Gujarat Rain Live update: રાજ્યના તમામ 33 જિલ્લામાં મેઘમહેર, 251 તાલુકામાં વરસાદ, જામનગરમાં 40 વર્ષ જૂનો ચેકડેમ તુટ્યો, રાજ્યમાં 32.58 ટકા વરસાદ નોંધાયો

Pinak Shukla
| Edited By: | Updated on: Jul 26, 2021 | 7:05 PM

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં આગામી 24 કલાક સુધી યથાવત રહેશે મેઘમહેર. 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain Live update: રાજ્યના તમામ 33 જિલ્લામાં મેઘમહેર, 251 તાલુકામાં વરસાદ, જામનગરમાં 40 વર્ષ જૂનો ચેકડેમ તુટ્યો, રાજ્યમાં 32.58 ટકા વરસાદ નોંધાયો
all 33 districts of the state, 251 talukas received rainfall, 32.58 per cent rainfall was recorded in the state

Gujarat Rain Live update: રાજ્યભરમાં મેઘરાજા (Rain)એ સાર્વત્રિક મહેર વરસાવી છે. પાછલા 24 કલાકમાં ગુજરાતના 33 જિલ્લાના 251 તાલુકામાં મેઘરાજાએ કાચુ સોનું વરસાવ્યું છે જેથી ખેડૂતો (Farmer) ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં સિઝનનો 32.58 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજકોટના લોધિકામાં સર્વાધિક 8 ઈંચ વરસાદ પડ્યો તો રાજકોટ શહેરમાં 4 ઈંચ વરસાદ પડ્યો. મધ્યગુજરાત(Central Gujarat)ના છોટાઉદેપુર, ક્વાંટમાં પોણા સાત ઈંચ અને ઉત્તર ગુજરાતના બેચરાજીમાં પણ પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો. મહેસાણાના જોટાણા, વિજાપુરમાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસતા ખેતીને નવજીવન મળ્યું છે.

રાજ્યનાં 33 જિલ્લામાં પડેલા વરસાદની વાત કરીએ તો

આ સિઝનમાં 251 તાલુકામાં 32.58 ટકા વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં 32.58 ટકા વરસાદ ખાબક્યો કચ્છમાં અત્યાર સુધી 30.25 ટકા વરસાદ સૌરાષ્ટ્ર 31.89 ટકા વરસાદ નોંધાયો મધ્ય ગુજરાતમાં 30 ટકા વરસાદ નોંધાયો ઉત્તર ગુજરાતમાં 28.16 ટકા વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યભરમાં આગામી 24 કલાક સુધી યથાવત રહેશે મેઘમહેર. 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jul 2021 04:56 PM (IST)

    Gujarat Rain Live update: સાબરકાંઠાના હિંમતનગરમાં સિક્સ લેન રોડ બનાવવા કરેલ ખોદકામમાં કાર ફસાઈ, પાણીના યોગ્ય નિકાલના અભાવે વાહન ચાલકોની પરેશાની

    Gujarat Rain Live update: સાબરકાંઠામાં હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પાણીમાં કાર ફસાઈ હતી. કારમાંથી પાણીમાં ફસડાઈ જતા ચાર લોકોનો બચાવવામાં આવ્યા હતા. કાર પાણીમાંથી બહાર કાઢી ખેંચીને લઈ જવી પડી હતી. સિક્સ લેન રોડ બનાવવા કરેલ ખોદકામમાં વરસાદી પાણી ભરાયું હતુ. કામગીરીમાં પાણીના યોગ્ય નિકાલના અભાવે વાહન ચાલકોની પરેશાની સાથે વાહનને પણ નુકશાન થઇ રહ્યું છે. મોતીપુરાના વેપારીઓની દુકાન આગળ ખોદકામમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 26 Jul 2021 04:48 PM (IST)

    Gujarat Rain Live update: બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોમાં આનંદો, આફત ના એંધાણ વચ્ચે વરસાદનું આગમન થતાં ખેડૂતો પરના સંકટના વાદળો ઓસર્યા

    Gujarat Rain Live update: વરસાદની અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલ સાંજથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હજુ વરસાદ પાંચ દિવસ ખેંચાય તો જિલ્લાના ખેડૂતોને ખેતીના પાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ હતી. પરંતુ આફત ના એંધાણ વચ્ચે વરસાદનું આગમન થતાં ખેડૂતો પરના સંકટના વાદળો ઓસર્યા છે.

