 04 એપ્રિલે સુજાણપુરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે.

મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા સોલર પ્લાન્ટની મુલાકાત અંગેનુ આયોજન જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ, ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે કરાયુ છે. 03 અથવા 04 અપ્રિલે સાંજે 04-30 કલાકે આ પ્રતિનિધિ મંડળ પ્રથમ સુજાણપુરા સોલર પ્લાન્ટ તેમજ ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે. જેમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

G-20 શું છે ?

G-20 ગૃપ એટલે કે જી-20 આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગનું પ્રમુખ મંચ છે. જ્યાં દરેક પ્રમુખ આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર વૈશ્વિક સંરચના અને નિયમ નિર્ધારિત કરવા તથા તે મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું કામ કરે છે. 19 દેશો જેમ કે આરજન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન ,ફ્રાન્સ ,જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી,જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા ,યુનાઈટેડ કિંગડમ, અને સંયુકત રાજ્ય અમેરિકા, તેમજ યુરોપીય સંઘ સમ્મેલિત છે.

વિશ્વના મહત્વના દેશો પરસ્પર સહયોગ કરીને એક થઈને સમસ્યાઓ સામે લડી શકે એવા ઉદ્દેશ્યથી G-20 ગૃપ બનાવવામાં આવ્યું છે. G-20 ની સ્થાપના 1999માં એસીઆઈ આર્થિક સંકટ પછી આર્થિક મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરો માટે વૈશ્વિક, આર્થિક અને નાણાકીય મુદ્દા પર ચર્ચા કરવા માટે એક જ મંચમાં ભેગા થાય એ માટે તેની રચના કરવામાં આવી છે. વૈશ્વિક આર્થિક સ્થિરતા સતત અને ટકાઉ વિકાસ હાંસલ કરવા અને તેના સભ્યો વચ્ચે નીતિગત સંકલન તેમજ નાણાકીય નિયમોને પ્રોત્સાહન આપવા જે આર્થિક જોખમ ઘટાડે છે અને ભવિષ્યની નાણાકીય કટોકટી અટકાવે છે.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા

આ પણ વાંચો: G-20ના પ્રમુખપદથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધશે, અમેરિકાએ ભારતના ખુલીને કર્યા વખાણ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati