Mahisagar : બાકોરમાં ભાજપ નેતાના દારૂની પાર્ટીના કથિત વિડીયો અંગે ધારાસભ્યની સ્પષ્ટતા, વિરોધીઓનું બદનામ કરવાનું ષડયંત્ર

મહિસાગરના (Mahisagar)ભાજપ ધારાસભ્ય જીગ્નેશ સેવકે(Jignesh Sevak)સ્પષ્ટતા કરી છે. જેમાં જીગ્નેશ સેવકે સ્પષ્ટતા કરતા કહ્યું કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે તેમને બદનામ કરવા માટે વિરોધીઓ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે.

Mahisagar : બાકોરમાં ભાજપ નેતાના દારૂની પાર્ટીના કથિત વિડીયો અંગે ધારાસભ્યની  સ્પષ્ટતા, વિરોધીઓનું બદનામ કરવાનું ષડયંત્ર
Mahisagar Bjp Mla Jignesh SevakImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 5:07 PM

ગુજરાતના  મહિસાગરના (Mahisagar)બાકોરમાં ભાજપ નેતાઓની દારૂ પાર્ટીનો(Liquor Party)વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રાજકારણ ગરમાયું છે.ત્યારે આ અંગે ભાજપ ધારાસભ્ય જીગ્નેશ સેવકે(Jignesh Sevak)સ્પષ્ટતા કરી છે. જેમાં જીગ્નેશ સેવકે સ્પષ્ટતા કરતા કહ્યું કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે તેમને બદનામ કરવા માટે વિરોધીઓ દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે.વાયરલ વીડિયો રાજસ્થાની કોઈ જગ્યાનો હોવાનો દાવો કર્યો..સાથે જ કહ્યું કે વીડિયોમાં દેખાતા લોકો સમાજિક સંસ્થાના કાર્યકરો છે.તેમાં કોઈ પણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય સભ્ય પણ નથી.

વાયરલ વીડિયોએ અંગે સાચી હકિકત લોકો સામે લાવવાની માંગ

તો બીજી તરફ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે દારૂબંધ પર સવાલ ઉઠાવ્યાં અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યાં.મનીષ દોશીએ કહ્યું કે ભાજપના રાજમાં યુવકોને નશાના રવાડે ચઢાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે..સાથે જ વાયરલ વીડિયોએ અંગે સાચી હકિકત લોકો સામે લાવવાની માંગ કરી છે.

વીડિયો વાયરલ થતા ભાજપમાં હડકંપ

મહિસાગર જિલ્લાના બાકોરમાં ભાજપના નેતાઓની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે. બાકોર પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દારૂની પાર્ટી યોજી હતી. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દારૂના નશામાં ઝૂમ્યા હતા. આ પાર્ટીમાં દારીની સાથે સંગીતની પણ મહેફિલ જામી હતી જેમાં દારૂના નશામાં સંગીતના તાલે કાર્યકરો અને નેતાઓ નાચતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. આ વીડિયો વારલ થયા બાદ પોલીસ તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ભાજપના આ નેતાઓ અને કાર્યકર્તાઓ સામે પક્ષ તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવે છે કે જોવું રહ્યું.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

મહિસાગર જિલ્લામાં જ આ અગાઉ ભાજપના એક નેતાની બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો

સામાન્ય રીતે ભાજપના નેતાઓ પોતાના પક્ષને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે પણ આ વાતો માત્ર કહેવા પુરતી જ હોય તેવા કિસ્સા વારંવાર સામે આવતા રહે છે. ભાજપના નેતાઓનો દારૂનો વીડિયો બહાર આવવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ ઘણી વખત ભાજપના નેતાના દારૂના વીડિયો બહાર આવી ચૂક્યા છે અથવા દારૂની પાર્ટી કરતા ઝડપાઈ ચૂક્યા છે. મહિસાગર જિલ્લામાં જ આ અગાઉ ભાજપના એક નેતાની બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દારૂના નશામાં છાકટા થઈને નાચતા જોવા મળ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને 12થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">