  • 26 Jul 2021 04:44 PM (IST)

    Gujarat Rain Live update: સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ, ઉકાઈ, જૂજ ડેમ અને મધુબેન ડેમની જલસપાટીમાં વધારો

    Gujarat Rain Live update: સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં પણ વરસાદ નોઘાયો છે. ઉપરવાસમાં વરસાદને લીધે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ, જૂજ ડેમ અને મધુબેન ડેમની જલસપાટીમાં વધારો થતા ઉકાઈ ડેમની જલસપાટી 317 ફૂટ નજીક પહોંચી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 26 Jul 2021 04:36 PM (IST)

    Gujarat Rain Live update: સતત વરસાદને લીધે અમદાવાદના એસજી હાઈવે પરના ગોતા બ્રિજ પાસે ટ્રાફિક જામની મુશ્કેલી

    Gujarat Rain Live update: સતત વરસાદને લીધે અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાફિક જામની મુશ્કેલી ઉભી થઈ હતી. એસજી હાઈવે પાસે ગોતા બ્રિજ પાસે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે રોડ એન્ડ બિલ્ડીંગ શાખાના લોકોને બોલાવીને રસ્તા પર અડચણ રૂપ થતી મુશ્કેલીઓનો નીકાલ લાવ્યો અને ફરી ટ્રાફિક વ્યવસ્થિત કરાવ્યો હતો.

  • 26 Jul 2021 04:32 PM (IST)

    Gujarat Rain Live update: છોટાઉદેપુરના નસવાડીમા વરસાદ થતાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું, ધારસિમેલ ગામે 60 ફૂટ ઉંચાઈથી વહેતો ધોધ આકર્ષણ નું કેન્દ્ર

    Gujarat Rain Live update: છોટાઉદેપુરના નસવાડીમા ડુંગર અને જંગલ વિસ્તારો મા સારો વરસાદ થતાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું છે.ધારસિમેલ ગામે કુદરતી પાણીનો 60 ફૂટ ઉંચાઈથી વહેતો ધોધ આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. કુદરતી ધોધ ને નિહાળવા દૂર દૂર થી સહેલાણીઓ આવી રહ્યા છે. ડુંગરના કાચા રસ્તે થઈ લોકો જીવના જોખમે  ધોધ નિહાળવા પહોચી રહ્યા છે.જ્યા ધોધ પડી રહ્યો છે તે જગ્યા એ 8 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે. આ વિસ્તારમાં સહેલાઇ થી અવર જવર થાય તેવી સહેલાણીઓ  માંગ કરી રહ્યા છે.

  • 26 Jul 2021 04:17 PM (IST)

    Gujarat Rain Live update:  રાજકોટ જીલ્લાના આજી-2 ડેમ અને ગોંડલનો મોતીસર ડેમ ઓવર ફ્લો

    Gujarat Rain Live update: રાજકોટ જીલ્લામાં પડેલા વરસાદને કારણે જીવાદોરી સમાન જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ ઓવર ફ્લો થયો છે. જ્યારે ગોંડલનો મોતીસર ડેમ ઓવર ફ્લો થયો છે.

  • 26 Jul 2021 04:14 PM (IST)

    Gujarat Rain Live update: અમરેલી જિલ્લામા રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં વરસાદ, ધાતરવડી ડેમ 2 પાણીથી છલોછલ ભરાયો

    Gujarat Rain Live update:  અમરેલી જિલ્લામા રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જાફરાબાદ શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. સમગ્ર દરિયા કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજુલા ધાતરવડી ડેમ 2 પાણીથી છલોછલ ભરેલો હોવાથી હાઇએલર્ટ પર આવ્યો છે. અહીં પાણીની સતત આવકવધી રહી છે અને વરસાદી માહોલ વચ્ચે આગાહીના કારણે અગાવથી તંત્ર દ્વારા 1 દરવાજો અડધો ફૂટ ખોલી નાખવામાં આવ્યો છે.

