ઉંઝામાં મા ઉમિયાનો જયઘોષ, ઉમિયાના રંગે રંગાયું ઉંઝા, જુઓ VIDEO
ઉંઝા હાલ મા ઉમિયાના રંગે રંગાયું છે અને લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે લક્ષચંડી યજ્ઞમાં યજ્ઞશાળાએ સૌથી વધુ આર્કષણ જમાવ્યું છે. લક્ષચંડી યજ્ઞ જે સ્થળે યોજાવાનો છે તે જગ્યા 800 વીઘામાં ફેલાયેલી છે. જ્યાં 24 વીઘા જમીનમાં યજ્ઞશાળા તૈયાર કરાઇ છે, જે જમીનથી 81 ફુટ ઉંચી છે. જેમાં માત્ર લાકડાનો ઉપયોગ […]
ઉંઝા હાલ મા ઉમિયાના રંગે રંગાયું છે અને લક્ષચંડી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે લક્ષચંડી યજ્ઞમાં યજ્ઞશાળાએ સૌથી વધુ આર્કષણ જમાવ્યું છે. લક્ષચંડી યજ્ઞ જે સ્થળે યોજાવાનો છે તે જગ્યા 800 વીઘામાં ફેલાયેલી છે. જ્યાં 24 વીઘા જમીનમાં યજ્ઞશાળા તૈયાર કરાઇ છે, જે જમીનથી 81 ફુટ ઉંચી છે. જેમાં માત્ર લાકડાનો ઉપયોગ કરાયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ યજ્ઞશાળામાં 3 હજાર થાંભલા, 25 હજાર કાચી ઇંટો, 45 હજાર પાકી ઇંટો વાપરવામાં આવી છે. જેમાં એક સાથે કુલ 3500 વ્યક્તિ અને 700 ભુદેવો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત 108 યજ્ઞકુંડ અને 1100 જેટલા પાટલા પણ ગોઠવવામાં આવ્યા છે. આમ લક્ષચંડી યજ્ઞ એક કરતા અનેક વિશેષતાઓ ધરાવે છે અને તેથી જ આ યજ્ઞનો મહોત્સવ મહા ઉત્સવ સાબિત થવાનો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યાં, જાણો એક ક્લિક પર..