Mahisagar : ભાદરમાં નવા નીરની આવક, દસથી વધુ ચેકડેમો થયા ઓવરફ્લો
રાજ્યમાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે મહિસાગરમાં ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈને નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.
મહિસાગર જિલ્લામાં આવેલ ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર નદીમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક ચેકડેમો (Check Dam) ઓવરફ્લો થયા છે.
ઉલ્લેખનીય છે કે, ભાદર નદીમા રાજસ્થાનમાં (Rajasthan)પડેલ ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતા આસપાસ વિસ્તારોના ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
ભાદર નદીમાં નવા નીરને પગલે દસ જેટલા ચેકડેમો ઓવરફ્લો (Over Flow)થયા છે. મહત્વપૂર્ણ છે કે, ભાદર નદી પર આવેલા દસથી વધુ ચેકડેમો ઓવરફ્લો થયા છે. જેને કારણે આસપાસના નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યુ છે. આપને જણાવવું રહ્યું કે, રાજસ્થાનથી ભાદર નદી ગુજરાતમાં પ્રવેશ કરે છે, ત્યારે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે.
આ પણ વાંચો: Navsari : અવિરત વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી, અનેક વિસ્તારો જળબંબાકાર