  • 26 Jul 2021 04:07 PM (IST)

    Gujarat Rain Live update: મોરબીના મિતાણા નજીક આવેલ ડેમી-1 ડેમ છલોછલ ભરાયો, ઓવરફલો થવાની તૈયારી

    Gujarat Rain Live update:  મોરબી જીલ્લામાં છેલ્લા બે દીવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મિતાણા નજીક આવેલ ડેમી-1 ડેમ છલોછલ ભરાયો છે. ડેમી-1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે ડેમી-1 ડેમ ભરાયો છે.

  • 26 Jul 2021 03:49 PM (IST)

    Gujarat Rain Live update: નવસારી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પહેલા જ વરસાદે પોલ ખોલી

    Gujarat Rain Live update: નવસારી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમા નગરપાલિકાએ 30 લાખ રૂપિયા જેવી માતબર રકમ પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ ખર્ચી છે. તેમ છતાં શહેરમાં પડેલા પહેલા જ વરસાદે પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે.

  • 26 Jul 2021 03:45 PM (IST)

    Gujarat Rain Live update: નવસારી જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદ, ઔરંગા નદીમાં પુર, ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ

    Gujarat Rain Live update: નવસારી જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે. ખેરગામ ખાતેથી પસાર થતી ઔરંગા નદીમાં પુર આવ્યુ છે. નાધઈ ગામ નજીક આવેલ ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થતા વલસાડ જિલ્લાના કેટલાક ગામોનો ખેરગામ થી સંપર્ક તૂટ્યો છે.

  • 26 Jul 2021 03:38 PM (IST)

    Gujarat Rain Live update: રાજકોટના ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો, બે થી ત્રણ મહિના પહેલા જ થયું હતુ બ્રિજનું નિર્માણ

    Gujarat Rain Live update: રાજકોટ જીલ્લામાં છેલ્લા બે દીવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ગૌરીદડ ગામનો બ્રિજ પાણીમાં ધોવાયો છે. ગૌરીદડથી રતનપર જવાનો રસ્તો પાણીમાં ધોવાયો છે. બે થી ત્રણ મહિના પહેલા જ બ્રિજનું નિર્માણ થયું હતુ. બ્રિજ ધોવાઇ જતા 4 થી 5 કિલોમીટર રસ્તો ફરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે.

  • 26 Jul 2021 03:32 PM (IST)

    Gujarat Rain Live update: તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામં ભારે વરસાદ, અંબિકા, ઓલન અને પૂર્ણા નદી બે કાંઠે

    Gujarat Rain Live update: તાપી જિલ્લાના વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાની નદીઓ અને નાળાઓમાં પાણીની ભરપૂર આવક થતા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે.જીીલ્લાની અંબિકા, ઓલન અને પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે.

  • 26 Jul 2021 03:28 PM (IST)

    Gujarat Rain Live update: મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક, ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલાયા, ૨૧ ગામોમાં એલર્ટ

    Gujarat Rain Live update:  ઉપરવાસમાં પડતા સતત ધોધમાર વરસાદને લીધે મચ્છુ-૩ ડેમમાં નવા નીરની આવક થઈ છે. મચ્છુ ૩ ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના ૨ દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારના ૨૧ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

  • 26 Jul 2021 03:20 PM (IST)

    Gujarat Rain Live update: રાજકોટના કાગદડીમાં વરસાદે સર્જી તારાજી, વૃદ્ધોએ કહ્યું કે 100 વર્ષમાં ક્યારેય આવું ભયાનક પૂર જોયું જ નથી.

    Gujarat Rain Live update: રાજકોટના કાગદડી ગામમાં રવિવારે ફાઆભ ટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાગદડી ગામમાં દોઢ કલાકમાં જ સાંબેલાધાર 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાતભર ખાબકેલા ભારે વરસાદ બાદ ગામના વોકળામાં 15 ફૂટ પાણી વહેવા લાગ્યા હતા. કાગદડી ગામ અને આસપાસના ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં લાગેલી ડ્રીગ ઈરિગેશનની સિસ્ટમ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ છે. ગામમાં વીજળીના થાંભલા પડી ગયા. અને સંખ્યાબંધ ગાય, ભેંસ પમ તણાઈ ગઈ છે. કાગદડી ગામના વૃદ્ધોએ કહ્યું કે 100 વર્ષમાં ક્યારેય આવું ભયાનક પૂર જોયું જ નથી. કાગદડીમાં કપાસ, મગફળી, મગ, તલનું વાવેતર ધોવાઈ ગયું. ખેતીની જમીન, ઘરોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

