AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્થાનિક પેટા ચૂંટણીના પરિણામો જાહેર, કયાં ભાજપની થઇ જીત ? કયાં કોંગ્રેસના સૂપડા થયા સાફ ? તમામ પરિણામો પર એક નજર કરો

વલસાડમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપના સતીશ પટેલ 2219 વોટથી એસટી સીટ પર વિજય થયા છે. તો સામાન્ય સીટ પર ભાજપના કિરણભાઇ પટેલ 3062 મતથી વિજય થયા છે.

સ્થાનિક પેટા ચૂંટણીના પરિણામો જાહેર, કયાં ભાજપની થઇ જીત ? કયાં કોંગ્રેસના સૂપડા થયા સાફ ? તમામ પરિણામો પર એક નજર કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 12:46 PM
Share

તાપીમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. જિલ્લા પંચાયતની કરંજવેલ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જેમાં ભાજપના મહિલા ઉમેદવાર મધુબેન ગામીતનો વિજય થયો છે. વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે. નોંધનીય છેકે કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીતનું ગામ છે કરંજવેલ.

અમદાવાદની ધંધુકા નગરપાલિકા વોર્ડ નંબર 6ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ભાજપના ઉમેદવાર કમળાબેન પરમાર 213 મતની લીડથી વિજય, કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડયું છે. કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેનને 405 મત મળ્યા છે. જયારે ભાજપના ઉમેદવાર કમળાબેનને 618 મત મળ્યા છે.

બનાસકાંઠાના થરા નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ થઇ છે. જેમાં 24 માંથી 20 બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે. જ્યારે વોર્ડ નંબર 6 ની 4 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે. જયારે આમ આદમી પાર્ટી ખાતું પણ ખોલાવી શકી ન હતી. આમ, થરા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે.

તો અમદાવાદ મનપાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ઇસનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ ઉમેદવાર મૌલિક પટેલ 13 હજારની લીડથી વિજેતા બન્યા છે. ચાંદખેડામાં ભાજપ ઉમેદવાર રીટા બેન પટેલ 8265ની લીડથી વિજેતા જાહેર થયા છે.

દ્વારકા જિલ્લાની ઓખા નગર પાલિકાની કુલ 36 બેઠકમાંથી ભાજપના 34 ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. જયારે બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. આમ, ભાજપે ઓખા નગરપાલિકા પર કબ્જો જમાવ્યો છે.

માણાવદર નગરપાલિકા વોર્ડ નંબર 4 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અસ્વીન મણવર 115 મતે વિજેતા જાહેર થયા છે.

નવસારી જીલ્લામાં પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. નવસારીની ગણદેવી પાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. બીલીમોરા પાલિકાની વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. નવસારી જીલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

વાંસદા ઝરી તાલુકા પંચાયત પર ફરી એકવાર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ઝરી તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ધનજીભાઈ પટેલ 1300 મતથી વિજેતા બન્યા.ભાજપ ફરી બેઠક મેળવવામાં ફરી એકવાર નિષ્ફળ સાબિત થયું

કચ્છ જિલ્લાની ભચાઉ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના ઉમેદવાર 1268 મતે વિજેતા બન્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર 109 મત જ મળ્યા છે.

અમરેલી જિલ્લાની સરંભડા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના સંધ્યાબેન કાછડિયાનો વિજય થયો છે.

સુરેન્દ્રનગર પાલિકાની વોર્ડ નંબર ૬ ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર પરેશભાઈ કડીવાલ(પટેલ)નો 507 મતથી વિજય થયો છે.

મહીસાગર જિલ્લામાં વિવિધ ખાલી પડેલ તાલુકા પંચાયત તેમજ નગર પાલિકાની બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં લુણાવાડા નગર પાલિકાના ત્રણ વોર્ડમાંથી 2 વોર્ડમાં ભાજપ તો 1 વોર્ડમાં કોંગ્રેસની જીત થઇ છે. તેમજ લુણાવાડા તાલુકા પંચાયતની ખેમપુર બેઠક પર ભાજપની જીત થઇ છે. બાલાસિનોર તાલુકાની પાડવા બેઠક પર ભાજપની જીત થઇ છે.

ગીરસોમનાથ જિલ્લાની વેરાવળ તાલુકાની ગોવિંદપરા જીલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર હરસુખભાઇ કાળાભાઇ મકવાણાનો 1402 મતે વિજય થયો છે.

વલસાડમાં નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં ભાજપના સતીશ પટેલ 2219 વોટથી એસટી સીટ પર વિજય થયા છે. તો સામાન્ય સીટ પર ભાજપના કિરણભાઇ પટેલ 3062 મતથી વિજય થયા છે.

વલસાડ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં વિકાસ ઉર્ફે રાજેશ પટેલ અપક્ષ ઉમેદવારનો 2250 વોટથી વિજય જાહેર થયા છે. તો વોર્ડ નંબર 5માં ભાજપના હિતેશ ભંડારીનો 394 મતથી જીત થઇ છે. વોર્ડ નંબર 6માં ભાજપના વિમલ ગજ્જરની 364 મતથી વિજય થયો છે. આમ, વલસાડ પાલિકાની કુલ 5 સીટમાંથી 4 પર ભાજપની જીત થઇ છે. અને, 1 બેઠક પર અપક્ષ વિજેતા થયું છે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">