BZ Group Scam: કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની રાતભર ચાલી પુછપરછ, ભૂપેન્દ્રએ શિક્ષકોને વિદેશ ન મોકલ્યાનું કર્યુ રટણ
BZ Group Scam : 6000 કરોડના BZ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી ભૂપેન્દ્ર ઝાલાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની રાત્રિભર પૂછપરછ કરી હતી. ઝાલાએ મોટાભાગની વાતોનો ઈન્કાર કર્યો છે અને શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનો દાવો કર્યો છે.
6 હજાર કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનાર BZ ગ્રુપનો મુખ્ય કૌભાંડી આરોપી ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાઇ ગયો છે. BZ ગ્રૂપના ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાના દવાડાના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરાઈ હતી. જેનું ફાર્મ હાઉસ છે તે કિરણસિંહની પણ અટકાયત કરવામાં આવી છે. CID ક્રાઇમ કિરણસિંહનું પણ ઈન્ટ્રોગેશન કરી રહી છે. ફાર્મ હાઉસમાં ક્યારથી ભૂપેન્દ્ર ઝાલા રોકાયો હતો તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારાની તપાસ
6000 કરોડનું કૌભાંડ ફેરવનાર આરોપી ભૂપેન્દ્ર ઝાલા કે જે પોલીસના સકંજામાં આવી ગયો. હવે ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારાની પણ સઘન તપાસ હાથ ધરાશે. કિરણસિંહ ચૌહાણને તેના જ ફાર્મ હાઉસ ઉપરથી રાત્રે જ લઈ જવાયો. કિરણસિંહ ભૂપેન્દ્ર ઝાલા સાથે કેટલા સમયથી સંકળાયેલ છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
રાતભર ચાલી ભૂપેન્દ્ર ઝાલાની પુછપરછ
વિગતો મળી રહી છે કે મહેસાણાથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લેવામાં આવ્યો છે. વિસ્તારે વાત કરવી જોઈએ તો ભૂપેન્દ્ર ઝાલાની નિવેદન સહિતની પ્રક્રિયા રાતભર ચાલી છે. CID સતત તપાસ કરી રહી છે. ભૂપેન્દ્ર ઝાલાની સતત ત્રણ કલાક પુછપરછ કરવામાં આવી. ભૂપેન્દ્ર જાલાનો પુછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. ભૂપેન્દ્ર ઝાલા મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇન્કાર કરી રહ્યો છે. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ કરી રહ્યો છે. CID ક્રાઇમ પહેલી વખત દરોડા કર્યા ત્યારે ઝાલા બહાર હતાં.
મધ્યપ્રદેશમાં દર્શન કરવા ગયો હતો
માહિતી મળી છે કે ભૂપેન્દ્ર ઝાલાએ ઓફિસ પર ફોન કરતા કોઈએ જવાબ આપ્યો ન હતો. ભૂપેન્દ્ર ઝાલાએ કોઈ વ્યક્તિને ઓફિસ મોકલતા ખ્યાલ આવ્યો કે પોલીસની રેડ પડી છે. ભૂપેન્દ્ર ઝાલાને રેડનો ખ્યાલ આવતા તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો. એક મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો તેવી વિગતો આ પુછપરછમાં સામે આવી છે. એક મહિનામાં ઝાલા એક વખત ગુજરાત આવ્યો હતો. રાજસ્થાનથી અલગ અલગ ત્રણ સિમકાર્ડ ખરીદ્યા. વોટ્સએપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો. જેના ફાર્મમાંથી ધરપકડ કરવામાં આવી તે વર્ષ 2018થી સંપર્કમાં હતા. 2024 લોકસભા ચૂંટણી લડવા ખોટું એફિડેવિટ રજૂ કર્યું. પોતાના પર કોઈ પોલીસ ફરિયાદ નહીં હોવાનું ખોટું એફિડેવિટ રજૂ કર્યું હતું.