  • 26 Jul 2021 03:14 PM (IST)

    Gujarat Rain Live update: ડભોઈમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, ધોધમાર વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

    Gujarat Rain Live update:  ડભોઈમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઈકાલે પણ 4 ઈંચ વરસાદ પડ્યો હતો. સતત બે દિવસથી વરસતા વરસાદને પગલે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

  • 26 Jul 2021 03:09 PM (IST)

    Gujarat Rain Live update: સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો, નર્મદા ડેમ હાલ ની સપાટી 116.09 મીટર

    Gujarat Rain Live update:

    સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો નોઘાંયો છે. ઉપરવાસ માંથી 21,949 ક્યુસેક પાણી ની આવક થતા નર્મદા ડેમ માં નવા નીર આવ્યા છે. જ્યારે પાણી જાવક 7,761 ક્યુસેક છે. જોકે હાલ નર્મદા ડેમ ના તમામ દરવાજા બંધ છે. નર્મદા ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ હાલ ની સપાટી 116.09 મીટર છે. ચોવીસ કલાક માં 22 સેમી નો વધારો નોઘાંયો છે.ઉપરવાસ માંથી પાણી ની આવક રહેશે તો ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોચી શકે છે.

  • 26 Jul 2021 02:31 PM (IST)

    Gujarat Rain Live update: જામનગરના જાલણસરનો 40 વરસ જૂનો ચેક ડેમ તુંટયો, જાલણસર ગામે 3 કલાક માં 12 ઈંચ જેવો વરસાદ

    Gujarat Rain Live update:  જામનગરમાં કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ગઈકાલે જોરદાર વરસાદ પડયો હતો. ગઈકાલે જાલણસર ગામે 3 કલાક માં 12 ઈંચ જેવો વરસાદ ખાવ્કયો છે. વરસાદ પડતાં 40 વરસ જૂનો ચેક ડેમ તુંટયો છે. ચેકડેમ તુટતા ખેતરોમાં  પાણી ફરી વળ્યાં છે. ખેડૂતો નું કહેવું છે કે સૌની યોજના નું કામ ચાલુ હોવાથી કાઢ્યો બંધ કરી દેવાતા ડેમ તુટિયો છે.

  • 26 Jul 2021 01:50 PM (IST)

    Gujarat Rain Live update: દાહોદના બાવકામાં ઘોઘમાર વરસાદથી શહેર પાણી પાણી, બાવકા શિવ મંદિરે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા

    Gujarat Rain Live update: દાહોદના બાવકામાં ઘોઘમાર વરસાદથી શહેર પાણી પાણી થયુ છે. બાવકા શિવ મંદિર કોઝવે પર વરસાદ પડતા  નવા નીર આવ્યા છે. જિલ્લાનું પર્યટન સ્થળ હોવાને પગલે નયન રમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

  • 26 Jul 2021 01:47 PM (IST)

    Gujarat Rain Live update: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, જિલ્લાની અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર

    Gujarat Rain Live update:  ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા જિલ્લાની ચારેય નદીઓ ગાંડીતુર બની છે. અંબિકા, ખાપરી, ગીરા અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ડાંગ જિલ્લાનાં 7 જેટલાં કોઝવે ઓવરફ્લો થયા છે. ડાંગ જિલ્લાના 10થી વધું ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યાં છે. ડાંગ બંધ એલાનનાં પગલે પ્રવાસીઓ અટવાયા છે. જિલ્લાનાં તમામ જોવા લાયક સ્થળો બંધ કરાયા છે.અંબિકા નદીમાં પાણીની આવક વધતા નવસારીના ગણદેવી તાલુકના ગામોમાં પૂરની સંભાવનાઓ સેવાઈ રહી છે.

  • 26 Jul 2021 01:41 PM (IST)

    Gujarat Rain Live update: મહીસાગર જિલ્લામાં આવેલ ભાદર નદીમાં આવ્યા નવાનીર, 10 થી વધુ ચેકડેમો ઓવરફ્લો

    Gujarat Rain Live update:  મહીસાગર જિલ્લામાં આવેલ ભાદર નદીમાં નવા નીર આવ્યા. નવા નીર આવતા ભાદર નદી ઉપર આવેલ 10 થી વધુ ચેકડેમો ઓવરફ્લો થયા છે. રાજસ્થાનમાં વરસાદને પગલે ભાદર નદીના પાણીમાં વધારો થયો છે.

  • 26 Jul 2021 01:35 PM (IST)

    Gujarat Rain Live update: વલસાડ જિલ્લામાં  ધોધમાર વરસાદ, ઉમરગામ 1.56 ઇંચ,ધરમપુર 1.4 ઇંચ, પારડી 12 મીમી, વલસાડ 1.16 ઇંચ

    Gujarat Rain Live update: વલસાડ જિલ્લામાં  ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા ના તમામ તાલુકાઓ માં વરસાદ વરસ્યો છે.ઉમરગામ 1.56 ઇંચ,ધરમપુર 1.4 ઇંચ, પારડી 12 મીમી, વલસાડ 1.16 ઇંચ, વાપી. 1 ઇંચ અને જિલ્લા માં સૌથી વધુ કપરાડા માં 5.68 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ જિલ્લા માં કપરાડા માં અડધો ઇંચ જ્યારે ધરમપુર , પારડી, વલસાડ અને વાપી માં એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે.

  • 26 Jul 2021 01:23 PM (IST)

    Gujarat Rain Live update: તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને નદી નાળામાં આવ્યા નવાનીર, ડોલવનથી પસાર થતી અંબિકા, પૂર્ણાં, અને ઓલન નદી બે કાંઠે

    Gujarat Rain Live update: તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને નદી નાળામાં નવાનીર આવ્યા છે. ડોળવણમાં સવારે 6 થી 10માં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.ડોલવનથી પસાર થતી અંબિકા, પૂર્ણાં, અને ઓલન નદી બે કાંઠે વહી રહી છે. બે દિવસથી પડી રહેલા વરસાદ ને પગલે નદી નાળા છલકાયા છે. ડોળવનના અંતરિયાળ ગામોમાં ઓલન નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.

  • 26 Jul 2021 01:17 PM (IST)

    Gujarat Rain Live update: રાજ્યમાં ભારે વરસાદથી NDRFની ટીમ સ્ટેન્ડ બાય, મહારાષ્ટ્રમાં 4 ટીમ રવાના, વધુ 3 ટીમો સ્ટેન્ડ બાય કરાઈ

    Gujarat Rain Live update: હવામાન વિભાગની આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદના પગલે એનડીઆરએફની કવાયત શરૂ કરવામા આવી છે. સાથે જ મહારાષ્ટ્રમાં પણ 4 ટીમ રવાના કરવામા આવી છે. ગુજરાતમાં વલસાડ, નવસારી,સુરત, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ , મોરબી , કચ્છમાં ટીમ  રવાના કરાઈ છે. અને  વધુ 3 ટીમો સ્ટેન્ડ બાય કરાઈ છે.

  • 26 Jul 2021 01:04 PM (IST)

    Gujarat Rain Live update: રાજકોટના કાગદડીમાં આભ ફાટતા ખેતરો ધોવાયા,વીજ થાંભલાઓ પડ્યા,સંખ્યાબંધ પશુઓ તણાયા

    Gujarat Rain Live update: રાજકોટના કાગદડી ગામમાં રવિવારે ફાઆભ ટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. કાગદડી ગામમાં દોઢ કલાકમાં જ સાંબેલાધાર 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાતભર ખાબકેલા ભારે વરસાદ બાદ ગામના વોકળામાં 15 ફૂટ પાણી વહેવા લાગ્યા હતા. કાગદડી ગામ અને આસપાસના ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરોમાં લાગેલી ડ્રીગ ઈરિગેશનની સિસ્ટમ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગઈ છે. ગામમાં વીજળીના થાંભલા પડી ગયા. અને સંખ્યાબંધ ગાય, ભેંસ પમ તણાઈ ગઈ છે. કાગદડી ગામના વૃદ્ધોએ કહ્યું કે 100 વર્ષમાં ક્યારેય આવું ભયાનક પૂર જોયું જ નથી. કાગદડીમાં કપાસ, મગફળી, મગ, તલનું વાવેતર ધોવાઈ ગયું. ખેતીની જમીન, ઘરોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

  • 26 Jul 2021 12:57 PM (IST)

    Gujarat Rain Live update:  જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ગઈકાલથી અતિભારે વરસાદ, પુરના પાણી હાઇવે પર ફરી વળ્યા

    Gujarat Rain Live update: જામનગરમાં કાલાવડ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ગઈકાલથી અતિભારે વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપુરમાં ઘોડાપુર આવ્યુ છે. તાલુકાના મછલીવડ, સનાળા, પીપરિયા અનેક ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. મવડછલી થી લાલપુર જવાના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે.ભારે વરસાદના લીધે પુરના પાણી હાઇવે પર ફરી વળ્યા છે.આજુબાજુના ગામના લોકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

  • 26 Jul 2021 12:48 PM (IST)

    Gujarat Rain Live update: રાજકોટના લોધીકામાં આવેલી વાસીયાળી નદીમાં વરસાદના કારણે વહેલી સવારે આવ્યુ પુર

    Gujarat Rain Live update:  લોધીકા મોટાવડા રોડ વાસીયાળી નદી ની અંદર ઉપરવાસ વરસાદના કારણે વહેલી સવારે પુર આવ્યુ. નદી ઉપર બ્રિજનું કામ ચાલી રહયુ હોવાથી જેનો ડાયવર્ઝન વાસયાવડી નદી માંથી નીકળતો હોય પાણી આવવાના કારણે ડાઇવર્ઝન વહેલી સવારથી બંધ કરવામાં આવ્યો છે. આજે  મોટાવાડા, નાનાવડા, પાંભર ઇટાળા ,લક્ષ્મી ઇટાળા તેમજ નાના ઇટાળા જતા લોકોને રાજકોટ કાલાવડ હાઇવે ઉપરથી કેવલમ સોસાયટી વાળા રસ્તેથી પસાર થવા અપીલ કરવામાં આવી છે.

  • 26 Jul 2021 11:35 AM (IST)

    Gujarat Rain Live update: મહેસાણાના બહુચરાજીમાં એક જ રાતમાં 6 ઈંચ વરસાદ

    Gujarat Rain Live update: મહેસાણાના બહુચરાજીમાં રાત્રી દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. એક જ રાતમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.  ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા છે.સાથે જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે

  • 26 Jul 2021 11:27 AM (IST)

    Gujarat Rain Live update: જામનગર કાલાવડ તાલુકાનો ફુલઝર -1 ડેમ ઓવરફલો, ગોળણીયા ગામને સાવચેત કરાયુ

    Gujarat Rain Live update: જામનગર કાલાવડ તાલુકાનો ફુલઝર -1 ડેમ ઓવરફલો થઈ ગયો છે. નાગપુર, ગોલળીયા, નાનીવાવડી, ખંઢેરા, હરિપર, બાદનપરમાં ગામો વરસાદ પડતા ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ આજુબાજુના 10 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. ડેમ ઓવરફ્લો થતાં ગોળણીયા ગામને સાવચેત કરાયુ છે તો ગામના લોકોને નદીના પટમા ન જવા સૂચના આપવામાં આવી છે.

  • 26 Jul 2021 11:20 AM (IST)

    Gujarat Rain Live update: રાજ્યમાં 6 જિલ્લાનાં 56 રસ્તા બંધ, વરસાદને કારણે રાજ્યના પંચાયત હસ્તકના 21 રસ્તા બંધ

    Gujarat Rain Live update: રાજ્યમાં 6 જિલ્લાના 56 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. જામનગરનો સ્ટેટ હાઇવે બંધ છે તો વલસાડમાં વિવિધ ગામોને જોડતા 29 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વડોદરાનો એક, છોટાઉદેપુરના બે, દાહોદનો એક, સુરતના ચાર, તાપીના છ, ડાંગના 9 માર્ગો બંધ હોવાની વિગતો સામે આવી છે. વરસાદને કારણે રાજ્યના પંચાયત હસ્તકના 21 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં 11 રસ્તા બંધ છે.

Published On - Jul 26,2021 5:26 PM

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">